SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ર જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧ સાધન-ડે. વ્હીલર (Buhler)ના મતે ધન્વન્તરિ-નિઘંટુ અને રત્નપરીક્ષાનો આ નિઘંટુશેષની રચનામાં ઉપયોગ કરાયો હશે. રચના-સમય-આ કોશના આદ્ય પદ્યમાં કહ્યું છે કે એનાર્થ, નાનાર્થ અને દેશ્ય એમ ત્રણ જાતના શબ્દ-સમુચ્યય (અર્થાત્ અભિ. ચિ, અનેકાર્થ-સંગ્રહ અને રયણાવલી એ ત્રણ કોશો) જેણે રચ્યા છે એવો હું અરિહંતોનાં ચરણ-કમળને નમીને નિઘંટુ-શેષ કહીશ. આ ઉપરથી આ કોશ ચાર કોશો પૈકી છેલ્લો રચાયો છે એમ ફલિત થાય છે. અભિ. ચિ. (કાંડ ૪, શ્લો. ૨૬૭)ની સ્વોપજ્ઞ વિવૃતિ (પૃ. ૪૮૪)માં નીચે મુજબની પંક્તિ છે. “पिप्पलादिवृक्षजातीनां तु नामशेषोऽस्मदुपज्ञनिघण्टोरवसेयः' P ૧૨૬ અર્થાત્ પીપળા વગેરે વૃક્ષોની જાતિઓનાં નામ અમે રચેલા નિઘંટુથી જાણવાં. આ ઉપરથી એમ કહી શકાય કે સ્વપજ્ઞ વિવૃતિ રચાયા પૂર્વે આ કોશ રચાયો છે અથવા તો એની સાથે સાથે આની રચના કરાઈ છે. ટીકા-જ્ઞાનવિમલના શિષ્ય શ્રીવલ્લભે આ રચી છે. એમણે આ ટીકાનો ઉલ્લેખ અભિ. ચિ. ઉપરની પોતાની ટીકામાં કર્યો છે. [નિઘંટુશેષ- શ્રીવલ્લભની ટીકા સાથે આ ગ્રંથ મુનિશ્રી પુણ્યવિજયજી દ્વારા સંપાદિત થઈ લા.દવિદ્યામંદિર અમદાવાદથી ઇ.સ. ૧૯૬૮માં પ્રથમવાર જ છપાયો છે. અનેક ઉપયોગી પરિશિષ્ટ વ.થી સમૃદ્ધ છે.] નિઘંટુ-સંગ્રહ-અકલંકદેવની કૃતિ તરીકે જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૧૨)માં આની નોંધ છે, પણ આ શી કૃતિ છે ? ઔષધીનામમાલા-જૈ. ગ્રં. (પૃ. ૩૧૦)માં આ કૃતિની ચાર પત્રની એક હાથપોથી અમદાવાદમાં હોવાનો ઉલ્લેખ છે. આ અજ્ઞાતકર્તુક કૃતિ છે. એનું નામ વિચારતાં એમ ભાસે છે કે એમાં ઔષધિઓનાંવનસ્પતિઓનાં નામ ગણાવાયાં હશે. બીજ-નિઘંટુ–આ અજ્ઞાતકર્તૃક કૃતિની નોંધ જૈ. ગ્રં. (પૃ. ૩૧૧)માં છે. શું એમાં જાતજાતનાં બીજનો ઉલ્લેખ હશે ? [નિઘંટુ- ભા.૧-૨. ગુજરાતી પુસ્તકમંડળ વડોદરાથી ૧૯૯૯માં બીજી આવૃત્તિ પ્રગટ થઇ છે.] [૨] અનેકાર્થક કોશો અનેકાર્થ-નામમાલા (ઉ. વિક્રમની ૧૧મી સદી)-આ દિ. ગૃહસ્થ ધનંજયે ૪૬ પદ્યમાં રચેલી નામમાલા છે. એમાં અનેકાર્થી શબ્દોને સ્થાન અપાયું છે. આ કોશ ઉપલબ્ધ જૈન સાહિત્યની અપેક્ષાએ સૌથી પ્રથમ છે. આના ઉપર એક અવચૂરિ જેવી સંક્ષિપ્ત સટીકા છે. ૧. આ નિઘંટુ આજે અપ્રાપ્ય ગણાય છે, પરંતુ હેમચન્દ્રસૂરિના શિષ્ય મહેન્દ્રસૂરિની તો એ સામે હોય એમ અનેકાર્થસંગ્રહની એ શિષ્ય રચેલી ટીકા જોતાં જણાય છે. ૨.જૈ. ગ્રં. (પૃ. ૩૧૧)માં માતૃકાનિઘંટ નામની કૃતિ ડેક્કન કોલેજમાં હોવાની નોંધ છે અને એના કર્તા તરીકે મહીદાસનો અહીં ઉલ્લેખ છે. શું આ કોઈ જૈન નામમાલા છે ? ૩. એમની અન્ય કૃતિઓ માટે જુઓ પૃ. 61. ૪. આ પ્રકાશિત છે. જુઓ પૃ. 61. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy