SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ७४ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ P ૧૨૯ વિશ્વપ્રકાશ, શાશ્વત, રસ, અમરસિંહ, મંખ, હુડ્ઝ, વ્યાડિ, ધનપાલ, ભાગરિ, વાચસ્પતિ અને યાદવની કૃતિઓ તેમજ ધવંતરિકૃત નિઘંટુ અને લિંગાનુશાસનો. (૨) ઉપસર્ગ-વૃતિ- આની રચના સિદ્ધિચન્દ્રમણિએ કરી છે. (૩) પર્યાય-આના કર્તાનું નામ જાણવામાં નથી. (૪) અવચૂરિ (? ટીકા)- આના કર્તા વિષે ખબર નથી. "વિશ્વલોચનકોશ યાને મુક્તાવલીકોશ- આના કર્તા દિ. શ્રીધરસેન છે. એઓ ‘સેન” અન્વય (સંઘ)માં થયેલા કવિ, આન્વીક્ષિકી વિદ્યામાં નિષ્ણાત અને વાદી એવા મુનિસેનના શિષ્ય થાય છે, વળી એઓ સમસ્ત શાસ્ત્રોના પારગામી, રાજાઓના વિશ્વાસપાત્ર અને કાવ્યશાસ્ત્રના મર્મજ્ઞ હતા તેમજ આ (અનેકાર્થક) કોશ વિવિધ કવીશ્વરોના કોશો જોઈને રચાયો છે એમ પ્રશસ્તિમાં કહ્યું છે. એમના સમય વિષે કોઈએ ઉલ્લેખ કર્યાનું જાણવામાં નથી એટલે આ કોશ વિક્રમની સોળમી સદીમાં રચાયો હશે એમ માની લઈ મેં એની અહીં નોંધ લીધી છે. આ કોશમાં અઢીએક હજાર પડ્યો છે. આ કોશનો રચનાક્રમ એના દ્વિતીય પદ્યમાં નીચે મુજબ અપાયો છે – | સ્વર અને કાર વગેરે વર્ણના ક્રમથી શબ્દોની આદિનો નિર્ણય કરાયો છે. વળી દ્વિતીય વર્ણ વિષે પણ કકારાદિનો ક્રમ રખાયો છે. દા. ત. ક (નરજાતિ), ક(નાન્યતરજાતિ), કુ, અક, અંક ઇત્યાદિ. આ કોશના શબ્દોને કાન્ત, ખાન્ત એમ હાન્ત સુધીના ૩૩ વર્ગોમાં, ત્યાર પછીના શબ્દોને ક્ષાન્ત વર્ગમાં અને એના પછીના શબ્દોને– અવ્યયોને અવ્યય-વર્ગમાં એમ એકંદર ૩૫ વર્ગમાં વિભક્ત કરાયા છે. ભાષાટીકા- કોશના પ્રત્યેક પૃષ્ઠના ઉપરના લગભગ અડધા ભાગમાં છએક પડ્યો છે અને એના નીચલા ભાગમાં બે સ્તંભ (column)માં સંસ્કૃત શબ્દ અને એની સામે એના વિવિધ અર્થ હિન્દીમાં અપાયા છે આ અર્થોનો ‘ભાષાટીકા' તરીકે નિર્દેશ છે. નાનાર્થકોશ અને નાનાર્થસંગ્રહ– આના કર્તા અનુક્રમે અસગ કવિ અને રામચન્દ્ર છે. અનેકાર્થ-નામમાલા (વિ. સં. ૧૭૦૨)- “અંચલ' ગચ્છના વિનયસાગરસૂરિએ વિ. સં. ૧૭૦૨માં આ રચી છે. જૈ. ગ્રં. (પૃ. ૩૦૯)માં કોઈ અંચલગચ્છીય વ્યક્તિએ જે અનેકાર્થરત્નકોશ રચ્યાનો અને જેની ૧૫ પત્રની એક હાથપોથી અમદાવાદના ભંડારમાં હોવાનો ઉલ્લેખ છે તે ગ્રંથ તે આ જ છે ? [૩] એકાક્ષરી નામમાલા આપણે અત્યાર સુધી એકાર્થક તેમજ અનેકાર્થક એમ બે પ્રકારના અનેકાક્ષરી કોશોનો વિચાર કર્યો. હવે આપણે “એકાક્ષરી' કોશો- નામમાલા પરત્વે વિચાર કરીશું. આ જાતની નામમાલા અ. ૧. આ કોશ પં. નંદલાલ શર્માકૃત ભાષાટીકા (હિન્દી શબ્દાર્થ) સહિત “ગાંધી નાથારંગ જૈન ગ્રંથમાલા”માં ઈ. સ. ૧૯૧૨માં છપાયો છે. ૨. આ નામ જિ. ૨. કો (ખંડ ૧, પૃ. ૩૪) જોતાં અનુમનાય છે. ૩. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy