SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ નિદાન- આના કર્તા જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૧૨) પ્રમાણે લક્ષ્મીધર છે. મંગરાજે કે મંગુવિભુએ ૨૫00 શ્લોક જેવડો કાનડીમાં રચેલો ખગેન્દ્રમણિ-દર્પણ ગ્રંથ આને આધારે યોજાયો છે. "કલ્યાણકારક (લ. વિ. સં. ૮૮૫)- આના કર્તા દિ. ઉગ્રાદિત્ય છે. એમાં ૨૫ પરિચ્છેદ છે. એ ૨૫મા પરિચ્છેદ પછી પરિશિષ્ટ-શિષ્ટાધ્યાય અને ‘હિતાહિત’ અધ્યાય છે. મધ, મદ્ય અને માંસની વાત બાજુએ રાખતાં ચિકિત્સાની બાબતમાં આ ગ્રંથ ચરકસંહિતા સાથે ઘણો મળતો આવે છે. આયુર્વેદની જેમ અહીં પણ કાયથી માંડીને વૃષ સુધીનાં આઠે અંગોનો વિસ્તારથી વિચાર P ૨૨૯ કરાયો છે. ‘હિતાહિત’ અધ્યાયમાં માંસાહારનો નિષેધ કરતું લખાણ ગદ્યમાં અપાયું છે. વિશેષમાં શલ્યમંત્રનો વિષય સારી રીતે ચર્ચાયો છે. આઠ પ્રકારનાં શસ્ત્ર-કર્મ અને એના વિધાનનું નિરૂપણ વ્યવસ્થિત સ્વરૂપે અહીં કરાયું છે. કલ્યાણકારકની રચનામાં પ્રાણાવાય નામના મહાગમનો-પૂર્વનો ઉપયોગ કર્યાનું જાતે કહ્યું છે.' પરિ- ગ્લો. ૧૮માં ‘વિદ્યા” ઉપરથી ‘વૈદ્ય' ઉદ્ભવ્યો છે એમ કહ્યું છે. આત્મોન્નતિમાં શરીર મહત્ત્વનું સ્થાન ભોગવે છે એટલે આરોગ્ય જાળવવું જરૂરી છે. પરંતુ તેમ કરવા માટે અભક્ષ્ય કે હિંસાજન્ય દ્રવ્યનું સેવન કરતાં જરૂર વિચાર કરવો ઘટે એમ જૈનાચાર્યોનું – ઉગ્રાદિત્ય વગેરેનું માનવું અને કહેવું છે. આથી તો એમણે પ્રસ્તુત કૃતિમાં મધ, મદ્ય અને માંસનું સેવન ન કરવું પડે એવી ઔષધીઓ બતાવી છે. રચનાસમય- ‘હિતાહિત” અધ્યાયના લગભગ અંતમાં જે કેટલાંક પદ્યો છે તેમાંના એકમાં કહ્યું છે કે નૃપતુંગવલ્લભ મહારાજાધિરાજની સભામાં માંસાહારના પુરસ્કર્તાઓની સમક્ષ માંસાહારની નિષ્ફળતા સિદ્ધ કરી આ જૈનેન્દ્ર વૈદ્ય વિજય મેળવ્યો. આ ઉપરથી આ કલ્યાણકારકના કર્તા અમોઘવર્ષ પહેલાના સમકાલીન હોવાનું મનાય છે. સમાનનામક કૃતિઓ- પૂજ્યપાદ અને કુમારને પણ આ નામની એકેક કૃતિ સંસ્કૃતમાં રચી છે, જ્યારે ચિત્રકવિસેને કાનડીમાં રચી છે." પરાશ્રયી કૃતિઓ– નાગાર્જુને રચેલી યોગરત્નમાલા નામની વૈદ્યકની કૃતિ ઉપર ગુણાકરસૂરિએ વિ. સં. ૧૨૯૬માં વૃત્તિ રચી છે. એવી રીતે વામ્ભક્ત અષ્ટાંગહૃદય ઉપર દિ. આશાધરે અને વરરુચિકૃત યોગશત ઉપર પૂર્ણસને વૃત્તિ રચી છે. ૧. આ કૃતિ શ્રી. વર્ધમાન પાર્શ્વનાથ શાસ્ત્રીનાં હિંદી અનુવાદ, પ્રસ્તાવના અને વનૌષધિ શબ્દાદર્શ (કોષ) સહિત “સખારામ નેમચંદ ગ્રંથમાલા”માં પુષ્પ ૧૨૯ તરીકે સોલાપુરથી ઇ. સ. ૧૯૪૦માં છપાવાઈ છે. આમાં વિસ્તૃત વિષયાનુક્રમણિકા છે. ૨. વૃષ-ચિકિત્સાથી વાજીકરણ-ચિકિત્સા સમજવાની છે. ૩. સુશ્રુતસંહિતા (સૂત્ર-સ્થાન, અ. ૫, શ્લો. ૫)માં શસ્ત્રકર્મના છેદ્ય, ભેદ્ય ઇત્યાદિ આઠ પ્રકારો દર્શાવાયા છે. ૪. જુઓ પરિ૦ ૨૫, શ્લો. ૫૪. પ. જુઓ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૭૦-૮૦). ૬. યોગરત્નમાલા માટે જુઓ D C G C M (Vol. XVI. pt. 1, Nos.170-174) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy