SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ : છંદ શાસ્ત્ર : પ્રિ. આ. ૧૩૭-૧૪૦] ૮૧ વૈદિક છંદોમાંથી લૌકિક વર્ણવૃત્તો સર્વથા છૂટાં પડી નહિ ગયાં હતાં એવા સમયમાં જયદેવે પોતાની કૃતિ રચી હશે એમ પ્રો. વેલણકરે પૃ. ૩૪માં કહ્યું છે. વિશેષમાં એમણે એમ પણ કહ્યું છે કે અભિજ્ઞાન-શાકુંતલ (અંક ૪, શ્લો. ૮)માં જે વૈદિક છંદ વપરાયો છે તે એ પ્રસંગને બરાબર અનુરૂપ છે, પરંતુ એ વૈદિક છંદોની લૌકિક છંદો ઉપરની અસર અને પકડની છેલ્લી નિશાની સૂચવે છે. સંક્રાંતિકાળમાં જયદેવ થયાનું પ્રો. વેલણકર માને છે. સંસ્કૃત એ વૈદિક ધર્મના જ અનુયાયીઓનો વારસો છે એવી માન્યતા હજી પ્રચલિત હતી એવે સમયે જયદેવે પોતાની કૃતિ રચી હોવી જોઈએ. લૌકિક સંસ્કૃત છંદો વિષે નિરૂપણ કરનાર એ છંદોના જન્મદાતા રૂપ વૈદિક છંદોની અવગણના કરી શકે તેમ ન હતું એવા સમયની જયદેવની કૃતિ હોવાથી એમાં વૈદિક છંદોને લગતી હકીકત જોવાય છે એમ પ્રો. વેલણકરનું કહેવું છે. જયદેવચ્છક્ટસ્ ઉપર હર્ષટની વિકૃતિ, વર્ધમાનની વૃત્તિ અને શ્રીચન્દ્રનું ટિપ્પણ છે. હર્ષટ- આ મુકુલભટ્ટના પુત્ર થાય છે. એમના નામનો વિચાર કરતાં એઓ કાશ્મીરના હોવા જોઈએ. કાવ્યપ્રકાશના કર્તા મમ્મટે એક મુકુલભટ્ટનો ઉલ્લેખ કર્યો છે. એમણે અભિધાવૃત્તિમાતૃકા રચી છે અને એમનો સમય ઈ. સ. ૯૨૫ની આસપાસના છે. આ જ મુકુલભટ્ટના પુત્ર તે હર્ષટ છે કે કેમ એનો નિર્ણય કરવો બાકી રહે છે; બાકી હર્ષટની ટીકાની હાથપોથી જે વર્ષમાં લખાયેલી મળે છે એ હિસાબે હર્ષટ ઈ. સ. ૧૧૨૪ પહેલા થયા છે. ૧છંદોડનુશાસન (લ. વિ. સં. ૧૦૫૦)- આના કર્તા કાનડી દિ. જયકીર્તિ છે. એમણે આ P ૧૪૦ પદ્યાત્મક કૃતિ રચવામાં જનાશ્રય, જયદેવ, પિંગલ, પાદપૂજય (પૂજ્યપાદ), માંડવ્ય અને સંતવની છંદોવિષયક કૃતિઓનો ઉપયોગ કર્યો છે. એમણે આ કૃતિ નિમ્નલિખિત નામવાળા આઠ અધિકારોમાં વિભક્ત કરી છેઃ (૧) સંજ્ઞા, (૨) સમ-વૃત્ત, (૩) અર્ધ-સમ-વૃત્ત, (૪) વિષમ-વૃત્ત, (૫) આર્યા-જાતિ-માત્રાસમકજાતિ, (૬) મિશ્ર, (૭) કર્ણાટવિષયભાષા-જાતિ અને (૮) પ્રસ્તારાદિ-પ્રત્યય. આ કૃતિમાં વૈદિક છંદોને સ્થાન અપાયું નથી, પણ કન્નડ (કાનડી) છંદોને અપાયું છે. સમગ્ર લખાણ માટે મુખ્યતયા અનુણુભ, આર્યા અને સ્કન્ધક યાને આયંગીતિ એ ત્રણ છંદોનો ઉપયોગ કરાયો છે. આ ઉપરાંત છંદોનાં લક્ષણો તે તે છંદમાં અપાયાં છે. એ રીતના બીજા પણ છંદો છે. પૃ. ૪૫માં એમણે “ઉપજાતિ'ને માટે “ઈન્દ્રમાલા” એવું અન્ય નામ નોંધ્યું છે. પૃ. ૪૬માં મુનિ દમસાગરના, પૃ. પર માં શ્રીપાલ્યકીર્તીશના અને સ્વયંભૂવેશના અને પૃ. પ૬માં કવિ ચારુકીર્તિ મુનિના મત વિષે ઉલ્લેખ છે. ૧. આ પ્રકાશિત છે (જુઓ પૃ. 78) આની એક હાથપોથી વિ. સં. ૧૧૯૧માં લખાયેલી છે. આ કૃતિને અંગેના મારા લેખ માટે જુઓ પૃ. 78. ૨. “છંદ : શાસ્ત્રી જયકીર્તિ તે કોણ ?”એ નામનો મારો લેખ “દિગંબર જૈન” (વ. ૪૩, અં. ૫)માં પ્રસિદ્ધ થયો છે. ૩. જુઓ આઠમા અધિકારનું અંતિમ (૧૯મું) પદ્ય. ૪. આની માહિતી માટે જુઓ પ્રો. વેલણકરનો ઈ. સ. ૧૯૪૫માં “JBBRAS"માં પ્રસિદ્ધ થયેલો લેખ. મુંબઈ વિદ્યાપીઠના સામયિક (Arts No.22)માં ઈ. સ. ૧૯૪૭ના જાન્યુઆરીના અંકમાં પણ આ છંદો વિષે લેખ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy