________________
પ્રકરણ ૧૭ : અજૈન વ્યાકરણનાં જૈન વિવરણો : પ્રિ. આ. ૨૬૮-૨૭૦]
૧૬૭
વિશ્રાન્તવિદ્યાધર (ઉ. વિ. સં. ૬૦૦) – આ વ્યાકરણને “જૈન' કૃતિ માની એનો પરિચય દ્વિતીય પ્રકરણ (પૃ. ૨૩-૨૪)માં મેં આપ્યો છે. જો એના પ્રણેતા વામન અજૈન જ હોય તો આ “અજૈન' કૃતિ ગણાય અને એ હિસાબે એનો ઉલ્લેખ અહીં થવો ઘટે.
ન્યાસ- મલવાદીએ આ ન્યાસ રચ્યો હતો (જુઓ પૃ. ૨૪) પણ એ હજી સુધી તો અપ્રાપ્ય છે.
"કાત– (ઉ. વિ. સં. ૩૫૦) – આ કેવળ લૌકિક સંસ્કૃતિનું ઘણું પ્રાચીન વ્યાકરણ છે. એને “કલાપક અને કૌમાર પણ કહે છે. એની રચના અષ્ટા ને આધારે નહિ પણ અન્ય કોઈ પ્રાચીન વ્યાકરણને આધારે થયેલી હોય એમ જણાય છે. એના બે ભાગ પડે છે : (૧) આખ્યાતાન્ત અને (૨) કૃદન્ત. પ્રથમ ભાગના કર્તા તરીકે શર્વવર્માનો અને બીજા ભાગના કર્તા તરીકે કાત્યાયનનો ઉલ્લેખ કરાય છે. સં. વ્યા. ૨ ૨૭૦ ઇ. (ભા. ૧, પૃ. ૪૦૪)માં એના કર્તાએ કાતત્રને મહાભાષ્ય કરતાં પ્રાચીન ગયું છે. કાત–નો થોડોક ભાગ મધ્ય એશિયામાંથી મળી આવ્યો હતો. એનો ધાતુપાઠ તિબેટી ભાષામાં આજે પણ મળે છે. કવિ ધનપાલે શોભનસ્તુતિની ટીકા (શ્લો. ૪)માં પોતાના નાના ભાઈ મુનીશ્વર શોભનને અંગે નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે :
તિન્નવોદ્વિતતત્રવેઢી" આ ઉપરથી એક સમયે કાત–નો ખૂબ પ્રચાર હશે એમ ફલિત થાય છે. એમાં લગભગ ૧૪00 સૂત્રો છે અને એ વિશેષતઃ પ્રચલિત પ્રયોગોને જ સ્પર્શે છે એથી એ લોકપ્રિય બન્યું હશે એમ લાગે છે.
કાત– ઉપર જે વૃત્તિઓ મળે છે તેમાં દુર્ગસિંહકૃત વૃત્તિ સૌથી પ્રાચીન ગણાય છે. આ વૃત્તિમાં ભારવિકૃત કિરાતાર્જુનીયમાંથી અને મયૂરકૃત સૂર્યશતકમાંથી એકેક અવતરણ અપાયું છે. એ ઉપરથી
૧. આ રૂપમાલા વૃત્તિ સહિત હીરાચંદ નેમિચંદે મુંબઈથી વિ. સં. ૧૯૫૨માં છપાવ્યું છે. ત્યાર બાદ બિહારીલાલ
કથનેરાએ ઈ. સ. ૧૯૨૭માં આ વ્યાકરણ છપાવ્યું છે. ૨, જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૭૪)માં કાતન્નના નામાંતર તરીકે કલાપનો ઉલ્લેખ છે. ૩. આને બદલે જૈ. સા. સં. ઇ. (પૃ. ૨૯૪)માં શિવશર્મા અને જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૮૩)માં
સર્વવર્મનું નામ છે. ૪. ડૉ. શામશાસ્ત્રીનો એક લેખ Mythic Journalના ઈ. સ. ૧૯૨૮ના જાન્યુઆરીના અંકમાં છપાયો છે. તેમાં
એમણે કહ્યું છે કે કાત– ઈ. સ. ની ત્રીજી સદીમાં રચાયું હોવું જોઈએ. જુઓ “જૈ. સ. પ્ર.” (વ. ૭, એ. ૧-૩, પૃ. ૮૦ ટિ.) પ. “પુરાતત્ત્વ” (૨, ૪૧૯)માં છપાયેલા લેખમાં જિનવિજયજીએ જે નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે તેમાં કાલાપક
અને કાત–ને ભિન્ન ગણ્યા છે – “ગૂજરાતમાં વ્યાકરણ-ગ્રંથોમાં પહેલું સ્થાન કાલાપકને અને બીજું સ્થાન કાત–ને મળેલું હતું. ગુજરાતમાં રચાયેલા ગ્રંથોમાં પ્રમાણરૂપે જ્યાં વ્યાકરણનાં સૂત્રો મળી આવે છે ત્યાં મોટે ભાગે આ જ બે વ્યાકરણોનાં હોય છે.” - જૈ. સા. સં. ઈ. (પૃ. ૨૯૫).
આ લેખમાં વિદ્યાનંદ વ્યાકરણનો ઉલ્લેખ છે પણ એને દિ. કૃતિ ગણી છે તો શું એ સાચી વાત છે ? ૬. જુઓ સં. વ્યા. ઈ. (ભા ૧, પૃ. ૪૦૭).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org