SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ પ્રશ્નપ્રકાશ એ જ્યોતિશાસ્ત્રનો ગ્રંથ છે એમ પ્ર. ચ. ($ ૫, ૧ગ્લો. ૩૪૭)માં કહ્યું છે. પ્રશ્ન ઉપરથી મૂળ ફળ કહેવાની બાબત આ ગ્રંથમાં વર્ણવાઈ હશે એમ એનું નામ જોતાં જણાય છે. હજી સુધી તો આ ગ્રંથ કોઈ સ્થળેથી મળી આવ્યો નથી. કાલ-જ્ઞાન (લ. વિ સં. ૧૭૫)- આ ઉપર્યુક્ત પાદલિપ્તસૂરિની કૃતિ છે. એ જયોતિષની હશે. એ પણ હજી સુધી તો અપ્રાપ્ય છે. પ્રશ્નપ્રકાશ અને કાલજ્ઞાન એ બે ગ્રંથો કઈ ભાષામાં છે - સંસ્કૃતમાં છે કે નહિ તેનો નિર્ણય કરવા માટે મારી પાસે કોઈ સાધન નથી એટલે મેં એની અહીં નોંધ લીધી છે. ૨૦૫ ઋષિપુત્રની કૃતિ (ઉ. વિ. સં. ૧000- ‘ઋષિપુત્રએ ગર્ગાચાર્યના પુત્ર કે શિષ્ય કે બંને થતા હોય એમ લાગે છે. એમણે નિમિત્તશાસ્ત્રને અંગે કૃતિઓ રચી છે. તેમાં એકાદ સંસ્કૃતમાં પણ હશે એમ મનાય છે. કેટલાકને મતે એમનો સમય દેવલની પછી અને વરાહમિહિરની પહેલાંનો છે. ભટ્ટોપલી ટીકામાં ઋષિપુત્રને અંગે ઉલ્લેખ છે એટલે એ શકસંવત્ ૮૮૮થી પહેલાંના છે એ વાત તો નિર્વિવાદ છે. જ્યોતિજ્ઞનવિધિ- આના કર્તા શ્રીધરાચાર્ય છે અને એમણે ગણિતસાર નામની કૃતિ રચી છે. આની “કન્નડ લિપિમાં લખાયેલી નવ પત્રની તાડપત્રીય હાથપોથીની નોંધ ક. તા. ગ્રં. (પૃ. ૨૪૨)માં છે. આ કૃતિનું મંગલાચરણ નીચે મુજબ અહીં અપાયું છે – "प्रणिपत्य वर्धमानं स्फुटकेवलदृष्टतत्त्वमीशानम् । ज्योतिर्ज्ञानविधानं वक्ष्ये स्वाम्भुवं सम्यक्' આ કૃતિમાં પરિણામન-વિધિના સંકેત મળે છે. વિશેષમાં આ કૃતિમાં ચરકરણ અને સ્થિર કરણની સમજણ અપાઈ છે." “ભુવનદીપક યાને ગ્રહભાવપ્રકાશ (વિ. સં. ૧૨૨૧ ?૭)- આના કર્તા ‘વાદી’ દેવસૂરિના શિષ્ય પદ્મપ્રભસૂરિ છે. એઓ નાગપુરીય ‘તપા' ગચ્છના સ્થાપક છે. એમણે આ ગ્રંથ વિ. સં. ૧૨૨૧-(?)માં રચ્યો છે. એમાં એમણે કયો ગ્રહ ક્યારે કેવો ભાવ ભજવે એ હકીકત દર્શાવી છે. ભુવનદીપક ઉપર નીચે મુજબનું વિવરણાત્મક સાહિત્ય છે :૧. આ શ્લોકમાં સિદ્ધાદેશનો જે ઉલ્લેખ છે તેને કેટલાક ગ્રંથ ગણે છે. ૨. એમના પરિચયાર્થે જુઓ પા. ભા. સા. (પૃ. ૧૬૯). ૩. જુઓ “જૈ. સિ. ભા.” (ભા. ૧૮, કિ. ૨). ૪. પ્રતિભાગણિતમાં ગ્રહનાં વૃત્તોના પરિણામનું નિરૂપણ છે. પ. આને લગતાં સં. પદ્યો છે. પ્ર. ચૂ.ની હિન્દી પ્રસ્તાવના (પૃ. ૧૧)માં છે. ૬. હિંદી અનુવાદ સહિત જે ભુવનદીપક “વેંકટેશ્વર મુદ્રણાલય” તરફથી પ્રકાશિત થયેલ છે તે આ જ છે ? ૭. આમ પ્રશ્નાર્થક ઉલ્લેખ જૈ. સા. સં. ઈ. (પૃ. ૨૭૯)માં છે જ્યારે જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૯૭)માં પ્રશ્નચિહ્નવિનાનો ઉલ્લેખ છે. ૮. વિ. સં. ૧૨૯૪માં મુનિસુવ્રતચરિત્ર રચનારાનું નામ પણ પદ્મપ્રભસૂરિ છે. ૯. જુઓ ‘નાગોરી તપા' ગચ્છની પટ્ટાવલી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy