SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ છોડનુશાસનનું નામ જિનપ્રભસૂરિએ 'અજિય-સંતિ-થયના ઉપરની વિ. સં. ૧૩૬૫ની વૃત્તિમાં છંદશૂડામણિ આપ્યું છે.' P ૧૪૫ છંદોડનુશાસન એ આઠ અધ્યાયમાં વિભક્ત છે. આગામોદ્ધારકની આવૃત્તિ પ્રમાણે એમાં અનુક્રમે નીચે મુજબની સંખ્યામાં સૂત્રો છે : ૧૬, ૪૧૫, ૭૩, ૯૧, ૪૯, ૩૦, ૭૩ અને ૧૭. આમ કુલ્લે અહીં ૭૬૪ સૂત્રો છે. આ કૃતિની સ્વપજ્ઞ વૃત્તિમાં કહ્યું છે તેમ અહીં વૈદિક છંદોની ચર્ચા નથી. પ્રથમ અધ્યાયમાં છંદ શાસ્ત્રને લગતી પરિભાષાનું એટલે કે વર્ણગણ, માત્રાગણ, વૃત્ત, સમવૃત્ત, વિષમવૃત્ત, અર્ધસમવૃત્ત, પાદ અને યતિનું નિરૂપણ છે. બીજા અધ્યાયમાં સમવૃત્ત છંદના પ્રકારો અને ગણોની યોજના અને અંતમાં દંડકના પ્રકારો વિચારાયાં છે. અહીં ૪૧૧ છંદોનાં લક્ષણો અપાયાં છે. ત્રીજા અધ્યાયમાં અર્ધ-સમ, વિષમ, વૈતાલીય, માત્રા-સમક, ઇત્યાદિ ૭૨ છંદનાં લક્ષણ અપાયાં છે. ચોથા અધ્યાયમાં પાઇય છંદોના આર્યા, ગલિતક, ખંજક અને શીર્ષક એમ મુખ્ય ચાર વિભાગો પડાયા છે. પહેલા વિભાગના પચ્ચીસેક છંદોનાં, બીજાના ત્રેવીસેકનાં એમ વિવિધ છંદોનાં લક્ષણ અહીં નજરે પડે છે. ટૂંકમાં કહું તો પાઇય ભાષાના બધા માત્રામેળ છંદ અહીં વિચારાયા છે. P ૧૪૬ પાંચમા અધ્યાયથી “અપભ્રંશ છંદોનો અધિકાર શરૂ થાય છે. એમાં ઉત્સાહ, રાસક, રહા, રાસાવલય, ધવલમંગલ વગેરે છંદોનાં લક્ષણ રજૂ કરાયાં છે. છઠ્ઠા અધ્યાયમાં ષટ્રપદી અને ચતુષ્પદીના વિવિધ પ્રકારો વિચારાયા છે. પ્રારંભમાં ધ્રુવા, ધ્રુવક યાને ઘત્તાનું લક્ષણ અપાયું છે. સાતમા અધ્યાયમાં ‘અપભ્રંશ' સાહિત્યમાં નજરે પડતી દ્વિપદીની ચર્ચા છે. આઠમા અધ્યાયમાં "પ્રસ્તાર વગેરેની સમજણ અપાઈ છે. આમ આ કૃતિ લૌકિક સંસ્કૃત, પાઇય અને “અપભ્રંશના જાત-જાતના છંદો વિષે પ્રકાશ પાડે છે. એની આ મહત્તામાં એની સ્વોપજ્ઞ વૃત્તિગત સ્પષ્ટીકરણ અને ઉદાહરણો વૃદ્ધિ કરે છે. આથી એમ પ્રશ્ન પૂછવા હું લલચાઉં છું કે આના કરતાં સુગમ અને સાંગોપાંગ એવી કોઈ અન્ય કૃતિ છે ખરી ? ૧. આના પરિચય વગેરે માટે જુઓ D c G C M (Vol. XVII pt. 4, pp.1-10) તેમજ મારો લેખ નામે અજિયસંતિથય (અજિતશાંતિસ્તવ) અને એનાં અનુકરણો”. આ લેખ “આત્માનંદ પ્રકાશ” (પૃ. ૪૯, આ ૪-૫)માં છપાયો છે. ૨. જુઓ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૧૨૭) ૩. ગીતિ, ઉપગીતિ અને ઉદ્ગીતિ એ આર્યાના પ્રકારો છે. ૪. પ્રવરસેનકૃત રાવણવહ યાને સેઉબંધમાં ૪૪ પદ્યો ‘ગલિતકમાં છે. એના સાત પ્રકાર વગેરે માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૧૩૩). પ. સ્વપજ્ઞ વૃત્તિ (પત્ર ૪૬)માં કહ્યું છે કે વૃત્તોનો વિસ્તૃત વિન્યાસ અર્થાત્ છંદોનો વિસ્તૃતપણે વિસ્તાર તે પ્રસ્તાર’ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy