SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ P ૧૯૩ પ્રકરણ ૧૦ : સ્થાપત્ય અને મુદ્રાશાસ્ત્ર કળાના વિવિધ પ્રકારો છે. એમાંનો એક પ્રકાર તે શિલ્પ-કળા છે. બાંધકામની વિદ્યાને “શિલ્પવિદ્યા” અને એનું નિરૂપણ કરનાર ગ્રંથને ‘શિલ્પ-શાસ્ત્ર' કહે છે. શિલ્પ-શાસ્ત્રનું બીજું નામ “સ્થાપત્ય છે. સ્થાપત્યનો અર્થ ઇમારત, બાંધકામ એમ પણ કરાય છે. પ્રસ્તુતમાં પ્રથમ અર્થ અભિપ્રેત છે. આબુ, રાણકપુર, શત્રુંજય વગેરે જૈન તીર્થસ્થળોમાં આવેલાં ભવ્ય મંદિરો જૈન સ્થાપત્યના ઉત્તમ નમૂના પૂરા પાડે છે. આ પૈકી પ્રથમ ગ્રંથ જેઈમ્સ ફર્ગ્યુસને રચ્યો છે અને એના બંને ભાગ ઈ. સ. ૧૯૧૦માં પ્રકાશિત થયા છે. બીજો ગ્રંથ ઈ. બી. હાવલે (Havell)ની રચના છે. એની બીજી આવૃત્તિ ઈ. સ. ૧૯૨૭માં છપાઈ છે. ફર્ગ્યુસનના ગ્રંથમાં જૈન સ્થાપત્ય વિષે જેટલું લખાણ છે તેના પ્રમાણમાં હાલના ગ્રંથમાં બહુ જ થોડું લખાણ છે. પૃ. ૧૯૩ ટિ. ર થોડા વખત ઉપર ડૉ. ઉમાકાંત પ્રેમાનંદ શાહનું Studies in Jaina Art નામનું પુસ્તક (પૃ. ૮+૧૬૬) ૩૬ પ્લેઇટમાં ૮૯ ચિત્રો સહિત “જૈન કલ્ચરલ રીસર્ચ સોસાયટી” તરફથી બનારસથી પ્રસિદ્ધ થયું છે ખરું પણ એ મારા જોવામાં આવ્યું નથી. ધાર્મિક તેમજ નાગરિક એમ ઉભય પ્રકારની શિલ્પકળાની સામગ્રી રાયપૂસણઇજ્જ તેમજ કમ્પનું ભાસ પૂરી પાડે છે. રાય.માં સૂર્યાભદેવે રચાયેલા વિમાનનું ઝીણવટભર્યું વર્ણન છે. એ ઉપરથી એક નવ્ય અને ભવ્ય પ્રાસાદ ઊભો થઈ શકે. વિશેષમાં આ વર્ણન સ્થાપત્યને અંગેના કેટલાક પારિભાષિક શબ્દો પણ પૂરા પાડે છે. વળી સમવસરણને લગતી જે હકીકત આગમિક તેમજ અનાગમિક સાહિત્યમાં મળે છે તે પણ સ્થાપત્યનો વિષય બની શકે તેમ છે. ભિન્ન ભિન્ન પ્રકારનાં નગરોનું તેમજ ગૃહનિર્માણકળા અને P ૧૯૪ શિલ્પકળાનું વિસ્તૃત વર્ણન જૈન સાહિત્યમાં મળે છે, ડૉ. મોતીચન્દ્ર “નૈનાએTH ઔર સ્થાપત્ય'' નામનો એક લેખ લખ્યો છે. ૧. સ્વ. હિમાંશુવિજયે “શિલ્પના બે જૈન ગ્રંથો” નામનો લેખ લખ્યો છે અને એ “બુદ્ધિપ્રકાશ” (પૃ. ૮૭, અં. ૧, પૃ. ૨૨-૨૯)માં છપાયો છે. [૫. કલ્યાણવિજયજી રચિત કલ્યાણકલિકા ભા. ૧માંશિલ્પશાસ્ત્રના અનેક ગ્રંથોનું દોહન છે. આની બીજી આવૃત્તિ પ્રગટ થઈ છે] ૨. આપણા દેશના સ્થાપત્ય વિષે અંગ્રેજીમાં બે મહત્ત્વના ગ્રંથ છે : (24) History of Indian and Eastern Architecture. (241) Indian Architecture. 241 Us પ્રથમ ગ્રંથ જેઈમ્સ ફર્ગ્યુસને રચ્યો છે અને એના બંને ભાગ ઇ.સ. ૧૯૧૦માં પ્રકાશિત થયા છે. બીજો ગ્રંથ ઇ. બી. હાવેલ (Havell)ની રચના છે. એની બીજી આવૃત્તિ ઇ. સ. ૧૯૨૭માં છપાઇ છે. ફર્ગ્યુસનના ગ્રંથમાં જૈન સ્થાપત્ય વિષે જેટલું લખાણ છે તેના પ્રમાણમાં હાલના ગ્રંથણાં બહુજ થોડું લખાણ છે. થોડા વખત ઉપર ડૉ. ઉમાકાંત પ્રેમાનંદ શાહનું Studies in Jaina Art નામનું પુસ્તક (પૃ. ૮+૧૬૬) ૩૬ પ્લેઇટમાં ૮૯ ચિત્રો સહિત “જૈન કલ્ચરલ રીસર્ચ સોસાયટી” તરફથી બનારસથી પ્રસિદ્ધ થયું છે ખરું પણ એ મારા જોવામાં આવ્યું નથી. ૩. આ લેખ “જૈ. સિ. ભા.” (ભા. ૧૯, કિરણ ૨)માં છપાયો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy