SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩ : હૈમ પંચાંગ વ્યાકરણ : પ્રિ. આ. ૮૯-૯૩] ૫૩ ૧૬, ૨, ૩ ૪ 22 ગૃટ , ગે, ઐ, ઓ, મૌ, અને હું તેમજ અનુસ્વાર. ઇકાર એ અનુબંધ આત્મપદનો અને ઈકાર ઉભયપદનો બોધક છે. “ઓ' એ ધાતુ વેટુ છે એ સૂચવે છે. આ ઉપરાંત ધાતુ અનિદ્ છે એ સૂચવવા અનુસ્વારનો ઉપયોગ કરાયો છે. ધાતુના અનુબંધપૂર્વકના નિર્દેશની સાથે સાથે એનો અર્થ સંસ્કૃતમાં અપાયો છે. સ્વપજ્ઞ વૃત્તિ-આનું કોઈ વિશિષ્ટ નામ નથી. આમાં અગ્રંથો અને ગ્રંથકારોનો જે નામોલ્લેખ P ૯૨ છે એ એની મહત્તામાં વૃદ્ધિ કરે છે. આ વૃત્તિનો પ્રારંભ નિમ્નલિખિત પદ્ય દ્વારા કરાયો છે. : "श्रीसिद्ध हेम चन्द्रव्याकरणनिवेशितान् स्वकृतधातून् ।आचार्यहेमचन्द्रो विवृणोत्यहँ नमस्कृत्य ॥१॥" બાકીની સમગ્ર વૃત્તિ ગદ્યમાં છે જો કે અવતરણો પદ્યમાં છે. આ વૃત્તિમાં કર્તાએ પોતાને આચાર્ય કહ્યા છે. હૈમ ધાતુપાઠ–જૈ. ગ્રં. (પૃ. ૩૦૧)માં આની નોંધ લેતાં એને પુણ્યસુંદરની ૭૬૦ શ્લોક જેવડી કૃતિ કહી છે અને એ નામની પછી કૌંસમાં “સ્વરવર્ણાનુક્રમ ૧૬' એવો ઉલ્લેખ કરાયો છે. આ નામની ૩૨૫ શ્લોક જેવડી એક અજ્ઞાતકર્તક કૃતિની પણ અહીં નોંધ છે. હૈમ ધાતુવૃત્તિ- આ કોઈકની કૃતિની ૩૭૬ પત્રની એક હાથપોથી ભાવનગરના ભંડારમાં છે એમ જૈ. ગ્રં. (પૃ. ૩૦૧) જોતાં જણાય છે. ધાતુરત્નાકર (વિ. સં. ૧૬૮૦)- આ ૨૧૦૦ શ્લોક જેવડી કૃતિના રચનાર “ખરતર' ગચ્છના સાધુસુન્દરગણિ છે. એઓ એ ગચ્છના પાઠક સાધુકીર્તિના શિષ્ય અને વિમલતિલકના ગુરુભાઈ થાય છે. એમણે ઉક્તિ-રનાકર તેમજ લશબ્દ-રનાકર રચ્યા છે. વળી એમણે આ ધાતરનાકર ઉપર ૧૬૮૦માં ક્રિયાકલ્પલતા નામની વૃત્તિ રચી છે. આ બેમાંથી એકે કૃતિ પ્રસિદ્ધ થઈ નથી અને એકની હાથપોથી મારા જોવામાં આવી નથી. એથી એ પ્રશ્ન હુરે છે કે આ ધાતુરત્નાકર સિ. હે.ને અનુસરે છે કે કેમ ? જો એ અનુસરતો હોય તો એને આ ત્રીજા પ્રકરણમાં સ્થાન અપાવું ઘટે પણ જો એ કોઈ અજૈન વ્યાકરણને અંગેનો ગ્રંથ હોય તો પ્ર. ૧૭માં એનો નિર્દેશ થવો જોઈએ. ૧-૨. કેટલીક વાર “રૂને બદલે ‘નો અને એવી રીતે બને બદલે ‘ગુનો ઉપયોગ કરાયો છે. ૩. આ સંજ્ઞાઓ પાણિનીય અષ્ટા.થી જૂદી પડે છે. એમાં તો હું, ગુ, ઇ, ઉં, જીરુ, ઈ, ઊ, – અને હું એમ સંજ્ઞાઓ છે. ૪. આ ગીરધરનગર જૈન સંઘ દ્વારા પ્રકાશિત છે. પ્રાપ્તિસ્થાન ઢંકારસૂરિજ્ઞાનમંદિર-સૂરત. પ. દા. ત. ભગવદ્ગીતા. ઉપરોક્ત સંસ્કરણમાં ગ્રંથકારે સૂચવેલ મતભેદોનું પરિશિષ્ટ પણ આપ્યું છે. ૬. કણ્વ, કાલિદાસ, કૌશિક, દ્રમિલ, માઘ ઇત્યાદિ. ૭. શ્રી વિજયલાવણ્યસૂરિએ ધાતુરત્નાકર નામની કૃતિ રચી એમાં ધાતુઓનાં રૂપો આપ્યાં છે. આ કૃતિ અમદાવાદની જૈન ગ્રંથ પ્રકાશક સભા” તરફથી સાત ભાગમાં પ્રસિદ્ધ થઈ છે. પહેલા પાંચ ભાગ વિ. સં. ૧૯૯૫માં, છઠ્ઠો ભાગ ૧૯૯૬માં અર્ન સાત ૧૯૯૭માં પ્રસિદ્ધમાં મૂકાયા છે. સાત ભાગનું પુનર્મુદ્રણ થયું છે.' ૮. જુઓ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૧૯૮). ૯. આ છ કાંડમાં ૧૦૧૧ શ્લોકમાં રચાયેલી કૃતિ “ય. જૈ. ગ્રં.”માં ગ્રંથાંક ૩૬ તરીકે વીરસંવત ૨૪૩૯ પ્રકાશિત કરાઈ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy