SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ અલંકાર-પ્રબોધ (લ. વિ. સં. ૧૨૮૦)- આના કર્તા પવાનન્દમહાકાવ્ય વગેરેના કર્તા અમરચન્દ્રસૂરિ છે. એમણે આ કૃતિનો ઉલ્લેખ કાવ્યકલ્પલતાવૃત્તિ (પૃ. ૧૧૬)માં કર્યો છે. અલંકારપ્રબોધમાં અલંકારોનું નિરૂપણ હશે એમ નામ વિચારતાં લાગે છે. આ કૃતિ મળે છે ખરી ? કવિશિક્ષા (લ. વિ. સં. ૧૨૮૦)- આના કર્યા વિનયચન્દ્રસૂરિ છે. એઓ વિ. સં. ૧૨૮૫ના અરસામાં વિદ્યમાન હતા. એમણે પાર્શ્વનાથચરિત્ર ઇત્યાદિ વીસ પ્રબંધો રચ્યા છે. [ડો. હરિપ્રસાદ શાસ્ત્રી સંપાદિત “કાવ્યશિક્ષા” લા.દ. વિદ્યામંદિર અમદાવાદ દ્વારા ઇ.સ. ૧૯૬૪માં પ્રસિદ્ધ થયેલ છે.] કેટલાકને મતે વિ. સં. ૧૨૮૬માં મલ્લિનાથચરિત્ર રચનારા અને ઉદયસિંહે રચેલી ધર્મવિધિવૃત્તિને સુધારનારા વિનયચન્દ્ર તે જ આ કવિશિક્ષાના કર્તા છે. એમની આ કવિશિક્ષા એ “વિનય' અંકથી અંકિત છે. એના પ્રારંભમાં એના કર્તાએ કહ્યું છે કે ભારતી દેવીને પ્રણામ કરીને બપ્પભટ્ટગુરુની વાણીમાં વિવિધ શાસ્ત્રો જોઈને હું કવિશિક્ષા કહીશ. આથી એમ લાગે છે કે બપ્પભઢિએ કવિશિક્ષા રચી હશે તેનો P ૧૭૨ વિનયચન્દ્ર ઉપયોગ કર્યો છે. એમણે આ કવિશિક્ષામાં તે વખતના ચોર્યાસી દેશોની-સૌરાષ્ટ્ર, લાટ વગેરે વિષે થોડીક માહિતી આપી છે. પં. લાલચન્દ્ર ગાંધી કહે છે કે આ કવિશિક્ષા રવિપ્રભ ગણીશ્વરે રચેલા ‘શિક્ષાશતનું શિક્ષણ આપનારી છે. અલંકારમહોદધિ (લ. વિ. સં. ૧૨૮૦)- આના કર્તા નરેન્દ્રપ્રભસૂરિ છે. એઓ નરચન્દ્રસૂરિના શિષ્ય થાય છે. એમણે વિવેક-કલિકા અને વિવેક-પાદપ એ નામના બે સૂક્તિ-સંગ્રહ, કાકુસ્થકેલિ નામનું નાટક, બે વસ્તુપાલ-પ્રશસ્તિ તેમજ ‘ગિરનાર ઉપરના વસ્તુપાલના પ્રશસ્તિ-લેખોમાંનો એક લેખ રચ્યાં છે. એઓ વસ્તુપાલના સમકાલીન છે અને એ મંત્રીશ્વરની અભ્યર્થનાથી અને એમના પ્રમોદને માટે એમણે આ અલંકારમહોદધિની રચના કરી છે. આ કૃતિ આઠ ભાગમાં વિભક્ત છે. પ્રત્યેક ભાગને “તેરગ” કહેવામાં આવ્યો છે. દરેક તરંગનું તગત વિષય અનુસાર નામ યોજાયું છે. સમગ્ર કૃતિ પદ્યમાં છે. આઠ તરંગોનાં પદ્યોની સંખ્યા અનુક્રમે ૧૮, ૩૫, ૬૬, ૫, ૨૪, ૩૨, ૨૫ અને ૯૯ છે. આમ એકંદર ૩૦૪ (ત્રણસો ને ચાર) પદ્યો છે. પ્રથમ તરંગમાં કાવ્યના પ્રયોજન અને એના ભેદનું, બીજામાં શબ્દચિત્યનું ત્રીજામાં ધ્વનિના નિર્ણયનું ચોથામાં ગુણીભૂત વ્યંગ્યનું, પાંચમામાં દોષનું, છઠ્ઠામાં ગુણના નિર્ણયનું સાતમામાં શબ્દાલંકારનું અને આઠમામાં અર્થાલંકારનું નિરૂપણ છે. ૧. આ માટે જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૩૯૩) ૨. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૮૩)માં જે શિક્ષાશતકનો ઉલ્લેખ છે તે જ આ કૃતિ છે ? ૩. આ તેમજ એની સ્વોપજ્ઞ વૃત્તિ ભાવદેવસૂરિકૃત કાવ્યાલંકાર યાને અલંકારસાર નામના પરિશિષ્ટ સહિત “ગા. પૌ. ગ્રં.”માં ઈ. સ. ૧૯૪૨માં પ્રસિદ્ધ થઈ છે, છતાં મુખપૃષ્ઠ ઉપર સ્વોપજ્ઞ વૃત્તિનો ઉલ્લેખ નથી, એનું સંપાદન એ લાલચન્દ્ર ગાંધીએ કર્યું છે. એમણે આને અંગે સંસ્કૃતમાં પ્રસ્તાવના અને અન્તમાં વૃત્તિગત ઐતિહાસિક ઉપયુક્ત નામોની સૂચી, આ વૃત્તિમાંનાં ઉદાહરણોનાં મૂળ સ્થળોની સૂચી, નરચન્દ્રસૂરિકૃત વસ્તુપાલ-પ્રશસ્તિ અને નરેન્દ્રપ્રભસૂરિકૃત બે વસ્તુપાલ-પ્રશસ્તિ પરિશિષ્ટો તરીકે રજૂ કર્યા છે. ૪-૫. આ બે કૃતિ ઉપરથી એ જાણી શકાય છે કે નરેન્દ્રપ્રભસૂરિનું ઉપનામ (pen-name) “વિબુધચન્દ્ર કવિ” હતું. જુઓ પત્તન.સૂચી (ભા. ૧, પૃ. ૧૮૬ ઈ.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy