SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૨ : નિમિત્ત-શાસ્ત્ર : [પ્ર. આ. ૨૧૧-૨૧૪] ૧૨૯ ચોથો અધિકાર સ્ત્રીઓને લગતો છે. એમાં એનાં વિવિધ અવયવાદિનું નિરૂપણ છે. પાંચમા અધિકારમાં સ્ત્રીનાં વ્યંજન (તલ, મશક યાને મસો, લાંછન ઇત્યાદિ), સ્ત્રીની દેવાદિ બાર પ્રકૃતિ–પદ્મિની વગેરેનાં લક્ષણ ઇત્યાદિ બાબતો રજૂ કરાઈ છે. અંતમાં દસ પદ્યોની પ્રશસ્તિ છે. આ પ્રશસ્તિ જગદેવે રચી હોય એમ લાગે છે. હસ્તસંજીવનમાં આ સામુદ્રિક-તિલકમાંથી અવતરણો અપાયાં છે. સામુદ્રિક-શાસ્ત્ર - આ અજ્ઞાતકર્તક કૃતિ ત્રણ અધ્યાયમાં વિભક્ત છે. એમાં અનુક્રમે ૨૪, ૧૨૭ અને ૧૨૧ પદ્યો છે. પ્રારંભમાં આદિનાથને નમસ્કાર કરી પુરુષ અને સ્ત્રીનું સામુદ્રિક કહીશ એવી ? ૨૧૩ પ્રતિજ્ઞા કરાઈ છે. પ્રથમ અધ્યાયમાં ૩૨ લક્ષણો, નેત્ર વગેરેનું વર્ણન અને હાથની રેખા ઇત્યાદિ બાબતો રજૂ કરાઈ છે. બીજા અધ્યાયમાં શરીરનાં અવયવોનાં લક્ષણો અપાયાં છે. ત્રીજા અધ્યાયમાં સ્ત્રીઓનાં લક્ષણો રજૂ કરાયાં છે. કેવી કન્યા પસંદ કરવી એ વિષયથી શરૂઆત કરાઈ છે અને અંતમાં પદ્મિની વગેરેનું સ્વરૂપ આલેખાયું છે. વાયડ' ગચ્છના જિનદત્તસૂરિએ રચેલા વિવેકવિલાસમાંના કેટલાક શ્લોકો આ સામુદ્રિકશાસ્ત્રમાંના શ્લોકો સાથે સામ્ય ધરાવે છે. આથી એકે બીજામાંથી એ ઉદ્ધત કર્યા હશે અથવા તો બંનેએ કોઈ અન્ય ગ્રંથમાંથી એ લીધા હશે એમ ફલિત થાય છે. પત્તન.સૂચી (ભા. ૧, પૃ. ૮૧ ને ૧૭૧)માં જે જૈન સામુદ્રિકશાસ્ત્રનો ઉલ્લેખ છે તે આ પ્રસ્તુત કૃતિ છે કે કેમ તેનો નિર્ણય કરવો બાકી રહે છે. હસ્તકાંડ- આના કર્તા શ્રીચન્દ્રસૂરિ કે ચન્દ્રસૂરિના શિષ્ય પાર્થચન્દ્ર છે. આ સો પદ્યની કૃતિના પ્રારંભમાં વર્ધમાનસ્વામીને નમસ્કાર કરીને સર્વશે કહેલું અને પોતે અનુભવેલું એવું જ્ઞાન રજૂ કરવાની ગ્રંથકાર પ્રતિજ્ઞા કરે છે. ત્યાર પછી ‘ઉત્તર અને અધર' સંબંધી પરિભાષાની સમજણ અપાઈ છે. ત્યાર બાદ લાભ અને હાનિ, સુખ અને દુઃખ, જીવિત અને મરણ, જય અને પરાજય, ભૂભંગ (જમીન અને છત્રનું પતન), મનોગત વિચારો, વર્ણનો ધર્મ, સંન્યાસી વગેરેનો ધર્મ, દિશા, દિવસ વગેરેનો કાલનિર્ણય, અર્ધકાંડ, ગર્ભમાં રહેલા અપત્યનો નિર્ણય, ગમનાગમન, વૃષ્ટિ અને શલ્યોદ્ધાર એ બાબતોને લગતા પ્રશ્નો P ૨૧૪ વિચારાયા છે. આના સંતુલન માટે અર્ધચૂડામણિસાર તેમજ ચન્દ્રોનીલન જોવાં ઘટે. ૧. આ ગુજરાતી અનુવાદ સહિત સારાભાઈ નવાબ દ્વારા પ્રકાશિત છે. ૨. ગુણચન્દ્રમણિએ (દેવભદ્રસૂરિએ) વિ. સં. ૧૧૩૯માં રચેલા મહાકાવ્ય મહાવીર-ચરિયમાં જે સમુદ્ર-સત્યનો ઉલ્લેખ છે તે જ શું આ કૃતિ છે ? ૩. આ ગુજરાતી અનુવાદ સહિત સારાભાઈ નવાબ દ્વારા મુદ્રિત છે. ૪. ૯૦મું અને ૯૧મું પદ્ય પાઇયમાં છે. એનો અનુવાદ અપાયો નથી પણ એ ચોરને લગતો વિચાર રજૂ કરે છે એમ કહ્યું છે, પરંતુ પ્રારંભમાં જે વિષયો ગણાવાયા છે તેમાં તો આ વિષય જણાતો નથી. ૫. ચીજ મોંઘી (મહાઈક) થશે કે સસ્તી (સ્વર્ધક) એ બાબત એટલે તેજી કે મંદી થશે એ વાત અહીં વિચારાઈ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy