SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ છે, જો કે અહીં તો એમણે જૈન તરીકે આ કોશ રચ્યાનું મેં માની લીધું છે. વિશેષમાં આ કોશ શબ્દોની કેવળ વ્યુત્પત્તિ પૂરતો જ નહિ હશે, પરંતુ એના પર્યાયો પૂરા પાડતો હશે એવી હું કલ્પના કરું છું. નિઘંટુ (લ. વિ. સં. ૧૦૮૦)- વર્ધમાનસૂરિએ વિ. સં. ૧૧૪૦માં મનોરમા-ચરિય રચ્યું છે. એની પ્રશસ્તિ (શ્લો. ) ઉપરથી જણાય છે કે (વિ. સં. ૧૦૮૦માં બુદ્ધિસાગર વ્યાકરણ રચનારા) બુદ્ધિસાગરસૂરિએ વ્યાકરણ, છંદ, નિઘંટુ, કાવ્ય, નાટક, કથા, પ્રબંધ ઇત્યાદિ રચ્યાં છે. આમ અહીં જે નિઘંટુનો ઉલ્લેખ છે તેથી અભિ. ચિ. જેવો કોશ સમજવાનો હશે. જો એ વનસ્પતિને અંગેનો જ કોશ હોય અને સાથે સાથે એ સંસ્કૃતમાં હોય એ એ હૈમ નિઘંટુ-શેષ કરતાં પ્રાચીન ગણાય. બુદ્ધિસાગરસૂરિનો આ કોશ કે એમણે રચેલી કાવ્ય, નાટક, કથા કે પ્રબંધને અંગેની કોઈ કૃતિ હજી સુધી તો મળી આવેલ નથી. અભિધાન-ચિન્તામણિ (લ. વિ. સં. ૧૨૦૭)- આ નામમાલાના-કોશના કર્તા “કલિ.’ હેમચન્દ્રસૂરિ છે. એમણે આ કોશ ઉપરાંત અનેકાર્થ-સંગ્રહ અને “નિઘંટુશેષ તેમજ દેસિય (દેશ્ય) શબ્દોને અંગે રયણાવલિ યાને દેસિસસંગહ એમ બીજા ત્રણ કૌશો રચ્યા છે, અને એ દ્વારા વ્યાકરણના જ્ઞાનને સક્રિય બનાવવા માટે અને વિદ્યાર્થીઓને સંસ્કૃતાદિ ભાષાનું જ્ઞાન મેળવવા માટે માર્ગ મોકળો કર્યો છે. ૧. પેિન્દ્રકુમાર પગારિયા સંપાદિત મનોરમાકહા નામે આ એલ.ડી.ઇસ્ટી. અમદાવાદથી પ્રસિદ્ધ છે.] ૨. આના અર્થ માટે જુઓ નિઘંટુ-શેષને લગતું મારું લખાણ (પૃ. ૧૨૪). ૩. આ કોશ વિદ્યાકર મિશ્ર ઈ. સ. ૧૮૦૮માં કલકત્તાથી બહાર પાડયો હતો. ત્યારબાદ એ અભિધાન-સંગ્રહમાં બીજા ભાગ તરીકે ““મહાવીર જૈન સભા” તરફથી ખંભાતથી શકસંવત્ ૧૮૧૮માં પ્રસિદ્ધ કરાયો હતો. વળી એ કોશ સ્વપજ્ઞ વિવૃતિ સહિત “ય. જૈ. ગ્રં.” તરફથી વીરસંવત્ ૨૪૪૬માં છપાવાયો છે. બીજા ભાગ તરીકે મૂળ કોશમાંના શબ્દોની સૂચિ તેમજ સ્વપજ્ઞ વિવૃતિમાં નોંધેલા શેષ શબ્દોની સૂચિ, સ્વોપજ્ઞ વિવૃતિમાં નિર્દેશાયેલા ગ્રંથકારોની નામાવલી સહિત આ જ સંસ્થા તરફથી એ જ (વીરસંવત્ ૨૪૪૬) વર્ષમાં પ્રકાશિત થયો છે. બીજા ભાગનું તમામ સંપાદન મુનિશ્રી જયંતવિજયજીએ કર્યું છે. વળી “મુક્તિ-કમલ-જૈન-મોહનમાલા”માં ૨૧મા પુષ્પ તરીકે એ કોષ સ્વપજ્ઞ તત્ત્વાભિધાયિની વૃત્તિને અનુસરનારી રત્નપ્રભા વ્યાખ્યા તેમજ શેષનામમાલા, જિનદેવકૃત શિલોંછ અને સુધાકલશકૃત એકાક્ષર-નામમાલા એ ત્રણ પરિશિષ્ટો સહિત છપાયો છે. એનું સંશોધન મુનિશ્રી ધર્મવિજયજીએ (હવે શ્રીવિજયધર્મસૂરિએ) કર્યું છે. આ ઉપરાંત “દે, લા. જૈ. પુ. સં.” તરફથી આ કોશ અકારાદિ ક્રમપૂર્વકની શબ્દાનુક્રમણિકા તેમજ નિગ્નલિખિત અન્ય કૃતિઓ સહિત ઈ. સ. ૧૯૪૬માં પ્રકાશિત કરાયો છે (અ) શેષનામમાલા, (આ) જિનદેવકૃત શિલોંજી, (ઈ) (હૈમ) નિઘંટુશેષ, (ઈ) (હૈમ) લિંગાનુશાસન, (6) એકાક્ષર-કોશ, (ઊ) પુરુષોત્તમે રચેલો શબ્દભેદપ્રકાશ અને (8) સુધાકલશકૃત એકાક્ષર-નામમાલા. વિ. સં. ૨૦૩૨માં જૈન સાહિત્યવર્ધકસભા અ. ચિ. સ્વોપજ્ઞટીકા સાથે પ્રગટ કર્યો છે. સંપાદક આ. હેમચન્દ્રસૂરિએ સાર્થ શબ્દસૂચી પણ આપી છે. આની બીજી આવૃત્તિ હમણાં જ બહાર પડી છે. મુનિ પૂર્ણચન્દ્ર વિ. આદિએ સંકલિત કરેલ અભિધાન વ્યુત્પત્તિ પ્રક્રિયાકોશ’ વિ. ૨૦૪૪માં જિ. આ. ટ્ર. ધ્વારા બે ભાગમાં બહાર પડ્યો છે. આમાં અ. ચિ. ના શબ્દો અકારાદિક્રમે અને સામે ટીકાનો અંશ પર્યાય તથા અર્થ ગુજરાતીમાં આપ્યો છે. સં. મુનિચન્દ્ર વિ.] ‘સાર્થ શબ્દાવલી’ નામે પણ અભિધાન ચિ. શેષ, શિલોંજીના શબ્દો અકારાદિક્રમે પ્રગટ થયેલ છે.] ૪-૫ આનો પરિચય આગળ ઉપર અપાયો છે. ૬. આના પરિચય માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૫૮-૫૯). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy