SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧ "जयदेव-पिंगला सक्कयंमि दोच्चि अ जई समिच्छंति । મંડળં-મરહૂ- વ-સે વપમુહા 7 રૂછંતિ |''' ભરતના નાટ્યશાસ્ત્ર ઉપર અભિનવગુપ્ત ટીકા રચી છે. એના પૃ. ૨૪૪માં જયદેવ વિષે ઉલ્લેખ છે. કન્નડ છંદ શાસ્ત્રી નાગવર્માએ ઈ. સ. ૯૯૦માં રચેલા છંદોડબુધિમાં જયદેવનો ઉલ્લેખ કર્યો છે. વરાહમિહિરની બૃહત્સંહિતા ઉપર ભટ્ટ ઉત્પલે ઈ. સ. ૯૬૬માં ટીકા રચી છે. અ. ૧-૩ ઉપરની ટીકામાં છંદોનાં જે લક્ષણો એમણે આપ્યાં છે તે આ જયદેવચ્છિન્દને આધારે હોય એમ એમ લાગે છે. શકસંવત્ ૪૨૭ (વિ. સં. પ૬૨)માં પંચસિદ્ધાંતિકા રચનાર વરાહમિહિર આ જયદેવને જાણતા હશે. આ ઉપરથી એમ કહી શકાય કે જયદેવ ઈ. સ. ૯૦૦ પહેલાં ક્યારેક થઈ ગયા છે અને કદાચ ઈ. સ. ૬૦૦ કરતાં પણ પહેલાં થયા હશે. પૂજ્યપાદના પણ કદાચ પુરોગામી હશે. P ૧૩૮ ઉલ્લેખો–વૃત્તજાતિસમુચ્ચય (૬, ૭) ઉપરની ટીકામાં ગોપાલે નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે : તથા વોમ: - “ષ્યવ પબ્દિતેષ (૨) ક્યાં પ્રસ્તાવિરવિતા ભવતિ' !'' આ અવતરણ જયદેવશ્કન્દમાં અ. ૮ ના શ્લો. ૧૧ તરીકે જોવાય છે. વૃત્તરત્નાકરની ટીકામાં ત્રિવિક્રમે, જયકીર્તિએ છંદોડનુશાસન (અ. ૮, શ્લો. ૧૯)માં, “કલિ.” હેમચન્દ્રસૂરિએ છંદોડનુશાસન (૨, ૨૯૭; ૩, ૫૧-૫૨)ની સ્વોપજ્ઞ ટીકા નામે છંદચૂડામણિમાં, અજ્ઞાત મછંદ શાસ્ત્રીએ કવિદર્પણ (૬, ૧૦)માં, વૃત્તરત્નાકર (અ. ૨, શ્લો. ૩૬)માં નારાયણે અને વૃત્તરત્નાકર (૩, ૩૧; ૫, ૬; અને ૫, ૯)ની ટીકામાં બૌદ્ધ રામચન્દ્ર વિબુધ જયદેવ વિષે ઉલ્લેખ કર્યો છે. વિશેષમાં શીલાંકસૂરિએ સૂયગડ (સુય. ૧, અ. ૨, ઉ. ૧)ની નિજ્વત્તિ (ગા. ૩૮)ની ટીકામાં જે નીચે મુજબનું ‘વૈતાલીય' છંદનું લક્ષણ અવતરણરૂપે રજૂ કર્યું છે તે આ જયદેવચ્છદ (અ. ૪, પૃ. ૧૫)ગત લક્ષણ સાથે લગભગ અક્ષરશઃ મળે છેઃ વૈતાલીયે નનૈધના: | ષડયુ “પાવોછી “સમશ્ચત્ત: | સમોડત્ર પરે યુન્યતે | જૈતા પર નિરન્તરા યુનો: I' P ૧૩૯ મુનિ અને સૈતવ-જયદેવે અ. ૫ (પૃ. ૨૦)માં મુનિ અને સૈતવ એ બેના મત નોંધ્યા છે. મુનિનો અર્થ હર્ષ. પિંગલ કર્યો છે. ૧. જુઓ જયદામની પ્રસ્તાવના (પૃ. ૩૨). ૨. આ ટીકાના મૂળ સહિત ત્રણ ભાગ “ગા. પૌ. ગ્રં.”માં ઈ. સ. ૧૯૨૬, ૧૯૩૪ અને ૧૯૫૪માં અનુક્રમે છપાયા છે. ૩. જઓ પ્રો. વેલણકરનો વરાહમિહિર અને ઉત્પલને અંગેનો લેખ. આ “સી. કે. રાજા સ્મારકગ્રન્થ” (પૃ. ૧૪૧ ૧૫૨)માં ઈ. સ. ૧૯૪૬માં છપાયો છે. ૪. આ સુલ્હણ કરતાં પહેલાં થયા હશે. પ. આ જૈન છે અને એ “કલિ.’ હેમચન્દ્રસૂરિને અનુસરે છે. ૬-૭. પાણી અને “સર્ન નઃએમ બે પાઠાન્તર મળે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy