SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ છંદકોશટીકા- “નાગપુરીય તપા' ગચ્છના હેમતિલકસૂરિના શિષ્ય રત્નશેખરસૂરિએ ૭૪ ગાથામાં પાઈયમાં ૧છન્દકોસ નામની જે કૃતિ રચી છે તેના ઉપર આ ટીકા રાજરત્નના શિષ્ય ચંદ્રકીર્તિએ રચી છે. P ૧૫ર છન્દ શાસ્ત્ર- આના કર્તા રામવિજયગણિ છે. છન્દસ્તત્ત્વ- “અંચલ' ગચ્છના ધર્મનંદનગણિની આ કૃતિ છે. એમણે એના ઉપર સ્વપજ્ઞ ટીકા રચી છે. [આની પ્રત છાણીના જ્ઞાનભંડારમાં છે.] છન્દ શેખર- આના કર્તા રાજ(જય ?) શેખર છે. રત્નમંજૂષા યાને છંદોવિચિતિ- આ અજ્ઞાતકણ્વક કૃતિ બાર વિભાગમાં વિભક્ત છે અને એના ઉપર કોઈકની ટીકા છે એમ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૨૭)માં કહ્યું છે. શું આ સંસ્કૃત કૃતિ છે? [આ સંસ્કૃતમાં ૨૩૦ સૂત્રમય રચના આઠ અધ્યાયમાં વિભક્ત છે. ગ્રંથકાર ક.સ. હેમચન્દ્રસૂરિથી પ્રભાવિત છે.] છન્દોડલંકાર- આ અજ્ઞાતકર્તુક કૃતિ છે. એના ઉપર કોઈકનું ટિપ્પણ છે. છન્દઃસુંદરટીકા- આ કોઈની છન્દઃસુંદર ઉપરની ટીકા હોય એમ લાગે છે. અજિતશાંતિ છંદોવિવરણ– નંદિષણક્ત અજિયસંતિથય જે વિવિધ છંદોમાં રચાયું છે. એ છંદોનાં લક્ષણ આ કૃતિમાં અપાયાં હશે. ગાથાનકોશઆ અજ્ઞાતકર્તુક કૃતિ છે. શું એ સંસ્કૃતમાં છે ? ગાથારત્નાકર- આ અજ્ઞાતકર્તુક કૃતિ છે. શું એ સંસ્કૃતમાં છે ? છંદ (? દો) રૂપક- આના કર્તાનું નામ જાણવામાં નથી. પિંગલસારોદ્વાર- ૫૫૯ શ્લોક જેવડી આ કૃતિ પિંગલકૃત છંદોવિષયક કૃતિના સારરૂપ હશે. જો તેમજ હોય તો આનો ઉલ્લેખ પ્ર. ૧૭માં થવો ઘટે. સંગીતસહપિંગલ- આ નામ વિચિત્ર જણાય છે. | [આર્યાસંખ્યાઉદિષ્ટ નષ્ટવર્તનવિધિ- ર્તા સમયસુન્દર જિ. ૨. કો. છન્દોઢાત્રિશિકાશીલશેખરગણિ- આની હ. લિ. પ્રત લા. દ. વિદ્યામંદિરમાં છે. વૃતમૌક્તિક- ઉપા. મેઘવિજયગણિ. (જે. સ. પ્ર. વર્ષ ૧૨/અંક પ-૬). પિંગલશિરોમણિ- ખરતરશચ્છીય કુશલલાભ. (વિશેષ માટે જુઓ. જૈનચાર્યો કા છંદ શાસ્ત્રકો અવદાન “લે. કુ. મધુમાલિકા પ્ર. શ્રમણ ૨૦૦૨ જુલાઈ-ડિસેંબર'')] Wall Painting of Rajasthan By Y. K. Shukla. એલ. ડી. સિરિજ-૭૪ Panorama of Jain Art. લે. સી. શિવરામમૂર્તિ “ભારતીય જ્ઞાનપીઠ.” યશોધરચરિતકી સચિત્ર પાંડુલિપિમાં ડૉ. કમલા ગર્ગ. “ભારતીયજ્ઞાનપીઠ” ૧. આના પરિચય જુઓ પા. ભા. સા. (પૃ. ૬૭) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy