SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૩O જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧ સંસ્કૃત ઉક્તિ એટલે બોલવાની રીત વિષે, મુગ્ધાવબોધ ઔક્તિકમાં નિયમો આપ્યા છે એથી અથવા તો પાધરી અને વાંકુડી યાને કર્તા, કર્મ અને ભાવિ ઉક્તિનું એમાં મુખ્યત્વે વિવેચન કરાયું છે. એથી એને ઓક્તિક નામ અપાયું છે. આ સંસ્કૃત ભાષાના વ્યાકરણને લગતો નાનો સરખો નિબંધ છે. કેવળ સંસ્કૃત દ્વારા જે મુગ્ધ જનોને વ્યાકરણ શીખવું અઘરું પડે તેને માટે ખાસ કરીને આમાં ઠેકાણે ઠેકાણે જૂની ગુજરાતીમાં સમજુતી અપાઈ છે. વ્યાકરણના સંપ્રદાય પ્રમાણે ઉક્તિઓનો પ્રાકૃતમાં સંગ્રહ’ કરવાનો પોતાનો વિચાર છે એમ કહી ગ્રંથકાર આ ગ્રંથ શરૂ કરે છે.” મુગ્ધાવબોધ ઔક્તિકમાં વિભક્તિ-વિચાર, કૃદંત-વિચાર, ઉક્તિ-ભેદ અને શબ્દ-સંગ્રહ જે આવે છે તેટલા પૂરતો વિભાગ પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ (પૃ. ૧૭-૧૮૦)માં છપાયો છે. આની પછી P ૫૦ “ગૌપિરિ" એવા શીર્ષકપૂર્વક જે લખાણ પૃ. ૧૮૧-૨૦૪માં અપાયું છે અને જેના અંતમાં બૌષ્ટ્રિપતિ સમાન' એવો ઉલ્લેખ છે તે મુગ્ધાવબોધ ઔક્તિકથી ભિન્ન કોઈ કૃતિ હોય એમ મને લાગે છે. આ સંબંધમાં છેવટનો નિર્ણય કરવાનું સુગમ સાધન આનું મુદ્રિત પુસ્તક છે, પણ હજી સુધી એ મને કોઈ સ્થળેથી જોવા મળ્યું નથી. પ્રસ્તુત ઔક્તિકના સ્વરૂપ પરત્વેની ગેરસમજની તેમજ એની કેટલીક હાથપોથીઓની નોંધ મેં “મુગ્ધાવબોધ ઔક્તિક” નામના મારા લેખમાં લીધી છે. આ ઔક્તિકની મુદ્રણાલય-પુસ્તિકા મેં કેટલીક હાથપોથીને આધારે વર્ષો થયાં તૈયાર કરી છે પણ પ્રકાશકના અભાવે એ છપાવી શકાઈ નથી. વાક્યપ્રકાશ (વિ. સં. ૧૫૦૭) - આ ઔક્તિક “બૃહત્ તપા' ગચ્છના રત્નસિંહસૂરિના શિષ્યાણુ ઉદયધર્મ વિ. સં. ૧૫૦૭માં “સિદ્ધપુર નગરમાં રચ્યું છે. એમણે ‘દ્વત્રિશદલકમલ' રૂપ બંધથી વિભૂષિત અને “સત્રમત્રવર્ગન' થી શરૂ થતું ૧૮ પદ્યનું “મહાવીર સ્તવન પણ રચ્યું છે. એમના આ P ૫૧ વાક્યપ્રકાશમાં ૧૨૮ પદ્યો છે. આ રચના પ્રાથમિક સ્મૃતિના કારણે કરાઈ છે. એનો ઉદેશ ગુજરાતી દ્વારા સંસ્કૃત ભાષાનું વ્યાકરણ શિખવવાનો છે. આથી તો અહીં કેટલાંક પદ્યોમાં ગુજરાતીમાં લખાણ છે અને એની સાથે સાથે સંસ્કૃતમાં એનો અનુવાદ છે. આ કૃતિનો પ્રારંભ ઉક્તિના “પ્રાધ્વર” અને “વક્ર' એ બે પ્રકારો અને એના ઉપપ્રકારોથી કરાયો છે. આગળ જતાં કર્તરિ અને કર્મણિના પ્રત્યયો ગણાવાયા છે અને એનાં ઉદાહરણ અપાયાં છે. (શ્લો. ૨ અને ૨૮માં “સકર્મક' એ અર્થમાં “સાપ્ય’ શબ્દ વપરાયો છે). ત્યાર બાદ ગણજ, નામ અને સૌત્ર (કવાદિ) એમ ધાતુના ત્રણ પ્રકાર દર્શાવી એનું સ્વરૂપ સમજાવાયું છે. પરસ્મપદી' વગેરે એમ પણ ધાતુના ત્રણ ભેદ પડાયા છે. ત્યાર બાદ વર્તમાના” વગેરે દસ વિભક્તિ, તદ્ધિત-પ્રત્યયો અને સમાસની સમજણ અપાઈ છે. ૧. આ લેખ “સિદ્ધચક્ર” (વ. ૧૨, અં. ૧૧)માં છપાયો છે. ૨. આ કૃતિ કોઇકની ટીકા સહિત મહેસાણાની “યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાલા” તરફથી ઇ. સ. ૧૯૧૩માં પ્રકાશિત સ્તોત્રરત્નાકર (ભા.૧)ના અંતમાં છપાયેલી છે. આ ટીકાનો પ્રારંભ “શ્રીમગિનેમાનગ''થી કરાયો છે. મૂળ કૃતિની વિ. સં. ૧૫૦૭માં લખાયેલી એક હાથપોથી મળે છે. ૩. જુઓ શ્લો. ૧૨૭ તેમજ એની ઉપર્યુક્ત ટીકાનું આદ્ય પદ્ય. ૪. જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૫૧૪) પ. આ સ્તવન જૈન સ્તોત્ર સમુચ્ચય (પૃ. ૨૬૫-૨૬૬)માં છપાયું છે અને એને અંગેનું ચિત્ર અંતમાં અપાયું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy