SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ રમલ-શાસ્ત્ર રમલ-શાસ્ત્ર (લ. વિ. સં. ૧૭૩૫)- આના કર્તા ચન્દ્રપ્રભા વગેરેના પ્રણેતા ઉપા. મેઘવિજય છે. એમણે મેઘમહોદયમાં આ કૃતિનો ઉલ્લેખ કર્યો છે. એમણે આ કૃતિ પોતાના શિષ્ય મેરુવિજય માટે સંસ્કૃતમાં રચી છે. આની કોઈ હાથપોથી હજી સુધી તો મળી આવી નથી પાસા ફેંકી ભવિષ્ય જોવાની ૨૨૦ વિદ્યાને 'રમલ (ળ)' કહે છે અને એના જાણકારને ‘રમલી(ળી)' કહે છે. ભોજસાગરે તેમજ વિજયદેવે પણ એકેક રમલ-શાસ્ત્ર રચ્યું છે.” પાશક-કેવલી- આના કર્તા ગર્ગાચાર્ય છે. “જે. સિ. ભા.” (ભા. ૧૨, કિ. ૨, પૃ. ૨૪)માં આના અંતમાંનાં બે પદ્યો અપાયાં છે. શું સમગ્ર કૃતિ સંસ્કૃતમાં છે ? પાશક કેવલી– આના કર્તા સકલકીર્તિ છે. અંગ-વિદ્યા અંગચેષ્ટાવિદ્યા- આ શરીરનાં અવયવોની હિલચાલ ઉપરથી અને અંગોના ફુરણ (ફરકવા) ઉપરથી ભવિષ્ય ભાખવાનો બોધ કરાવનારી કૃતિ હશે. અંગફુરણ વિચાર કર્યું અંગ ફરકે છે એ ઉપરથી બનનાર બનાવનો નિર્દેશ આ કૃતિમાં કરાયો હશે. પ્રશ્નવિચાર ચૂડામણિ ઇત્યાદિ– પણહાવાગરણ (પ્રશ્નવ્યાકરણ) એ જ. મ.માં રચાયેલી લગભગ ૪૫૦ ગાથાની કૃતિ છે. એમાં પ્રશ્ન પૂછનારના મુખમાંથી નીકળેલા પ્રશ્નાક્ષરો ઉપરથી શુભાશુભ ફળનો નિર્ણય કરવાની સમજણ અપાઈ છે. એની એક તાડપત્રીય પ્રતિ પાટણના ભંડારમાં છે અને એના અંતમાં લીલાવતી નામની એક પ્રાચીન પાઇય વૃત્તિનો ભાગ જળવાઈ રહ્યો છે. P ૨૨૧ વૃત્તિઓ- પહાવાગરણ ઉપર ત્રણ વૃત્તિઓ છે : (૧) ચૂડામણિ– આ ૨૩૦૦ શ્લોક જેવડી કૃતિ છે. (૨) લીલાવતી. (૩) દર્શન-જ્યોતિવૃત્તિ- આને પ્રશ્નવ્યાકરણ જ્યોતિવૃત્તિ પણ કહે છે. ચન્દ્રોન્મીલન- આનો વિષય ચૂડામણિને લગતો છે. એ પહાવાગરણને આધારે રચાયેલી કૃતિ છે." ટીકા- આના ઉપર કોઈકની ટીકા છે. ૧. આનો બીજો અર્થ ‘પાંચ ધાતુના પાસા' એવો થાય છે. ૨. આવો ઉલ્લેખ શ્રી અગરચંદ નાહટાએ “ઉતરતાવ યંત્ર સંબંધી પક્ષ મહત્ત્વપૂર્ણ જૈન ગ્રન્થ'' નામના લેખ (પૃ. ૧૧૯)માં કર્યો છે. આ લેખ “જૈ. સિ. ભા.” (ભા. ૧૮, કિ. ૨, પૃ. ૧૧૯-૧૨૬)માં છપાવાયો છે. ૩. જૈ. ગ્રં. (પૃ. ૩૫૫)માં માતૃકા-કેવલી નામની એક સંસ્કૃત કૃતિનો ઉલ્લેખ છે. ૪. આના પરિચય માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૧૬૯-૧૭૦). પ. જુઓ પત્તન.સૂચી (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૫૫). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy