SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ સન્તલન-પ્ર. ચ. (શંગ ૨૨, શ્લો. ૮૬-૮૭) પ્રમાણે “કલિ.’ હેમચન્દ્રસૂરિને સિદ્ધરાજે જ્યારે વ્યાકરણ રચવા વિજ્ઞપ્તિ કરી ત્યારે એ સૂરિએ કાશ્મીરથી આઠ વ્યાકરણો મંગાવી આપવા કહ્યું. આના નામ કોઈ સ્થળે નોંધાયેલાં હોય એમ જણાતું નથી. ગમે તેમ એમણે આ આઠ વ્યાકરણોનો તો ઉપયોગ કર્યો જ હોવો જોઈએ. પુરોગામીઓની સબળ કૃતિઓનો જેટલા પ્રમાણમાં લાભ લેવાય તેટલો લેવો અને પુસ્તક રચવામાં એના અંશો તેના તેજ સ્વરૂપમાં લેવા યોગ્ય જણાય તો તેમ પણ કરવું. આ પ્રકારની મનોદશા પ્રાચીન સમયના જૈન શ્રમણો સેવતા હતા. “કલિ.’ હેમચન્દ્રસૂરિની પણ આવી વૃત્તિ હોવાથી તેમજ રાજા તરફથી સત્વર કાર્ય કરી આપવાનું સૂચન હોવાથી એમણે શાકટાયનનાં કેટલાં યે સૂત્રો જરાયે ફેરફાર P ૬૭ વિના અપનાવ્યાં છે, અને એનાં કેટલાંક સૂત્રો સમુચિત ન જણાતાં એમાં એમણે પરિવર્તન કરી તેને સ્થાન આપ્યું છે. પાંત્રીસ પદ્યો-પ્ર. ચ. (શંગ ૨૨, શ્લો. ૧૦૧-૧૦૨)માં સિ. હે.ના (અંતિમ સિવાયના) દરેક પાદને અંતે એકેક પદ્ય અને સર્વ પાદને અંતે ચાર એટલે કે ત્રીસ વત્તા પાંચ એમ ૩૫ પદ્યની પ્રશસ્તિ હોવાનો ઉલ્લેખ છે. આજે સિ. હે.ના ૩૨ પાદ પૈકી પ્રત્યેકને અંતે એકેક પદ્ય અને અંતમાં ત્રણ વધારે એમ ૩૫ પદ્યો જોવાય છે. આ પદ્યો સિ. હે ના સમજવાં કે એની સ્વપજ્ઞ લઘુવૃત્તિનાં કે એની બૃહદુવૃત્તિનાં ગણવાં એવો એક પ્રશ્ન આ ત્રણેનાં વિવિધ સંપાદને જોતાં ઉદ્ભવે છે. અંતિમ નિર્ણય કરવા માટે આ ત્રણેની પ્રાચીન હાથપોથીઓ તપાસવી ઘટે. આ સંબંધમાં થોડોક વિચાર કરતાં અત્યારે તો મારું એમ માનવું થાય છે કે એ સિ. હે.ની સ્વોપન્ન બૃહદ્રવૃત્તિનાં જ છે. આ ૩૫ પદ્યો પૈકી પહેલાં ૩૪ પદ્યો દ્વારા “ચૌલુક્ય વંશના નીચે મુજબના સાત રાજાઓની પ્રશંસા કરાઈ છે : (૧) મૂલરાજ, (૨) ચામુંડરાજ, (૩) વલ્લભરાજ, (૪) દુર્લભરાજ, (૫) ભીમદેવ, (૬) કર્ણદેવ, અને (૭) સિદ્ધરાજ જયસિંહ. ૧. “શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચાર સમિતિ” તરફથી વિ. સં. ૨૦૦૨માં પ્રકાશિત અને પં. ચંદ્રસાગરગણિ (હવે સૂરિ) દ્વારા સંપાદિત “શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનમ્” (ભાગ ૧)ની પ્રસ્તાવના (પૃ. ‘કુ')માં શાકટાયન વ્યાકરણ (અ. ૧, પા. ૧)માંનાં વીસ સૂત્રો આપી એનાં એ જ સૂત્રો સિ. હે.માં ક્યાં ક્યાં છે તે દર્શાવાયું છે. એના પછીના પૃષ્ઠમાં શાકટાયન વ્યાકરણમાંથી નવ સૂત્રો આપી એમાં રહેલી કિલષ્ટતા અને સંદિગ્ધતાને દૂર કરનારા સિ. હે.નાં સૂત્રો સંતુલનાર્થે રજૂ કરાયાં છે. આ સંપાદનમાં બીજા અધ્યાયના બીજા પાદ પૂરતાં સૂત્રો અપાયાં છે. આમ અહીં સંજ્ઞા, સંધિ, નામ અને કારકને લગતાં સૂત્રો છે. એને અંગેની હૈમ બૃહવૃત્તિ નામે તત્ત્વપ્રકાશિકા અને ચંદ્રસાગરજીએ તૈયાર કરેલી આનંદબોધિની નામની વિવતિ અહીં અપાઈ છે. અંતમાં ૧૪ પરિશિષ્ટો અપાયાં છે. ૨. આનો ગુજરાતી અનુવાદ હૈમ-સારસ્વત-સત્રમાં અપાયો છે. “ગુજરાતનું પ્રધાનતમ વ્યાકરણ” નામના લેખના અંતમાં આ ૩૫ પદ્યો ગુજરાતી અનુવાદ સહિત અપાયાં છે. 3. “पादान्ते श्लोकमेककम् ॥१०१॥ तच्चतुष्कं च सर्वान्ते श्लोकैस्त्रिंशद्भिरद्भुता । पञ्चाधिकैः प्रशस्तिश्च विहिताऽवहितैस्तदा ॥१०२॥" Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy