SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ આયજ્ઞાનતિલક (ઉં. વિ. સં. ૧૪૪૧)- આ નિમિત્તશાસ્ત્રની ૭૫૦ પદ્યની કૃતિના રચનાર વાસરિભટ્ટ છે. એઓ દામનંદિના શિષ્ય થાય છે. એમણે અણહિગલવાડમાં રચેલી આ કૃતિની એક હાથપોથી વિ. સં. ૧૪૪૧માં લખાયેલી મળે છે.આ કૃતિ પચ્ચીસ પ્રકરણોમાં વિભક્ત છે. સ્વપજ્ઞ ટીકા- આ ૧૨૦૦ શ્લોક જેવડી છે. આયતત્ત્વરાજવલ્લભ- આ રાજવલ્લભની કૃતિ છે. શું એ નિમિત્તશાસ્ત્રને લગતી છે ? આયપ્રશ્ન- આની નોંધ જૈ. ગ્રં. (પૃ. ૩૪૬)માં છે. આયસર્ભાવ- આ ૧૯૫ શ્લોક જેવડી અજ્ઞાતકર્તુક કૃતિ છે. વૃત્તિ- આ ૧૬૦૦ શ્લોક જેવડી છે. ફલાફલવિષયક પ્રશ્નપત્ર (લ. વિ. સં. ૧૭૩૦)- આ ન્યાયવિશારદ ન્યાયાચાર્ય યશોવિજયગણિની કૃતિ હોય એમ લાગે છે. એમાં ચાર ચક્ર છે અને દરેકમાં સાત સાત કોઠા (કોષ્ટકો) છે. વચલા કોઠામાં % Ø ગર્ણ નમ:' એવું લખાણ છે. આસપાસના છ છ કોષ્ટકો ગણતાં એકંદર ૨૪ કોષ્ટકો છે અને તે અનુક્રમે ઋષભદેવથી માંડીને મહાવીરસ્વામી સુધીના ૨૪ તીર્થકરોનાં નામથી અંકિત છે એટલે P ૨૨૨ કે એ એકેક કોષ્ટક ઉપર એકેક તીર્થકરનું નામ છે. આસપાસનાં ૨૪ કોષ્ટકો નિમ્નલિખિત ૨૪ પ્રશ્નો ૨૪ બાબતની પૃચ્છા રજૂ કરે છે :૧. આ કૃતિની એક હાથપોથી યશોવિજયગણિના હસ્તાક્ષરવાળી મળે છે. એથી એઓ જ કર્તા હોવાનું મનાય છે. એ હાથપોથીમાં એક જ પત્ર છે. એની પહેલી પૂઠીમાં સાત સાત કોઠા (કોષ્ટક)વાળાં ચાર ચક્રો છે અને ઋષભદેવથી સુવિધિનાથ સુધીના નવ તીર્થંકરોનાં નામથી અંકિત છ છ ફલાદેશ અપાયા છે જ્યારે બીજી પૂઠીમાં બાકીના ફલાદેશ છે. પહેલી પૂઠીની પ્રતિકૃતિ સહિત સંપૂર્ણ કૃતિ “જૈ. સા. સં.” (ખંડ ૩, અ. ૨, પૃ. ૧૬૨-૧૬૫)માં વિ. સં. ૧૯૮૩માં પ્રકાશિત કરાઈ છે. ઉપર્યુક્ત પ્રતિકૃતિ પૃ. ૧૬૧ની સામે અપાઈ છે. ૨. પ્રથમ ચક્રનાં સાત કોષ્ટકો નીચે મુજબ છે : श्रीऋषभ कार्यसिद्धि श्रीपद्मप्रभ व्यवहार पृच्छा पृच्छा मेघवृष्टि श्रीअजित ॐ ह्रीँ श्री अहँ नमः श्रीसुमतिनाथ ग्रामांतर पृच्छा पृच्छा देशसौख्य lak રૂ श्रीसंभव EXE+]Eદાક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy