________________
પ્રકરણ ૧૦ : સ્થાપત્ય અને મુદ્રાશાસ્ત્ર : પ્રિ. આ. ૧૯૩-૧૯૪]
૧૧૭
આ પ્રમાણેની મહામૂલ્ય સામગ્રી હોવા છતાં સ્થાપત્ય સંબંધી જૈન કૃતિઓ આંગળીને વેઢે ગણાય એટલી ઓછી સંખ્યામાં જોવાય છે. 'ઠક્કર ફેરુએ વિ. સં. ૧૩૭રમાં રચેલું વસ્યુસારપયરણ પાઇયમાં છે. આનો પરિચય મેં પા. ભા. સા. (પૃ. ૧૮૫)માં આપ્યો છે.
શિલ્પ-શાસ્ત્ર- આ નામની એક કૃતિ ભટ્ટારક એકસંધિએ રચી છે એમ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૮૩)માં નોંધ છે, અને એના આધાર તરીકે રાઇસ (Rice) દ્વારા તૈયાર કરાયેલા અને ઇ. સ. ૧૮૮૪માં બેંગલોરથી પ્રસિદ્ધ કરાયેલા A Catalogue of Sanskrit Manuscripts in Mysore and Koorg (પૃ. ૩૧૬)નો ઉલ્લેખ કરાયો છે.
મુદ્રાશાસ્ત્ર-સિક્કાઓનું પણ શાસ્ત્ર છે. એને “મુદ્રાશાસ્ત્ર' કહે છે. ઉપર્યુક્ત ઠક્કર ફેરુએ ૧૪૯ ગાથામાં કુતુબુદીન તઘલખના રાજયમાં વિ. સં. ૧૩૭૫માં ભારતીય સિક્કાઓ વિષે ‘દવ્યપરિખા (દ્રવ્ય પરીક્ષા)માં વિચાર કર્યો છે. મુદ્રાશાસ્ત્રની પ્રવેશિકાની ગરજ સારનારી આ કૃતિમાં ૨૦૦ ઉપર સિક્કાઓનું વર્ણન છે. આવી કોઈ સંસ્કૃત કૃતિ કોઈ જૈને રચી છે ખરી ?
| [“આણંદજી કલ્યાણજી પેઢી” તથા “શારદાબેન ચી. એ. પી. સેંટર’’ અમદાવાદ દ્વારા તીર્થના પરિચય આપતાં કેટલાંક પુસ્તકો બહાર પડ્યા છે. એમાં તે તે તીર્થના જિનાલયોની શિલ્પસમૃદ્ધિ દર્શાવતાં ચિત્રો (ફોટોગ્રાફ્સ) છપાયાં છે.]
[નોડા પાર્શ્વનાથ તીર્થ– સંપા. વિનયસાગર, “આરાસણ અપ૨નામ કુંભારિયાજી તીર્થ” લે. મુનિ વિશાલવિજય. પ્રકા. યશોવિજય ગ્રંથમાળા. ]
[Osiaji Mahavir Temple" By Rabindra Vasavada us1. ALALGUS EGUALLS વિદ્યામંદિર, અમદાવાદ.]
Vidhatri vora, Catalogue of Gujarati, Mss in the Muniraj ShreePunya vijayaji's collection. L. D. series No. 71. Ahmedabad-1978. A. D.
Catalogue of Palm-Leaf, Mss in the shanti Natha Jaina Bhandar-cambay, Part I, II, Ed. Muni shree punya vijayaji, G.O.S. NO. 139, 149, Baroda 1962-66 A.D.
Catalogue of Sanskrit and prakrit, Mss : Muni Shree punya Vijayaji's collection, part-I-III Acarya vijayadeva Suris and Acarya Khantisurie's collection, part IV, Ed- A. P. Shah, Ahmedabad 1963-68 A.D.
૧. એમના વિષેનો તેમજ એમની કૃતિઓ વિષેનો એક લેખ નામે “દ્રવ્ય પરીક્ષા” મુનિશ્રી કાંતિસાગરજીએ લખ્યો
છે અને એ “વિશાલભારત” (ભાગ ૩૯, અંક ૧, પૃ. ૧૧-૧૪)માં છપાયો છે. “ધંધકળશ' કુળના ચન્દ્ર એ ઠક્કર ફેરુના પિતા થાય અને ચંદા એમની માતા થાય. ૨. આના પરિચય માટે જુઓ ઉપર્યુક્ત લેખ તેમજ “જૈ. સ. પ્ર.” (વ. ૨૧, અં. ૪, ૫, અને ૮)માં એ જ મુનિનો
ત્રણ કટકે છપાયેલો લેખ નામે “ઠક્કર ફેરુરચિત મુદ્રાશાસ્ત્રનો અદ્વિતીય જૈન ગ્રંથ.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org