SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા [27] ૨૭ હીરાલાલભાઈના બીજા પુત્ર ડૉ. વિબોધચંદ્રની શૈક્ષણિક કારકિર્દી પણ તેજસ્વી હતી. મેટ્રિકની પરીક્ષામાં, સૂરત કેન્દ્રમાં ગુજરાતી વિષયમાં પ્રથમ આવી તેમણે પારિતોષિક મેળવ્યું હતું. એમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી બાયોકેમિસ્ટ્રીના વિષયમાં સંશોધન કરીને શોધપ્રબંધ લખીને એમ.એસસી.ની અને ત્યારપછી પૂનાની નેશનલ કેમિકલ લેબોરેટરીમાં વનસ્પતિશાસ્ત્ર (Natural Products)ના વિષયમાં, સંશોધન કરીને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી અને નિવૃત્તિવય સુધી ત્યાં જ રહ્યા હતા. એમણે કરેલું સંશોધન ઇન્ટરનેશનલ જર્નલોમાં પ્રકાશિત થયું છે. હીરાલાલભાઇના ત્રીજા પુત્ર નલિનચંદ્ર મુંબઈ યુનિવર્સિટીની બી.એસસી.ની ડિગ્રી પ્રાપ્ત કરીને, વિ.જે.ટી.આઈ.માં ડાઇંગ અને બ્લીચીંગનો ડિપ્લોમા મેળવ્યો હતો. મુંબઇમાં આઇ.સી.આઈ.માં કાર્ય કર્યા પછી, તેમણે સ્વેચ્છાએ નિવૃત્તિ સ્વીકારી હતી. ખાનપાનની ચીવટપૂર્વકની નિયમિતતાના કારણે જીવનભર હીરાલાલભાઈની તબિયત સારી રહી હતી. પણ લેખનવાંચનની સતત પ્રવૃત્તિને લીધે એમની આંખોને ઘણો શ્રમ પડતો. યુવાન વયે જ એમને ચશ્માં આવી ગયાં હતા. એમ છતાં એમની વાંચનલેખનની પ્રવૃત્તિ એકધારી જ રહ્યા કરી હતી. દર થોડાં વર્ષે, એમનાં ચશ્માંનો નંબર વધતો જતો હતો. કૉલેજના અધ્યાપન કાર્યમાંથી તેઓ નિવૃત્ત થયા ત્યારે એમનાં ચશ્માનો નંબર પંદર સુધી પહોંચી ગયો હતો. એટલા જાડા કાચવાળા ચશ્મા પહેરીને પણ તેઓ સ્વાધ્યાયમાં મગ્ન રહેતા. વાંચવા માટે બિલોરી કાચ રાખતા. ચશ્માં એમના શરીરનું અનિવાર્ય અંગ બની ગયું હતું. ચશ્માં વગર સરખું દેખાય નહિ, પાંસઠની ઉંમર પછી એમને આંખે મોતિયો ચાલુ થયો હતો. એટલે તો વળી મુશ્કેલીમાં વધારો થયો. બોંતેર વર્ષની વયે બંને આંખે મોતિયો પાકતાં, એમણે ઓપરેશન કરાવી, મોતિયો ઉતરાવ્યો હતો. ત્યાર પછી પણ આંખે કંઈક ને કંઈક તકલીફ ચાલતી રહેતી. એમ છતાં એમનું લેખનવાંચનનું કાર્ય જીવનના અંત સુધી ચાલ્યું હતું. જીવનનાં છેલ્લાં વર્ષોમાં, નાજુક તબિયત અને અન્ય પ્રતિકુળતાઓને કારણે તથા સંતાનો મુંબઈ અને પૂનામાં હોવાથી, હીરાલાલભાઈ તથા ઈન્દિરાબહેન, પોતાનું સૂરતનું ઘર કાયમને માટે બંધ કરી દઈને ૧૯૭૨માં પોતાના પુત્રને ત્યાં મુંબઈ રહેવા આવી ગયાં હતાં. હવે એમની સ્વાધ્યાય અને લેખનની પ્રવૃત્તિ મંદ પડી ગઈ હતી, પરંતુ બંધ પડી નહોતી. તેમના લેખો પ્રકાશિત થવામાં જે ગતિ હતી તેના કરતાં લેખનની ગતિ વિશેષ રહી હતી. એટલે જ્યારે પણ એમને પૂછીએ ત્યારે એમની પાસે, કેટલાક અપ્રકાશિત લેખો તો પ્રકાશન માટે તૈયાર હોય જ. વળી એની સાથે સાથે સ્કૂરેલા નવા નવા વિષયો માટે, તૈયાર કરેલી ટાંચણ-યાદી પણ હોય જ. હીરાલાલભાઈએ સાડા છ દાયકાના લેખનકાર્ય દ્વારા, વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે. એમાં વૈવિધ્ય પાર વિનાનું છે. તેઓ પોતે જ “હીરક-સાહિત્ય-વિહાર' નામની પોતાની પુસ્તિકામાં જણાવે છે કે “ગણિત જેવો શુષ્ક વિષય પણ મને તો ખૂબ રસપ્રદ જણાયો છે. એટલે જ્ઞાનની કોઈપણ શાખા પ્રત્યે મને અરુચિ થવા પામી નથી. આને લીધે મારો વિદ્યાવ્યાસંગ કોઈ એક જ દિશા કે ક્ષેત્ર પૂરતો પરિમિત બન્યો નથી. આથી કરીને હું આજે પણ જાતજાતના વિષય પર લેખ લખવા લલચાઉં છું.” હીરાલાલભાઈએ પોતાની લેખનપ્રવૃત્તિ, ૧૯૨૦ના ગાળામાં શરૂ કરી દીધી હતી. એમણે સંસ્કૃત, અર્ધમાગધી. ગુજરાતી અને અંગ્રેજી એમ ચાર ભાષામાં, કાવ્યો, સમશ્લોકી પદ્યાનુવાદો, ગદ્યાનુવાદો, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy