SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩ : હૈમ પંચાંગ વ્યાકરણ : પ્રિ. આ. ૮૭-૮૯] ૫૧ છે. કનકપ્રભના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય પ્રભાચંદ્રસૂરિએ વિ. સં. ૧૩૩૪માં પ્ર. ચ. રચ્યું છે. એમાં મહેન્દ્રસૂરિ ચરિત (ગ્લો ૩૨૮)માં એમણે કહ્યું છે કે દેવાનંદસૂરિએ સિ. હે.નો ઉદ્ધાર કરી સિદ્ધસારસ્વત નામનું નવીન વ્યાકરણ રચ્યું. આ ઉપરથી એમ અનુમનાય કે સિદ્ધસારસ્વતની રચના વિ. સં. ૧૨૭૫ની આસપાસમાં થઈ હશે. આ પૂર્વે કોઈએ આ જાતનું સિ. હે.ના ઉદ્ધારરૂપે વ્યાકરણ રચ્યાનું જાણવામાં નથી. એ હિસાબે આ જાતનું આ પ્રથમ વ્યાકરણ ગણાય. ૧૧ણાદિગણસૂત્ર–ઉણાદિ એટલે કે, ઉર ઈર વગેરે (પ્રત્યય). “ઉ” એ “ઉ” પ્રત્યયનો ‘’ અનુબંધ (indicative sign) પૂર્વકનો નિર્દેશ છે. આ પ્રત્યયો દર્શાવવા માટે “કલિ.” હેમચન્દ્રસૂરિએ P ૮૯ ૧૦૦૬ સૂત્રોની રચના કરી છે. એ કૃતિને ઉણાદિસૂત્ર, ઉણાદિ ગણસૂત્ર અને ઉણાદિસૂત્રપાઠ એમ વિવિધ નામે ઓળખાવાય છે. આ કૃતિની ઉત્પત્તિ “૩ાવિયઃ' એ સિ. હે. (અ. ૫, પા. ૨)ને ૯૩મા સૂત્રને આભારી છે. આ સૂત્રની સ્વોપજ્ઞ લઘુવૃત્તિમાં “વત્ ધાતોતિયો બેહુર્ત :' એવું એનું સ્પષ્ટીકરણ છે. ઉણાદિગણસૂત્રમાં અનુબંધ વગરના ધાતુને ઉણાદિ પ્રત્યય લગાડી શબ્દો સિદ્ધ કરાયા છે-એની વ્યુત્પત્તિ દર્શાવાઈ છે. આ સમસ્ત વ્યુત્પત્તિઓ આધુનિક ભાષાશાસ્ત્રીઓને ભલે માન્ય ન હોય, છતાં એ એક વેળાની માન્યતાની સૂચક છે એ રીતે તો એ મહત્ત્વની છે જ. વળી અહીં જે શબ્દો નોંધાયા છે તે પૈકી કેટલાયે શબ્દો દસ્ય, દ્રાવિડ અને વિદેશીય ભાષામાં પણ જોવાય છે. એનો અભ્યાસ ભાષાનાં સ્વરૂપ અને વિકાસ ઉપર તેમજ તે સમયના લોકોની રહેણીકરણી ઉપર ચૂનાધિક પ્રમાણમાં પ્રકાશ પાડે તેમ છે. સ્વપજ્ઞ ટીકા-આનું આદ્ય પદ્ય નીચે મુજબ છે:"श्रीसिद्धहेमचन्द्रव्याकरर्णानिवेशिनामुणादीनाम् । आचार्यहेमचन्द्रः करोति विवृतिं प्रणम्याहम् ॥१॥" આના પછી ટીકાનો સમગ્ર ભાગ ગદ્યમાં અપાયો છે. ઉપયોગ-અભિ. ચિ.ની સ્વોપજ્ઞ વિવૃતિમાં અનેક શબ્દોની સિદ્ધિ માટે આ ઉણાદિગણસૂત્રનાં "સૂત્રોનો ઉપયોગ કરાયો છે. ૧. આનું સ્વપજ્ઞ ટીકા સહિત સંપાદન, વીએનાની “ઈમ્પરિયલ એકેડેમિ ઑફ સાયન્સીસ”ની આજ્ઞા અનુસાર જોહ (Joh) કિટૈ (Kirste) એ કર્યું છે. એ “એજ્યુકેશન સોસાયટીના મુદ્રણાલય (ભાયખાલા)માં ઈ. સ. -પ માં છપાયું છે. શરૂઆતમાં પૃ. ૧-૫૫માં અનેકાર્થસંગ્રહગત શબ્દોની અકારાદિ ક્રમે સૂચી છે. ત્યાર બાદ સ્વોપજ્ઞ ટીકા સહિત ઉણાદિગણસત્ર નામની કતિ અપાઈ છે. એના પછી ટિપ્પણ છે. ત્યાર બાદ ઉણાદિગણસૂત્રનાં સૂત્રોમાંના શબ્દો અકારાદિક્રમે રજૂ કરાયા છે. મૂળ કૃતિ નામે ઉણાદિગણસૂત્ર છે. કુ. (પૃ. ૮૨-૧૨૭)માં છપાઈ છે (જુઓ પ્ર. ૨, પૃ. ૩૪). વળી એ અમરચન્દ્રકૃત બૃહદ્વૃત્તિ-અવચૂર્ણિકાની મુદ્રિત પ્રતિમાં દ્વિતીય પરિશિષ્ટ તરીકે પણ છપાઈ છે. જુઓ પૃ. ૭૫.[ઉણાદિકોશ પણ પ્રગટ થયો છે.] ૨. અહીં ગણનો અર્થ ‘સમૂહ' સમજવાનો છે. ૩. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૧. ૪. આની એક સૂચી તૈયાર થવી ઘટે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy