SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૩ : વૈદ્યકશાસ્ત્ર : પ્રિ. આ. ૨૨૮-૨૩૧] ૧૪૩ યોગ-ચિત્તામણિ વૈદ્યકસાનસંગ્રહ કિવા રવૈદ્યકસારોદ્વાર (લ. વિ. સં. ૧૬૬૦)- આના કર્તા P 30 નાગપુરીય તપા' ગચ્છના ચંદ્રકીર્તિ-સૂરિના શિષ્ય હર્ષકીતિસૂરિ છે. આ ગ્રન્થમાં ફિરંગ (syphilis)નું વર્ણન છે. એથી એ ભાવપ્રકાશ પછી રચાયાનું અનુમનાય છે. જૈ. ગ્રં. પ્રમાણે વૈદ્યસારસંગ્રહ ૧૧૦ શ્લોક જેવડો છે અને વૈદ્યકારોદ્વાર ૮00 શ્લોક જેવડો છે. જો આ હકીકત ખરી હોય તો આ બે ભિન્ન કૃતિ ગણાય. વિદ્યવલ્લભ (લ. વિ. સં. ૧૭૧૦)- આના કર્તા “હિતરુચિના શિષ્ય હસ્તરુચિ છે. એમણે આ કૃતિ આઠ અધ્યાયમાં વિભક્ત કરી છે. એમાં એમણે જવર, સ્ત્રીરોગ, કાસ, (ઉધરસ, ક્ષય વગેરે રોગો, ધાતુરોગ, અતિસારાદિ, કોઢ વગેરે, મસ્તક, કાન અને આંખના રોગો તેમજ સ્તંભન પર મુરાદિ-સાહિ ગુટિકા વગેરે વિષયો પર પ્રકાશ પાડ્યો છે. યોગ-રત્નાકર વિ. સં. ૧૭૩૬)- આ કૃતિ અંચલ ગચ્છના જ્ઞાનશેખરના શિષ્ય નયનશેખરે રે ૨૩૧ વિ. સં. ૧૭૩૬માં ગુજરાતીમાં ચોપાઇમાં રચી છે. એનું પરિમાણ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૨૨) પ્રમાણે ૯૦૦૦ શ્લોકનું છે. દ્રવ્યાવલી-નિઘંટુ- આના કર્તા મહેન્દ્ર છે. એમણે આ કૃતિ ૯૦૦ શ્લોક જેવડી રચી છે. આ નામ વિચારતાં એમ લાગે છે કે એ વનસ્પતિઓનો કોશ હશે. ૧. આ મુંબઈમાં ઈ. સ. ૧૮૬૯માં છપાવાયો છે. આ ગ્રંથનું સંપાદન પૂર્ણચન્દ્ર શર્માના ગુજરાતી રૂપાંતર સહિત મહાદેવ રામચન્દ્ર જાગુષ્ટએ ઈ. સ. ૧૮૯૮માં કર્યું હતું. એની બીજી આવૃત્તિ ઈ. સ. ૧૯૦૮માં છપાવાઈ હતી. મુળ કતિનું મરાઠી અનુવાદ સહિત સંપાદન વી. જી. સાંડેકરે ખાનાપરથી ઈ. સ. ૧૯૦૭માં ક યોગચિત્તામણિ માટે જુઓ D 0 G C M (Vol. XVI, pt. 1, Nos. 158-161) ૨.જૈ. સા. સં. ઇ. (પૃ. ૫૯૩)માં આને યોગ-ચિન્તામણિથી ભિન્ન કૃતિ ગણી છે. જ્યારે જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૬૫)માં એને અભિન્ન ગણી છે. 3. એમની અન્ય કૃતિઓ માટે જુઓ પૃ. 69 અને 127. ૪. પૂર્ણસે-તૂરભસૂરિએ આ નામની કૃતિ રચી છે. એને વૃદ્ધયોગશતક પણ કહે છે ગૌડવંશતિલકે વૃદ્ધયોગશતક રચ્યું છે. આ બંને કૃતિ અજૈન હશે એમ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૬૪)માં કહ્યું છે. તો એ વાત સાચી છે ? વૈદ્યવલ્લભ માટે જુઓ D C G C M (Vol. XVI, pt. 1. Nos. 281-283) ૫. ‘તપ’ ગચ્છના વિજયસિંહસૂરિના શિષ્ય ઉદયરુચિના શિષ્યનું નામ હિતરુચિ છે. એ જ અત્રે પ્રસ્તુત હશે. જો એમ જ હોય તો એમણે ષડાવશ્યક ઉપર વિ. સં. ૧૬૯૭માં વ્યાખ્યા રચી છે. ૬. આ નામનો ગ્રંથ મયૂરપાદ ભિક્ષુ નામના પ્રખ્યાત વૈદ્ય રચ્યો છે. યોગરત્નાકરના અંતિમ ભાગની કડી ૯૧ ૯૬ જૈન ગૂર્જર કવિઓ (ભાગ ૨, પૃ. ૩૫૧-૩૫૨)માં અને એ અંતિમ ભાગની કડી. ૮૪-૯૦ અને ૯૭૧૦૮એ પુસ્તક (ભા. ૩, ખંડ ૨, પૃ. ૧૩૨૫-૬)માં અપાઈ છે. યોગરત્નાકર નામની કોઈ અજ્ઞાતકર્તુક કૃતિ પણ છે. ઉ. માધવે દ્રવ્યાવલિ રચી છે. દ્રવ્યાવલીનિઘંટુ અને રસન્તિામણિ (આ પ્રકાશિત છે) માટે જુઓ D c G C M (Vol. XVI, p. 1)ના અનુક્રમે ક્રમાંક ૧૦૫-૧૦૯ અને ૧૯૨-૧૯૩ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy