SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧ P ૧૭૫ આ કૃતિનો મુખ્ય ભાગ ગદ્યમાં સૂત્રરૂપે રજૂ કરાયો છે. એનું નિરૂપણ અને એને લગતાં ઉદાહરણો સ્વોપજ્ઞ ટીકામાં જોવા મળે છે. અલંકારતિલકમાં વિવિધ દેશો, નદીઓ અને વનસ્પતિ વિષે ઉલ્લેખ છે. પૃ. ૩રમાં નેમિકુમારનો નિર્દેશ છે. પૃ. ૫૮માં જે વાડ્મટનો ઉલ્લેખ છે તે ગ્રંથકારે પોતાને જ વિષે કર્યો હોય એમ લાગે છે. ઉલ્લેખ–આ વાગ્લટ બીજાએ અનેક ગ્રંથ અને ગ્રંથકારોનું ટાંચણ કર્યું છે. જેમકે ચંદ્રપ્રભકાવ્ય, નેમિનિર્વાણ, ગ્રામ્ય ભાષામાં ભીમકાવ્ય (પૃ. ૧૫), રાજીમતી-પરિત્યાગ, શીતા નામની કવયિત્રી (પૃ. ૨૦), અપભ્રંશનિબદ્ધ અબ્ધિમંથન (પૃ. ૧૫) ઇત્યાદિ. એમણે કાવ્યમીમાંસા, કાવ્યપ્રકાશ વગેરેનો પુષ્કળ ઉપયોગ કર્યો છે. વામ્ભટાલંકાર (૪-૩૦) યમકને પ્રસંગે અવતરણરૂપે અપાયેલ છે. નેમિનિર્વાણકાવ્ય (૭-૫૦) વિષે પણ ઉલ્લેખ છે. અલંકારસાર યાને અલંકાર સંગ્રહ (વિ. સં. ૧૪૧૨)- આ “ખંડિલ્ય ગચ્છના ભાવદેવસૂરિની કૃતિ છે. એમણે પાટણમાં વિ. સં. ૧૪૧રમાં પાર્શ્વનાથ ચરિત્ર રચ્યું છે. વળી એમણે પાઇયમાં પણ બે કૃતિ રચી છેઃ (૧) જઇદિણચરિયા (યતિદિનચર્યા) અને કાલકકહા (કાલકકથા). અલંકારસાર નામની આ પદ્યાત્મક કૃતિના પ્રથમ પદ્યમાં આ કૃતિનો કાવ્યાલંકારસારસંકલના તરીકે, એના પ્રત્યેક અધ્યાયની પુષ્યિકામાં એનો અલંકારસાર તરીકે અને આઠમાં અધ્યાયના અંતિમ પદ્યમાં એનો અલંકારસંગ્રહ તરીકે ઉલ્લેખ છે. | ૧૭૬ આમ વિવિધ નામોથી ઓળખાવાતી આ કૃતિને સમ્પાદકે કાવ્યાલંકારસંગ્રહ તરીકે નિર્દેશી છે. આમાં એકંદર આઠ અધ્યાય છે. એનાં પદ્યોની સંખ્યા અનુક્રમે ૧, ૧૫, ૨૪, ૧૩, ૧૩, ૪૯, ૫ અને ૮ની છે. પહેલા અધ્યાયમાં કાવ્યનું ફળ, કાવ્યનો હેતુ અને કાવ્યનું સ્વરૂપ વિચારાયાં છે. બીજામાં શબ્દ અને અર્થના સ્વરૂપનું નિરૂપણ છે. ત્રીજામાં શબ્દ અને અર્થના દોષો જણાવાયા છે. ચોથામાં ગુણ ઉપર પ્રકાશ પડાયો છે. પાંચમામાં શબ્દાલંકારનું, છઠ્ઠામાં અર્થાલંકારનું, સાતમામાં રીતિનું અને આઠમામાં ભાવનું–વિભાવ અને અનુભાવનું સ્વરૂપ આલેખાયું છે. આ પ્રમાણેના વિષય અનુસાર અધ્યાયોનાં નામ યોજાયાં છે. અંતિમ પદ્યમાં કર્તાએ પોતાને “આચાર્ય ભાવદેવ' તરીકે ઓળખાવેલ છે. પ્રત્યેક પુમ્બિકામાં આ આચાર્યનો “કાલકાચાર્યના સંતાનીય' તરીકે ઉલ્લેખ છે. અલંકાર-મંડન (લ. વિ. સં. ૧૪૭૫)- આ ઉપસર્ગખંડન વગેરે રચનારા જૈન મંત્રી મંડનની કૃતિ છે. એ પાંચ પરિચ્છેદોમાં વિભક્ત છે. એમાં કાવ્યનાં લક્ષણ, પ્રકાર, રીતિઓ, દોષો અને ગુણો તેમજ રસ અને અલંકારો વિષે માહિતી અપાઈ છે. ૧. આ કાવ્યાલંકારને નામે અલંકારમહોદધિ નામની કૃતિના પરિશિષ્ટ તરીકે છપાવાયો છે. ૨. આ “હેમચન્દ્રાચાર્યસભા” પાટણ તરફથી પ્રકાશિત છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy