SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૭ : અજૈન વ્યાકરણનાં જૈન વિવરણો : પ્રિ. આ. ૨૭૭-૨૮૦] ૧૭૩ પરિચય D 0 G C M (Vol. II, pt. 1, p. 187) માં અપાયો છે. ત્યાં કહ્યું છે કે અનિકારિકામાં ૧૧૧ પદ્યો છે. અને એ કાત– વ્યાકરણને અનુસરતાં હોય એમ જણાય છે. આ વિવરણ વિનીત અક્ષયચન્દ્રના પઠનાર્થે જલંધરમાં ક્ષમામાણિજ્યગણિએ રચ્યું છે એમ એના અંતિમ પદ્યમાં ઉલ્લેખ છે. અવચૂરિ–અનિકારિકા ઉપર બે અવચૂરિ છે. એમાંની એક મુનિ ભાવરને લખી છે. “અવચૂરિ” શબ્દ વિચારતાં આ બંને અવચૂરિના કર્તા જૈન અને તે પણ શ્વેતાંબર હોય એમ લાગે છે. આને શ્રી. અગરચંદ નાહટાએ અવસૂરિ કહી છે. ? ભૂ-ધાતુ- આના કર્તાનું નામ જાણવામાં નથી. ભૂ-ધાતુ-વૃત્તિ- આ વૃત્તિ “ખરતર' ગચ્છના ક્ષમા કલ્યાણ વિ. સં. ૧૮૨૮માં રચી છે. ભૂધાતુ-વૃત્તિ-સંગ્રહ – આના કર્તા જિનલાભસૂરિ છે. (૨) કોશ P ૨૮૦ 'અમર-કોશ- આ નામલિંગાનુશાસનના કર્તા અમરસિંહને ઘણાખરા વિદ્વાનો અજૈન-બૌદ્ધ માને છે. એથી હું એમની કૃતિ વિષે અહીં વિચાર કરું છું. એમના આ કોશનું નામ ન સાંભળ્યું હોય એવી સંસ્કૃતજ્ઞ વ્યક્તિ ભાગ્યે જ હશે. આ કોશ જે સ્વરૂપે અત્યાર સુધી મળ્યો છે તે જોતાં એમાં (૧) સ્વરાદિ, (૨) ભૂખ્યાદિ અને (૩) સામાન્ય એમ ત્રણ કાંડ છે. પ્રથમ કાંડમાં સ્વર્ગ, પાતાલ ઇત્યાદિ દસ વર્ગ છે; બીજામાં ભૂમિ વગેરે દસ વર્ગ છે; અને ત્રીજામાં વિશેષ્યનિધ્ર ઇત્યાદિ પાંચ વર્ગ છે. ક્રિયાકલાપ– વિ. સં. ૧૨૫૦ થી ૧૩૦૦ના ગાળામાં થઈ ગયેલા દિ. આશાધરે અમરકોશ ઉપર ટીકા રચી છે એમ અનગારધર્મામૃત ઉપરની એમની વૃત્તિની પ્રશસ્તિ ઉપરથી જણાય છે. પરંતુ હજી સુધી તો એ ટીકા મળી આવી નથી. આ ટીકાનું નામ ક્રિયાકલાપ છે એમ કેટલાક કહે છે, પણ એ તો આ દિ. પંડિતની અન્ય કૃતિ છે. પશંખેશ્વર-પાર્શ્વનાથ-સ્તુતિ- આ અમરકોશના આદ્ય પદ્યનાં ચાર ચરણની પૂર્તિરૂપે ચાર અને પ્રશસ્તિનું એક પદ્ય એમ પાંચ પદ્ય ક્ષમા કલ્યાણ સૂક્તરત્નાવલીમાં ગ્લો. ૧૨-૧૬ તરીકે રચ્ય તરીકે રચ્યાં છે (જુઓ ૧. આ પૈકી આદ્ય અને અંતિમ એ બે પદ્યો b c C M (Vol. II, Pt. 1, p.187) ૨. આ બેનાં અવતરણ માટે જુઓ D 0 G C M (Vol. II, pp. 1, )નાં અનુક્રમે પૃ. ૧૮૯ અને ૧૯૧. ૩. એમની વિવિધ કતિઓની નોંધ માટે જુઓ પૃ. ૨૫૮. ૪. આનાં વિવિધ પ્રકાશનો જોવાય છે. જેમકે પાંડુરંગ જાદવજી દ્વારા “નિર્ણયસાગર મુદ્રણાલય” તરફથી ઈ. સ. ૧૯૨૧માં પ્રકાશિત આઠમું સંસ્કરણ અને આ જ મુદ્રણાલય તરફથી ભટ્ટોજિ દીક્ષિતના પુત્ર ભાનુજિ દીક્ષિતે રચેલી વ્યાખ્યા સુધા યાને રામાશ્રમી નામની વૃત્તિ સહિતની મૂળ કૃતિનું ઈ. સ. ૧૯૪૪માં પ્રકાશિત છઠ્ઠ સંસ્કરણ. ૫. આ સ્તતિ અવચરિ સહિત સ્તોત્રરત્નાકર (ભા. ૨, પત્ર ૮૮આ-૮૯૮)માં છપાવાઈ છે. ૬. “વર્ણ જ્ઞાનયાસિન્થોર Tધીના ગુણ: | સેવ્યતામhયો ધીર: ! સરે વીકૃતીય '' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy