SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ P ૨૨૭ પ્રકરણ ૧૩ : વૈદ્યકશાસ્ત્ર વૈદ્યકશાસ્ત્રનો બોધ કરાવવા જતાં જૈન મુનિવરો અચકાયા છે, કેમકે વનસ્પતિઓનાં ઉપમર્દન વગેરે કાર્યને એઓ આરંભસમારંભના કારણરૂપ-પાપરૂપ ગણે છે. આથી આ વિષયમાં જૈન કૃતિઓ ઓછી રચાઈ હોય એમ લાગે છે. ઇતર વિષયની જૈન કૃતિઓમાં વૈદ્યકવિષયક છૂટાછવાયા ઉલ્લેખો જોવાય છે. આગમિક સાહિત્યમાંના આવા ઉલ્લેખોની એક નોંધ મેં આગમોદ્ધારકની સહાયતાથી તૈયાર કરી છે પણ તે અત્યારે તો અપ્રકાશિત છે. આવી પરિસ્થિતિમાં આ વિષયની કેટલીક કૃતિઓ હું નોંધું છું – સિદ્ધાંત-રસાયન-કલ્પ (વિક્રમની છઠ્ઠી સદી) દિ. ઉગ્રાદિત્યકૃત કલ્યાણકારકના વીસમા પરિચ્છેદ (શ્લો. ૮૬)માં સમતભદ્ર આયુર્વેદ-માંના આઠ અંગોનું પ્રતિપાદન કર્યાનો ઉલ્લેખ છે. કેટલાકને મતે આ સમંતભદ્ર સિદ્ધાંત-રસાયણ-કલ્પ નામનો વૈદ્યક-ગ્રંથ ૧૮,૦૦૦ શ્લોક જેવડો રચ્યો છે. એના છૂટાછવાયા શ્લોકો મળે છે. એ એકત્રિત કરાય તો બેથી ત્રણ હજાર જેટલા થાય. આ કૃતિમાં જૈન પારિભાષિક શબ્દોનો ઉપયોગ કરાયો છે. આવા શબ્દોના સ્પષ્ટીકરણરૂપ એક કોશ અમૃતનંદિએ રચ્યો હતો, પરંતુ તે “સપ્ત-સપ્તિ' સુધીનો જ મળે છે. P ૨૨૮ વૈદ્યક-ગ્રંથના પ્રણેતાઓ- ઉપર્યુક્ત કલ્યાણકારકના વીસમા પરિચ્છેદ (શ્લો. ૮૫)માં કહ્યું છે કે પૂજ્યપાદે શાલાક્ય(તંત્ર), પાત્રકેસરીસ્વામીએ શલ્યતંત્ર, સિદ્ધસેને વિષ અને ઉગ્ર ગ્રહની પશમનવિધિ, દશરથ, ગુરુએ કાય-ચિકિત્સા, મેઘનાદે બાલ-ચિકિત્સા અને સિંહનાદ મુનીન્દ્ર વૈદ્ય, વૃષ્ય અને ૧દિવ્યામૃતનું કથન કર્યું છે. વૈદ્યક-ગ્રંથ (પૂ. વિક્રમની છઠ્ઠી સદી) – આના કર્તા જૈનેન્દ્ર વ્યાકરણના પ્રણેતા દિ. પૂજ્યપાદ હોવાનું મનાય છે. આ વૈદ્યકગ્રંથ તે જ પૃ. ૧૭માં નોંધાયેલો વૈદ્યસાર છે. આનો સંક્ષિપ્ત પરિચય D C G C M (Vol. XVI, pt. 1, pp. 311-312)માં અપાયો છે. નાડી પરીક્ષા- આ પૂજ્યપાદની કૃતિ છે એમ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૧૦)માં ઉલ્લેખ છે. આથી બે પ્રશ્ન ઉદ્ભવે છે : (૧) શું આ ઉપર્યુક્ત પૂજ્યપાદ છે? (૨) શું આ કૃતિ ઉપર્યુક્ત વૈદ્યકગ્રંથનો ભાગ છે ? ૧. શ્રી. પી. કે. “ગોડેનો Some Notes on ths Mss. of medical works by Jain writers” નામનો લેખ The Jaina Antiquary (Vol. XIn No.1)માં છપાવાયો છે. ૨. પુષ્પાયુર્વેદમાં ૧૮૦૦૦ જાતનાં પરાગ વિનાનાં પુષ્પોનો ઉલ્લેખ છે. જુઓ કલ્યાણકારકની હિંદી પ્રસ્તાવના (પૃ. ૩૮) ૩. આ આઠ અંગો તે કાય, બાળ, ગ્રહ, ઊર્ધ્વગ, શલ્ય, દૃષ્ટા, જરા અને વૃષ એ છે. ૪. એમનો સાદર ઉલ્લેખ ગુમ્મટદેવ મુનિએ મેરુતંત્ર નામના વૈદ્યક-ગ્રંથના પ્રાયઃ પ્રત્યેક પરિચ્છેદના અંતમાં કર્યો છે. પ-૭. કલ્યાણકારકના હિંદી અનુવાદ (પૃ. ૫૫૪)માં આ ત્રણના અર્થ અનુક્રમે (૧) અગદ-તંત્ર અને ભૂતવિદ્યા, (૨) કૌમારભૃત્ય અને (૩) વાજીકરણતંત્ર અને દિવ્ય-રસાયન-તંત્ર એમ કરાયા છે. ૮. આ “જૈ. સિ. ભા.”માં કટકે કટકે છપાયો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy