SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ (૧) તિથિ, (૨) વાર, (૩) નક્ષત્ર, (૪) (સિદ્ધિ વગેરે) યોગ, (૫) રાશિ, (૬) ગોચર, (૭) (વિદ્યારંભ વગેરે) કાર્ય, (૮) ગમ (યાત્રા), (૯) (ઘર વગેરેનું) વાસ્તુ, (૧૦) વિલગ્ન અને (૧૧) મિશ્ર. મતભેદ– વારોની માન્યતામાં, નક્ષત્રોમાંના તારાઓની સંખ્યામાં તેમજ યાત્રાદિના પ્રસંગે જોવાનાં દિગ્ગારક નક્ષત્રોમાં એમ કેટલીક બાબતોમાં આ કૃતિ સૂરપણત્તિ અને દિનશુદ્ધિથી ભિન્ન મત દર્શાવે છે. સુધીશંગાર- આ આરંભસિદ્ધિનું સંસ્કૃતમાં રચાયેલું વાર્તિક છે. એની રચના રત્નશેખરસૂરિના શિષ્ય હેમહંસગણિએ વિ.સં. ૧૫૧૪માં “આશાપલ્લી'માં કરી છે. એમાં એમણે અનેક ગ્રંથોનો ઉપયોગ કર્યો છે. - ૨૦૮ 'જ્યોતિઃસાર યાને નારચન્દ્ર-જ્યોતિસાર (લ. વિ. સં. ૧૨૮૦)- આ ૨૫૭ પદ્યોની કૃતિના કર્તા પ્રાકૃતિદીપિકા રચનારા નરચન્દ્રસૂરિ છે. એઓ “માલધારી’ ગચ્છના દેવપ્રભસૂરિના શિષ્ય થાય છે. એમણે ચતુર્વિશતિ-જિનસ્તોત્ર રચ્યું છે. વળી એમણે અનર્થરાઘવ ઉપર તેમજ ન્યાયકંદલી ઉપર ટિપ્પણ રચ્યાં છે. આ ઉપરાંત એમણે પોતાના ગુરુએ રચેલા પાંડવચરિત્રનું અને ઉદયપ્રભસૂરિએ રચેલા ધર્માલ્યુદય કાવ્યનું સંશોધન કર્યું છે. એમના સંતાનીય રાજશેખરસૂરિએ ન્યાયકંદલીની પંજિકામાં ઉપર્યુક્ત બે ટિપ્પણ તેમજ જ્યોતિસાર (પ્રસ્તુત કૃતિ) અને પ્રાકૃતદીપિકા એમ ચાર કૃતિનો ઉલ્લેખ કર્યો છે. આ નરચન્દ્રસૂરિએ વસ્તુપાલની પ્રશસ્તિરૂપે વિ. સં. ૧૨૮૮માં રચેલા પદ્યો ગિરનાર ઉપરના શિલાલેખમાં મોજુદ છે. આ સૂરિના આદેશથી ગુણવલ્લભે વિ. સં. ૧૨૭૧માં વ્યાકરણચતુષ્કાવચૂરિ રચી હતી. ટિપ્પણ-જ્યોતિષની ઉપર્યુક્ત કૃતિ ઉપર સાગરચન્દ્ર ૧૩૩૫ શ્લોક જેવડું ટિપ્પણ રચ્યું છે. રૈલોક્યપ્રકાશ, મૈલોક્યદીપક, નવ્યતાજિક, ભુવનદીપક યાને મેઘમાલા (વિ. સં. ૧૩૦૫) – જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૧૬૫) પ્રમાણે આ નામાંતરો છે. આ ગ્રંથના કર્તા દેવેન્દ્રસૂરિના શિષ્ય હેમપ્રભસૂરિ છે. એમણે આ ૧૨૫૦ શ્લોક જેવી કૃતિ વિ. સં. ૧૩૦૫માં રચી છે. P ૨૦૯ જન્મસમુદ્ર યાને જન્મભોધિ (વિ. સં. ૧૩૨૩)- આના કર્તા ઉપા. નરચન્દ્ર છે. એ ‘કાસદ્રહ’ ગચ્છના ઉદ્યોતનસૂરિના શિષ્ય સિંહસૂરિના શિષ્ય થાય છે. બેડા-જન્મસમુદ્રના ઉપર કર્તાએ જાતે વૃત્તિ રચી છે. એને ‘બેડા' વૃત્તિ કહે છે. પ્રશ્રશતક (વિ. સં. ૧૩૨૪)- આ કૃતિ પણ ઉપર્યુક્ત ઉપા. નરચન્દ્ર રચી છે અને એને એમણે સ્વોપજ્ઞ અવચૂર્ણિથી અલંકૃત કરી છે. ૧. આ કતિ પં. ક્ષમાવિજયગણિ દ્વારા ઈ. સ. ૧૯૩૮માં પ્રકાશિત કરાઈ છે. ૨. આ નામની બીજી પણ બે કૃતિઓ છે. જુઓ પૃ. ૨૦૯. ૩. આ કૃતિ ભીમસી માણેકે પ્રસિદ્ધ કરી છે. અન્ય સ્થળેથી પણ એ પ્રકાશિત કરાઈ છે. ૪. આ નામની હેમપ્રભસૂરિની વિશ્વરચના સંબંધીની કૃતિ છે. એનું સંપાદન શ્રી. રામસરૂપ શર્માએ કયુ છે અને ડૉ. બનારસીદાસે એ કૃતિના વિષય ઉપર પ્રકાશ પાડનારી અંગ્રેજીમાં પ્રસ્તાવના લખી છે. જુઓ The Jaina Antiquary (Vol. XVII, No. 2)માં છપાયેલું ડૉ. એ. એમ. ઘાટગેનું ભાષણ. ૫. જૈ. સા. સં. ઇ. (પૃ. ૪૧૩)માં રચના-સમય તરીકે ‘ત્રિનયના ઘોષેત્ર'નો ઉલ્લેખ છે અને એનો અર્થ ૧૩૨૩ હોય એમ લાગે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy