SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧OO જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ ૧. વાદી દેવસૂરિની સાથે અંબાપ્રસાદ “આબુ' ગિરિ ઉપર ચડતા હતા તેવામાં એમને એક સર્પ ડસે છે. વાદી દેવસૂરિને એની ખબર પડતાં એ પોતાનું પાદોદક મોકલે છે, એનો ઉપયોગ કરાતાં એ મંત્રી નિર્વિષ બને છે. - ૨. અંબાપ્રસાદે સિદ્ધરાજ સાથે વાદી દેવસૂરિનો સમાગમ કરાવ્યો હતો. ગાલા'ના શિલાલેખમાં અંબાપ્રસાદને વ્યયકરણમાં રોકેલા મહામાત્ય કહેલ છે. અંબાપ્રસાદ વિષે આથી વિશેષ માહિતી મળતી નથી. એ જૈન હોય એમ પ્ર. ચ.ગત ઉપર્યુક્ત બાબતો વિચારતાં જણાય છે. આ પરિસ્થિતિમાં કલ્પલતા અને કલ્પપલ્લવ તો જૈન કૃતિ ગણાય જ. સ્યા. ૨. વિ. સં. ૧૨૦૦ની આસપાસમાં રચાયાનું મનાય છે. ક. વિ.ની એક હાથપોથી વિ. સં. ૧૨૦૫માં લખાયેલી મળે છે. એ જોતાં કલ્પલતા મોડામાં મોડી વિ.સં. ૧૨૦૦માં રચાઈ હશે. પલ્લવ કિવા કલ્પપલ્લવ- સ્યા. ૨. પ્રમાણે આ સ્વપજ્ઞ વૃત્તિ છે. કલ્પલતાવિવેક (ઉ. વિ. સં. ૧૨૦૫)- આનું આદ્ય પદ્ય નીચે મુજબ છે – “यत् पल्लवे न वितृतं दुर्बोध मन्दबुद्धिभिश्चापि । क्रियते कल्पलतायां तस्य विवेकोऽतिसुगमः ॥१॥" એમાં સૂચવાયા મુજબ આનો વિષય નીચે પ્રમાણે છે : જેનું પલ્લવમાં વિવરણ નથી અને જેનો મંદબુદ્ધિવાળાઓને બોધ સહેલાઇથી થાય તેમ નથી તેનું અતિસુગમ નિરૂપણ અત્ર છે. આ ઉપરથી જાણી શકાય છે કે આ કલ્પલતાના સ્પષ્ટીકરણરૂપ છે. સંસ્કૃતમાં વિષયાનુક્રમ અપાયો છે તેમ જ પ્રસ્તાવનામાં ક. વિ. નું તુલનાત્મક નિરૂપણ છે એટલે આ સંબંધમાં તો મારે ખાસ કંઈ ઉમેરવાનું રહેતું નથી. મીમાંસાસૂત્ર અને શાબરભાષ્યનો તેમ જ રઘુવંશ આદિ મહાકાવ્યો અને કાવ્યપ્રકાશ વગેરેનો ક. વિ.માં ઉપયોગ કરાયો છે. ક. વિ.નું “કલ્પપલ્લવશેષ' નામાંતર નથી એમ પ્રસ્તાવના (પૃ. ૭-૮)માં સૂચવાયું છે ખરું પરંતુ એ વિચારણીય જણાય છે. પૃ. ૧માં અવતરણરૂપ અપાયેલા નિમ્નલિખિત પદ્યમાં જૈન ધર્મની પ્રશંસા કરાઇ છે એ ઉપરથી ક. વિ.ના કર્તા જૈન હોવાનું અનુમનાય છે : "जिणधम्मो मोक्खफलो सासयसोक्खो जिणेहिं पन्नत्तो । नर सुर सुहाइं अनुसङ्गि याइं इह कि सिपलालं व ॥" ક. વિ.ના કર્તાએ પોતાનું નામ જણાવ્યું નથી. એ વિબુધ મંદિર છે એમ નિમ્નલિખિત અંતિમ પદ્ય ઉપરથી જિ. ૨. કો. (વિ. ૧, (પૃ. ૮૯)માં શંકારૂપે સૂચવાયું છે એટલે એ વિશેષ વિચાર માંગી લે છે :૧. જુઓ ઉપર્યુક્ત પ્રસ્તાવના (પૃ. ૬). ૨. આ પ્રકાશિત છે, જુઓ પૃ. 99, ટિ. 1. ૩. આના કર્તા મમ્મટનો ઉલ્લેખ “કલિ.” હેમચન્દ્રસૂરિએ વિવેક (પૃ. ૧૫૭)માં કર્યો છે. એ પૂર્વે કોઇએ તેમ કર્યું છે ખરું ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy