SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૭ : અજૈન વ્યાકરણોનાં જૈન વિવરણો : [પ્ર. આ. ૨૯૧-૨૯૪] ૧૮૧ 'તાજિકસાર (લ. વિ. સં. ૧૫૮૦)- આના કર્તા હરિભટ્ટ છે. એમને કેટલાક હરિભદ્ર પણ કહે ? ૧૯૩ છે. એમણે શકસંવત્ ૧૧૦૫નો ઉલ્લેખ કર્યો છે. દીક્ષિતે એમના મરાઠી પુસ્તક નામે પ્રાચીન ખગોળશાસ્ત્રચ્યો ઇતિહાસ (પૃ. ૪૯૦)માં સૂચવ્યું છે કે આ હરિભટ્ટ શક-સંવત્ ૧૪૪૫માં વિદ્યમાન હતા. ટીકા- “અંચલ' ગચ્છના સુમતિ હર્ષ વિ. સં. ૧૬૭૭માં વિષ્ણુદાસના રાજ્યમાં આ ટીકા રચી છે.' કરણકુતૂહલ (વિ. સં. ૧૨૪૦)- આ ભાસ્કરની ઇ. સ. ૧૧૮૪ની રચના છે. ગણક-કુમુદ-કૌમુદી- ‘અંચલ' ગચ્છના સુમતિહર્ષે આ નામની ટીકા વિ. સં. ૧૬૭૮માં હેમાદ્રિના રાજ્યમાં રચી છે. એમણે જાતક-પદ્ધતિ વગેરે ઉપર પણ ટીકા રચી છે. જ્યોતિર્વિદાભરણ (લ. વિ. સં. ૧૨૯૫)- આ કૃતિ કાલિદાસે વિ. સં. ૧૨૯૫ની આસપાસમાં રચી છે. મહાદેવીસારણી (વિ. સં. ૧૩૭૪)- આ કૃતિ મહાદેવે શકસંવત્ ૧૨૩૯માં રચી છે. દીપિકા ઇત્યાદિ– મહાદેવીસારણી ઉપર “અંચલ' ગચ્છના ભુવનરાજના શિષ્ય ધનરાજે દીપિકા વિ. સં. ૧૬૯૨માં પદ્માવતીપત્તનમાં રચી છે. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૦૩) પ્રમાણે એમણે રે ૨૯૪ ટિપ્પણ રચ્યું છે. વળી તત્ત્વસુંદરે વિવૃતિ અને કોઈકે ટીકા રચી છે. “વિવાહપટલ- આ હર્ષકીર્તિસૂરિની કૃતિ છે કે એ નામની અજૈન કૃતિ ઉપર એમની ટીકા છે ? બાલાવબોધ– ‘ખરતર' ગચ્છના સોમસુંદરના શિષ્ય અમરે વિવાહપટલ ઉપર આ બાલાવબોધ રચ્યો છે. ગ્રહલાઘવ- આ ગણેશની કૃતિ છે. ટીકા અને ટિપ્પણ-પ્રહલાઘવ ઉપર ચારિત્રસાગરના પ્રશિષ્ય અને કલ્યાણસાગરના શિષ્ય યશસ્વત્સાગરે (જસવંતસાગરે) વિ. સં. ૧૭૬૦માં ટીકા રચી છે અને રાજસોમે ટિપ્પણ રચ્યું છે. આ યશસ્વત્વસાગરે નિમ્નલિખિત કૃતિઓ રચી છે : જૈનસપ્તપદાથી (વિ. સં. ૧૭૫૭), પ્રમાણવાદાર્થ (વિ. સં. ૧૭૫૯), ભાવસપ્તતિકા (વિ. સં. ૧૭૪૦) રત્નાકરાવતારિકાની પંજિકામાંથી વાદાર્થનિરૂપણ, સ્તવનરત અને સ્યાદ્વાદમુક્તાવલી. આ ઉપરાંત એમણે વિ. સં. ૧૭૨૧માં વિચારષત્રિશિકા ઉપર અવચૂરિ રચી છે. વિશેષમાં એમણે જન્મકુંડલી ઉપર યશોરાજિરાજ-પદ્ધતિ રચી છે અને જાતે એ વિ. સં. ૧૭૬૨માં લખી છે. ૧. આ કૃતિ “વંટેશ્વર મુદ્રણાલય” તરફથી પ્રકાશિત થયેલી છે. ૨. એમની અન્ય કૃતિઓ માટે જુઓ પૃ. 180. ૩. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૦૪)માં આનો મહાદેવી તરીકે ઉલ્લેખ છે. ૪. ઉપર્યુક્ત પુસ્તકમાં ભોજરાજગણિનો ઉલ્લેખ છે. ૫. વિવાહપટલ નામની કોઈ અજ્ઞાતકર્તૃક જૈન કૃતિ હોવાનો જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૫૮)માં ઉલ્લેખ છે. ૬. આ છપાઈ છે. આનું સંપાદન મુનિ હિમાંશુવિજયે કર્યું છે. ૭. આ અમદાવાદથી ઇ. સ. ૧૯૦૯માં પ્રસિદ્ધ કરાઈ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy