SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ : કોશ યાને નામમાલા : પ્રિ. આ. ૧૨૧-૧૨૫] જિનભદ્રીય અપવર્ગ-નામમાલા (લ. વિ. સં. ૧૨૫૦)- આના કર્તા “ખરતર' ગચ્છના જિનભદ્રસૂરિ છે. એઓ જિનવલ્લભસૂરિના શિષ્ય થાય છે. વળી એઓ જિનપ્રિયના તેમજ જિનદત્તસૂરિના પણ ભક્ત થાય છે. એમણે ૨૨૦ ગાથામાં જિણસત્તરિ રચી છે. એમણે “ભાંડાગારિક' નેમિચન્દ્ર રચેલા સક્રિસયગ (પટિશતક)ની તપારત્નકૃત વૃત્તિનું સંશોધન વિ. સં. ૧૫૦૧માં કર્યું હતું. એમણે જેસલમેર, જાબાલિપુર (જાલાર), દેવગિરિ, અહિપુર (નાગોર) અને અણહિલપુર પાટણના ભંડારો જાતજાતનાં સુંદર પુસ્તકો વડે ભરી દીધાં હતાં. એમની આ નામમાલામાં ... થી મ્ પૈકી એકે અક્ષર જેમાં આવતો હોય એવા શબ્દો અપાયા છે. આમ આ એકાર્થક અનેકાક્ષરી કોશનું મર્યાદિત સ્વરૂપ રજૂ કરે છે. આજ નામમાલાને જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૨૭)માં પંચવર્ગ પરિહારનામમાલા કહી છે, પણ તે વિચારણીય જણાય છે, કેમકે ૧૨૪ એવી કૃતિઓમાં તો પાંચે વર્ગના અક્ષરોનો નહિ કે કેવળ પ-વર્ગના અક્ષરોનો અભાવ હોય છે. જિનચન્દ્રીય અપવર્ગ-નામમાલા-આ કદાચ ઉપર્યુક્ત જ કૃતિ હશે. તેમ ન હોય તો એના કર્તા જિનચંદ્રસૂરિ છે. જૈ. ગ્રં. (પૃ. ૩૦૯)માં ૨૧૫ શ્લોક જેવડી એક અજ્ઞાતકર્તુક અપવર્ગ-નામમાલાની નોંધ છે. નિઘંટુ-શેષ (લ. વિ. સં. ૧૨૧૦)- વૈદિક શબ્દોના સમૂહને “નિઘંટુ' કહે છે. એના ઉપર યાઓ નિરુક્ત રચ્યું છે. આમ ‘નિઘંટુ’ શબ્દ અતિપ્રાચીન છે. “નિઘંટુનો બીજો અર્થ “વનસ્પતિઓનાં નામોનો સમૂહ' એમ પ્રાચીન સમયથી કરાતો આવ્યો છે એમ ધન્વન્તરિ-નિઘંટુ, રાજકોશ-નિઘંટુ, સરસ્વતી-નિઘંટુ, હનુમન્-નિઘંટુ ઇત્યાદિ નામો જોતાં જણાય છે. પ્રસ્તુત નિઘંટુ-શેષમાંનો ‘નિઘંટુ’ શબ્દ આ બીજા અર્થમાં વપરાયો છે. આમ આ વનસ્પતિનો કોશ (botanical dictionary) છે. એના કર્તા કલિ.' હેમચન્દ્રસૂરિ છે. એમણે આ કોશ છ કાંડમાં વિભક્ત કર્યો છે. એનાં નામ અને શ્લોક-સંખ્યા નીચે મુજબ છેઃ (૧) વૃક્ષ (ગ્લો. ૧૮૧), (૨) ગુલ્મ (શ્લો. ૧૦૫), (૩) લતા (શ્લો. ૪૪), (૪) શાક (ગ્લો. ૩૪), (૫) વ્રણ (શ્લો. ૧૭) અને (૬) ધાન્ય (શ્લો. ૧૫): P ૧૨૫ આમ આ ૩૯૬ શ્લોકોમાં ગુંથાયેલો કોશ વૈદકશાસ્ત્ર માટે પણ ઉપયોગી છે. ૧. “અપવર્ગ”ના બે અર્થ થાય છે : પ-વર્ગથી રહિત અને મોક્ષ પહેલો અર્થ અત્રે પ્રસ્તુત છે. ૨. એમનો વિસ્તૃત પરિચય વિજ્ઞપ્તિત્રિવેણીની પ્રસ્તાવનામાં જિનવિજયજીએ આપ્યો છે. ૩. આ કોશ “અભિધાન-સંગ્રહ”માં છટ્ટા કોશ તરીકે શકસંવત્ ૧૮૧૮માં છપાયો છે. “દે. લા. જૈ. પુ. સં.” તરફથી પણ આ અભિ. ચિ. વગેરે સહિત ઈ. સ. ૧૯૪૬માં છપાયો છે, પરંતુ એમાં પ્રારંભમાં ૨-૧૫ પદ્યો નથી. ૧૭મું પદ્ય તૂટક છે અને ત્રીજા કાંડમાં પણ એક પદ્ય અધૂરું છે. આ પરિસ્થિતિ જોતાં વિ. સં. ૧૨૮૦માં લખાયેલી હાથપોથી મેળવી એનું ફરીથી સંપાદન થવું ઘટે. ૪.પ્ર. ચ. (ઇંગ ૧૨, શ્લો. ૮૩૭)માં ચાર મકોશો ગણાવતાં “કોશ'ને બદલે “નિઘંટુ’ શબ્દ વપરાયો છે. આમ અહીં ‘શબ્દોનો સમૂહ' એવો અર્થ ‘નિઘંટુ’નો કરાયો છે. ૫. વનસ્પતિના આ છ ભેદો શ્યામાચાર્યે પણવણા (પય ૧)માં વનસ્પતિકાયના અધિકારમાં ‘પ્રત્યેક-શરીર’ બાદર વનસ્પતિકાયના વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વેલ, પર્વગ, તૃણ, વલય, હરિત, ઔષધિ, જલરુ અને કુહણ એમ જે બાર ભેદો ગણાવ્યા છે તેનું તેમજ વિનયવિજયગણિએ વિ. સં. ૧૭૦૮માં રચેલા લોકપ્રકાશ (સ. ૫, શ્લો. ૯૮)માં પણ આપેલી આ જ હકીકતનું સ્મરણ કરાવે છે. આ બંને કૃતિઓમાં વૃક્ષાદિ બારેનાં ઉદાહરણો અપાયાં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy