________________
૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
કર્યો છે. આ ઉપરથી એ ફલિત થાય છે કે એમનું પંચાંગ વ્યાકરણ તૈયાર થઈ આદરપાત્ર બન્યું ત્યાર બાદ આ કોશ એમણે રચ્યો છે.
ત્રીજા કાંડના નિમ્નલિખિત ગ્લો. ૩૭૬-૩૭૭ ઉપરથી એ અનુમાન દોરાય કે કુમારપાલ નરેશ્વર “પરમાઈત' યાને જૈન બન્યા અને એમણે રાજ્યકારભાર ચલાવવા માંડયો ત્યાર પછી આ કોશની રચના થઈ છેઃ
“कुमारपालश्चौलुक्यो राजर्षिः परमार्हतः ।।३७६ ।। मृतस्वमोक्ता धर्मात्मा मारिव्यसनमारकः ।" P ૧૧૫ આ ઉપરથી આ કોશ વિ. સં. ૧૧૯૯ પછી ચારેક વર્ષે હેમસમીક્ષા (પૃ. ૭૦) પ્રમાણે વિ. સં. ૧૨૦૦-૮માં રચાયો હોય એમ જણાય છે.
સ્વોપજ્ઞ વિવૃતિ–આનું નામ તત્ત્વાભિધાયિની હોય એમ લાગે છે.' લગભગ સાડા આઠ હજાર શ્લોક જેવડી આ વિવૃતિમાં પ્રારંભમાં શ્લો. ૩માં કહ્યું છે કે વાસુકિ અને વ્યાપિનાં પ્રામાણ્ય, ધનપાલમાંથી
ચિસ્પતિ વગેરેના પ્રપંચ અહીં લક્ષ્યમાં લેવાયાં છે. આમ આની રચનામાં સાધનીભૂત ગ્રંથોનો સંક્ષેપમાં નિર્દેશ છે. આ ઉપરાંતના ગ્રંથકારોનાં નામ “ય. જે. ગ્રં.”ની ઉપર્યુક્ત આવૃત્તિ અને એ પૂર્વે ઓટ્ટો બોટલિંક અને ચાર્લ્સ રિયુ દ્વારા સંપાદિત આવૃત્તિ ઉપરથી જાણી શકાય છે. એમાંથી શ્વેતાંબર આદ્ય વૈયાકરણ બુદ્ધિસાગર અને વિષ્ણુપુરાણ એ બે નામ હું અહીં નોંધું છું.
વિવૃતિ (પૃ. ૧૩)માં ત્રિષષ્ટિનો ઉલ્લેખ છે અને પૃ. ૧૦૦માં વાડિના આધારે ૩૪ જાતકોનાં નામ અપાયાં છે.
આ વિવૃતિ ઉપરાંત આ અભિ. ચિ. ઉપર નીચે મુજબની નાની મોટી બીજી સાત ટીકા છે :(૧) ટીકા-આના કર્તા કુશલસાગર છે. P ૧૧૬ (૨) સારોદ્ધાર-ખરતરમ્ ગચ્છના જ્ઞાનવિમલના શિષ્ય શ્રીવલ્લભગણિએ આ ટીકા વિ. સં. ૧૬૬૭માં
રચી છે. દુર્ગપદપ્રબોધ નામની ટીકા તે આ જ છે ? આિ. ધર્મધુરંધરસૂરિ સંપાદન કરે છે.] (૩) વ્યુત્પત્તિ-રત્નાકર- કલ્યાણસાગરસૂરિના રાજ્યમાં “અંચલ' ગચ્છના રવિચન્દ્રના શિષ્ય
દેવસાગરગણિએ વિ. સં. ૧૬૮૬માં આ ટીકા રચી છે. [સંપા. પં.શ્રીચન્દ્રવિજય ગ. પ્રકા. રાંદેર
રોડ જૈન સંઘ-સૂરત] (૪) ટીકા-આના કર્તા ભાનુચન્દ્રમણિ છે (૫) ટીકા-આના રચનાર સાધુરત્ન છે. (૬) અવચૂરિ–જૈ. ગ્રં. (પૃ. ૩૧૦) પ્રમાણે આ અવચૂરિ ૪૫૦૦ શ્લોક જેવડી છે અને એની હાથપોથી
પાટણમાં છે. આના કર્તાનું નામ જાણવામાં નથી. (૭) "રત્નપ્રભા-આના કર્તા ૫. વાસુદેવરાવ જનાર્દન કશેળીકર છે. એમાં કેટલીક વાર સંસ્કૃત શબ્દના
ગુજરાતીમાં અર્થ અપાયા છે. દા. ત. જુઓ પૃ. ૧૦૬ અને ૧૦૭.
બીજક-અભિધાન-ચિન્તામણિ-નામમાલા-બીજક એ નામની ત્રણ કૃતિઓ જોવાય છે૧. “. ક. જૈ. મો.'માં છપાયેલી રત્નપ્રભાની પ્રત્યેક કાંડના અંતમાં અપાયેલી) પુમ્બિકા જોતાં જણાય છે. દા.ત.
इति परमार्हत० नाममालाया स्वोपज्ञतत्त्वाभिधायिनी-वृत्त्यनुसारिणीरत्नप्रभाव्याख्यायां प्रथमो देवाधिदेवकाण्डः" ૨. Otto Bohtlingk. ૩. Charles Rieu. ૪. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૧૧૨, ટિ ૧= 64 ટિ. ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org