SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૨ : નિમિત્ત-શાસ્ત્ર : પ્રિ. આ. ૨૨૧-૨૨૪] ૧૩૭ કાર્યની સિદ્ધિ, મેઘની વૃષ્ટિ, દેશનું સૌખ્ય, સ્થાનનું સુખ, ગ્રામાંતર, વ્યવહાર, વ્યાપાર, વ્યાજદાન, ભય, ચતુષ્પદ, સેવા, સેવક, ધારણા, બાધારુધા, પુરરોધ (નગરનો ઘેરો), કન્યાદાન, વર, જયાજય, મંત્રૌષધિ, રાજ્યની પ્રાપ્તિ, અર્થચિન્તન, સન્તાન, આગંતુક અને ગત વસ્તુ. ઉપર્યુક્ત ર૪ તીર્થકરો પૈકી દરેકના નામ ઉપર ફલાફલવિષયક છ છ ઉત્તરો છે. જેમકે રે ૨૨૩ ઋષભદેવના નામ ઉપર નીચે મુજબના ઉત્તરો છે : "शीघ्रं सफला कार्यसिद्धिर्भविष्यति; अस्मिन् व्यवहारे मध्यमं फलं दृश्यते; ग्रामान्तरे फलं नास्ति, कष्टमस्ति; भव्यं स्थानसौख्यं भविष्यति; मध्यमं देशसौख्यं भविष्यति; अल्पा मेघवृष्टिः सम्भाव्यते." ૨૪ પ્રશ્નો અને ૧૪૪ ઉત્તરો સંસ્કૃતમાં છે; બાકી પ્રશ્નો કેમ કાઢવા અને તેનું ફલાફલ કેમ જાણવું એ બાબત એ સમયની ગુજરાતી ભાષામાં દર્શાવાઈ છે અને એ ગુજરાતી લખાણથી જ આ કૃતિની શરૂઆત કરાઈ છે. એ નીચે મુજબ છે : ૐ દૂ શ્રૌં કઈ નમ:” એણિ મન્નઈ વાર ર૧ સ્થાપના પડી અથવા પૂગીફલ અભિમસ્ત્રી મૂકાવીઇ / જેહ બોલની પૃચ્છા કરઈ તેહ થકુ જિહાં થાપનાં મૂકઈ તેહના તીર્થકરની ફાર્ટિ | પૃચ્છાના બોલ ગણતાં જેહ તીર્થકરની ફાર્ટિ મૂકઈ ! તેહની તે ઓલી ગણવી | પં. શ્રીનયવિજયગણિશિષ્યગણિજસવિજયલિખિત છા ઉદય-દીપિકા (વિ. સં. ૧૭૫૨)– આના કર્તા ચન્દ્રપ્રભા વગેરે રચનારા ઉપા. મેઘવિજય છે. એમણે આ કૃતિ શ્રાવક મદનસિંહને માટે જ્યોતિષ સંબંધી પ્રશ્ન અને એના ઉત્તર રૂપે વિ. સં. ૧૭૫૨માં રચી છે. આની હાથપોથીઓ મળે છે. પ્રશ્નસુંદરી (લ. વિ. સં. ૧૭૫૫)- આના પ્રણેતા પણ ચન્દ્રપ્રભા વગેરેના કર્તા ઉપા. મેઘવિજય છે. આ દ્વારા એમણે પ્રશ્ન કાઢવાની પદ્ધતિ વર્ણવી છે. વર્ષ-પ્રબોધ યાને મેઘમહોદય (પૂ. વિ. સં. ૧૭૩૨)- આના પ્રણેતા ચન્દ્રપ્રભા વગેરેના કર્તા P ૨૨૪ ઉપા) મેઘવિજય છે. આ ગ્રંથ સર્વથા સંસ્કૃત કે જ. મ.માં નથી, પરંતુ બંનેમાં એના અંશો છે. એ તેરા અધિકારમાં વિભક્ત છે. એમાં વિવિધ વિષયો આલેખાયા છે. જેમકે ઉત્પાત, કપૂર-ચક્ર, પદ્મિની-ચક્રમંડળ, સૂર્યગ્રહણ અને ચંદ્ર ગ્રહણના ફળ, માસદીઠ વાયુનો વિચાર, વરસાદ લાવવાના અને બંધ કરવાના મંત્ર-યંત્ર, ૬૦ સંવત્સરોનાં ફળ, રાશિઓ ઉપર ગ્રહોના ઉદયનું, અસ્તનું કે વક્રીનું ફળ, અયન, માસ, પક્ષ અને દિવસનો વિચાર, સંક્રાંતિનું ફળ, વર્ષના રાજા અને મંત્રી વગેરે, વરસાદનો ગર્ભ, વિશ્વા, આયવ્યય, સર્વતોભદ્ર-ચક્ર અને વરસાદ જણાવનાર શુકન. રચનાસમય-ઠાણ સાથે સંબંધ ધરાવનારો આ ગ્રંથ ક્યારે રચાયો તેનો ગ્રંથકારે સ્પષ્ટ ઉલ્લેખ ૧. આ કૃતિ મેઘમહોદય-વર્ષપ્રબોધ એ નામથી પં. ભગવાનદાસ જૈને જયપુરથી હિન્દી અનુવાદ સહિત ઈ.સ. ૧૯૨૬માં પ્રસિદ્ધ કરી છે. આનો હિન્દી અનુવાદ એમણે કર્યો છે. એવી રીતે આનો ગુજરાતી અનુવાદ પોપટલાલ સાકરચંદ શાહ તરફથી પ્રકાશિત થયો છે. આ બીજી આવૃત્તિનું નામ વર્ષપ્રબોધ અને અષ્ટાંગ નિમિત્ત છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy