SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ (૧) 'અલંકાર-મંડન, (૨) ઉપસર્ગ-મંડન, (૩) કાદંબરી-મંડન, (૪) કાવ્ય-મંડન, (૫) ચંપૂ મંડન, (૬) શૃંગાર-મંડન, (૭) સંગીત-મંડન અને (૮) સારસ્વત-મંડન. આ ઉપરાંત એમણે કવિ-કલ્પદ્રુમ-સ્કંધ અને ચન્દ્રવિજય એ બે કૃતિઓ પણ રચી છે. એમનું ચરિત્ર મહેશ્વર નામના કવિએ રચ્યું છે, અને એનું નામ 'કાવ્યમનોહર રાખ્યું છે. ઉપસર્ગખંડન નામની આ કૃતિના નામમાં કર્તાનું નામ છે અને સાથે સાથે એ જે વિષયની છે તેનું પણ નામ છે, પરંતુ “ઉપસર્ગ શબ્દ અનેકાર્થી છે. શ્રમણ ભગવાન મહાવીરસ્વામીને સંગમે જે પ્રતિકૂળ તેમજ સાનુકૂળ ઉપદ્રવો કર્યા હતા તે તેમજ દેવ કે મનુષ્ય તરફથી કેટલાક જૈન મુનિવરોને જે કનડગત કરાઈ હતી તે “ઉપસર્ગ' તરીકે સુપ્રસિદ્ધ છે. ઉપસર્ગના આ અર્થ ઉપરાંત એનો બીજો અર્થ ધાતુઓ કે ધાતુ ઉપરથી બનાવાયેલા નામાદિની આગળ જોડાતો અને એના મૂળ અર્થમાં પ્રાયઃ વિશેષતા લાવતો શબ્દ કે અવ્યય એ છે. આથી અહીં ગ્રંથનું નામ વિચારતાં એ પ્રશ્ન ઉદ્ભવે કે એમાં પ્રથમ અર્થવાચક ઉપસર્ગનું P ૫૪ નિરૂપણ છે કે દ્વિતીય અર્થવાચક ઉપસર્ગનું? જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૪) પ્રમાણે એ વ્યાકરણના એક અંશરૂપ એવા દ્વિતીય અર્થનો દ્યોતક છે. આ હિસાબે આ કૃતિમાં અધિ, અનુ, અપ, અભિ, અવ, ઉપ, પર, પ્ર, સમ્ વગેરે ઉપસર્ગોનું નિરૂપણ હશે એમ કહી શકાય. આ નિરૂપણમાં સિ. હે.ની કે એની કોઈ સ્વપજ્ઞ વૃત્તિની છાયા હોય તો આ કૃતિને આના પછીના પ્રકરણમાં સ્થાન અપાવું ઘટે. ધાતુમંજરી (લ. વિ. સં. ૧૬૫૦) - આ ૧૨૦૦ શ્લોકની કૃતિ સિદ્ધિચન્દ્રગણિએ રચી છે. આ પાણિનીય જેવા અજૈન સંસ્કૃત ધાતુપાઠને લગતી સંસ્કૃત કૃતિ નહિ હશે એમ માની એની મેં અહીં નોંધ લીધી છે. બાકી એની એક હાથપોથી જે લીંબડીના ભંડારમાં છે એ જોવા મળે આ કૃતિનો વાસ્તવિક અને પરિપૂર્ણ પરિચય હું આપી શકું. એથી અત્યારે તો આ ગણિનો પરિચય આપું છું. આ ગણિ ભાનુચન્દ્રમણિના શિષ્ય થાય છે. એઓ "શતાવધાની યાને સો અવધાન કરનાર તરીકે પ્રખ્યાત છે. એમને અકબર બાદશાહે “ખુષુહમ્”ની પદવી આપી હતી. એમણે એમના ગુરુનું ચરિત્ર સંસ્કૃતમાં રચ્યું છે. વૃદ્ધ-પ્રસ્તાવોક્તિ-રત્નાકર એ એમની રચના છે. ૧. આ કૃતિ પાટણની “હેમચન્દ્રાચાર્ય સભા” તરફથી ૧૧મા ગ્રંથાક તરીકે છપાઈ છે. ૨. ઉપર્યુક્ત સભા તરફથી આ આઠ કૃતિઓ પૈકી બીજી, સાતમી અને આઠમી એ ત્રણ સિવાયની બધી છપાવાઈ છે. કાવ્ય-મંડન અને શૃંગાર-મંડન એ બે કૃતિ આ સર્ભ તરફથી વિ. સં. ૧૯૭૬માં પ્રસિદ્ધ કરાઈ છે. ૩. આ નામે આની નોંધ જિ. ૨. કો.માં નથી પરંતુ જૈ. સા. સં. ઇ. (પૃ. ૪૮૪) પ્રમાણે Catalogue Catalogorum માં આની નોંધ છે. ૪. આ કાવ્ય પાટણની “હે. સ” તરફથી પ્રકાશિત થયેલું છે. એની વિ. સં. ૧૫૦૪માં લખાયેલી હાથપોથી મળે છે. ૫. ભક્તામર સ્તોત્રની જે વૃત્તિ આ સિદ્ધિચન્દ્રમણિએ રચી છે તેમાં પ્રારંભમાં સોના અને અંતમાં ૧૦૮નો ઉલ્લેખ છે. ૬. આ ચરિત્ર ભાનુચન્દ્રમણિચરિત એ નામથી “સિંધી જૈન ગ્રંથમાલા”માં ઇ.સ. ૧૯૪૧માં છપાયું છે. ૭. કાદંબરી-ઉદ્ધાર યાને સંક્ષિપ્તકાદંબરીકથાનક એ એમની ગુજરાતી કૃતિ છે. આ કૃતિ પ્રાસ્તાવિક કથનપૂર્વક જિનવિજયજીએ (હવે ગૃહસ્થ) સંપાદિત કરી છે અને એ “પુરાતત્ત્વ” (પુ. ૫, અં. ૪, પૃ. ૨૪૧-૨૫૬)માં વિ. સં. ૧૯૮૩માં છપાઈ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy