SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ (૫) સુબોધિની – ‘ખરતરમ્ ગચ્છના રૂપચન્દ્ર (રામવિજયે) વિક્રમની ૧૮મી સદીના અંત ભાગમાં આ રચી છે. P. ૨૭૮ સારસ્વત–મંડન (લ. વિ. સં. ૧૪૭૫) – આના કર્તા અલંકાર-મંડન વગેરેના રચનારા જૈન ગૃહસ્થ મંડન મંત્રી છે. એમણે આ ૧૫૦૦ શ્લોક જેવડી કૃતિ સારસ્વત વ્યાકરણને અંગે રચી છે. એની તાડપત્રીય પ્રતિ વિ. સં. ૧૫૦૪માં લખાયેલી છે અને એ પાટણના ભંડારમાં છે. ધાતુપાઠ (વિ. સં. ૧૬૬૩) – આ સારસ્વત વ્યાકરણને અંગેનો ધાતુપાઠ છે. એ ‘નાગપુરીય તપા' ગચ્છના હર્ષકીર્તિસૂરિએ વિ. સં. ૧૬૬૩માં રચ્યો છે. એના ઉપર ધાતુતરંગિણી નામની સ્વપજ્ઞ વૃત્તિ છે. વીરસ્તવ (ઉ. વિ. સં. ૧૭૮૦)- આ પાર્થચન્ટે ૧૧ પદ્યમાં રચેલો અને સારસ્વત વ્યાકરણના સંજ્ઞા' અધિકારનાં સૂત્રોનાં પદોથી અંકિત સ્તવ છે. ટીકા – આ ટીકા પૂર્ણિમા ગચ્છના ભાવપ્રભસૂરિએ રચી છે. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૧. સિદ્ધાન્તરનિકા (લ. વિ. સં. ૧૮૫૦) – આ “નાગપુરીય તપા' ગચ્છના સાગરચન્દ્રસૂરિના શિષ્ય જિનચન્દ્ર સરસ્વતી-સૂત્રોને લક્ષીને રચેલું વ્યાકરણ છે. એ જિનચન્દ્ર “ખરતર' ગચ્છના ક્ષમાકલ્યાણને ગુણસાગર-ચરિત્ર અને પૃથ્વીચન્દ્ર-ચરિત્રની રચનામાં સહાય કરી હતી. સારસ્વત-વિભ્રમની અવચૂર્ણિ—આપણે પૃ. ૮૬-૮૭માં જોઇ ગયા તેમ ૨૧ કારિકાની એક કૃતિને હૈમ-વિભ્રમ તેમજ સારસ્વત-વિભ્રમ પણ કહે છે. એ કૃતિ ઉપર “ખરતર' ગચ્છના પ્રતિભદ્રગણિના શિષ્ય ચારિત્રસિંહે ખરતર' ગચ્છના જિનમાણિજ્યસૂરિના પટ્ટધર જિનચન્દ્રસૂરિના રાજ્યમાં વિ. સં. P ૨૭૯ ૧૬૨પમાં ધોળકામાં અવચૂર્ણિ રચી છે અને એ દ્વારા વ્યાકરણવિષયક કોયડાઓનો ઉકેલ સારસ્વત વ્યાકરણનાં સૂત્રો આપી કર્યો છે. “વ' કારથી જે કેટલીક બાબતો સમજવાની છે તે બાબતો એકંદર ૧૧ કારિકરૂપે આ અવચૂર્ણિમાં અપાઈ છે અને એમાંની બે અવચૂર્ણિકારની રચના છે. વળી હૈમવિભ્રમની ગુણચન્દ્રસૂરિકત વૃત્તિવાળી આ વૃત્તિમાં “જૂથન જૂથાનિ' થી શરૂ થતું છઠ્ઠ પદ્ય છે તે આ સારસ્વતવિભ્રમમાં નથી. કોઈ કોઈ સ્થળે પાઠાંતર છે તેને લક્ષીને આ અવચૂર્ણિ રચાઈ છે. અનિ-કારિકા- આના કર્તા વિષે ખબર નથી. એને અંગે ત્રણ સ્પષ્ટીકરણો મળે છે – (૧) ટીકા – આ અજ્ઞાતકર્તૃક છે. (૨) વિવરણ – હર્ષકીર્તિસૂરિએ વિ. સં. ૧૬૬૩માં આ રચ્યું છે. (૩) વિવરણ – આના કર્તા ક્ષમામાણિક્ય છે. આ વિવરણની એક હાથપોથીનો સંક્ષિપ્ત ૧. આ સ્તવ ભાવપ્રભસૂરિકૃત ટીકા સહિત સ્તોત્રરત્નાકર (ભા. ૨, પત્ર ૬૧૮-૬૪૮)માં છપાયો છે. ૨. આ કતિ “જૈન જ્ઞાન ભંડાર સમાજ'' તરફથી વીસનગરથી વિ. સં. ૧૯૬૬માં પ્રકાશિત કરાઈ છે. વળી એ ય. જૈ. ગ્રં.”માં ઈ. સ. ૧૯૩૦માં છપાઈ છે. ૩. આ મળ કતિ સહિત “ઋ. કે. . સં.” તરફથી ઇ. સ. ૧૯૨૭માં પ્રકાશિત છે. જુઓ પૃ. ૮૬ ૪. જુઓ પત્ર ૩૬, ૩૯, ૪૧, ૪૨, ૪૩, ૪૭, ૪૯ અને ૫૦. પત્ર ૩૬માં વધારાની બે કારિકા, ૪૧મામાં બે, ૪૨મામાં બે (આ બે પદ્યો અવચેરિકારની રચના છે) અને બીજાં બધાં પત્ર ઉપર એકેક છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy