SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ર : વ્યાકરણ : પ્રિ. આ. ૪૮-૫૦] ૨૮ એઓ વિ. સં. ૧૪૫૫માં સ્વર્ગ સંચર્યા. એમણે વિ. સં. ૧૪૪૩માં વિચારામૃતસંગ્રહ અને કોઇક સમયે P ૪૮ સિદ્ધાંતાલાપકોદ્ધાર રચ્યાં છે. એમણે કેટલાક સ્તવ રચ્યા છે. જેમકે કાયઠિઈથોત્ત, “વિશ્વશ્રીદ્ધ' થી શરૂ થતો અને અષ્ટાદશચિત્રચક્રથી વિભૂષિત વીરસ્તવ અને “ગરીયા''થી શરૂ થતો પંચજિનહારબંધ-સ્તવ. વળી એમણે નિમ્નલિખિત કૃતિઓ ઉપર અવચૂર્ણિ (અવચૂરિ) રચી છે : પસવણાકપ્પ, પડિક્કમણસુત્ત અને પ્રણવણાતઈયાયસંગહણી. ગુજરાતી ભાષા દ્વારા સંસ્કૃત ભાષાના વ્યાકરણનું શિક્ષણ આપવા માટે કેટલાક પ્રયાસ થયા છે. દા ત. શ્રીમાલ ઠક્કર કૂરસિંહના પુત્ર સંગ્રામસિંહે આ જાતનો પ્રયાસ કર્યો છે એમ કાતંત્ર વ્યાકરણનો બોધ કરાવવા માટે એમણે વિ. સં. ૧૩૩૬માં રચેલી બાલશિક્ષા જોતાં જણાય છે. આના પછીના બીજા P ૪૯ પ્રયાસનું ફળ તે પ્રસ્તુત કુલમંડનસૂરિએ વિ.સં. ૧૪૫૦માં રચેલું મુગ્ધાવબોધ ઔક્તિક છે. આ કંઈ ગુજરાતી ભાષાનું વ્યાકરણ નથી પરંતુ વિક્રમની પંદરમી સદીની જૂની ગુજરાતીમાં લખાયેલી સમજુતી પૂર્વકનું સંસ્કૃત ભાષાનું પ્રાથમિક વ્યાકરણ છે. આનો પરિચય સ્વ કે. હ. ધ્રુવે સાહિત્ય અને વિવેચન નામના એમના લેખસંગ્રહમાં નીચે મુજબ આપ્યો છે : “ઔકિતકનાં છેલ્લાં છ પ્રકરણ કેવળ સંસ્કૃતમાં છે. પહેલાં, બીજા અને સાતમા આઠમા પ્રકરણમાં સૂત્ર અને કારિકા સંસ્કૃતમાં છે, અને વિવેચન પ્રાકૃતમાં છે. ત્રીજું, ચોથે, પાંચમું, છઠું અને નવમું એ પાંચ પ્રકરણો તો કેવળ પ્રાકૃતમાં છે. આ રીતે નિબંધનો અર્ધ ઉપરાંત ભાગ પ્રાકૃતમાં એટલે જૂની ગુજરાતીમાં લખાયેલો છે.” નામની વિભક્તિ આદિનાં ઉદાહરણમાં સર્વજિનસાધારણસ્તોત્ર આપ્યું છે. તે તો જયાનંદનું છે.'- પૃ. ૫૫ ૧. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૫૨)માં આની વિચારસંગ્રહ તરીકે નોંધ છે. અને એના જ નામાંતર તરીકે સિદ્ધાન્તાલાપકોદ્વારનો ઉલ્લેખ છે તો શું આ બે ભિન્ન કૃતિ નથી ? ૨. આ ચોવીસ પદ્યની કૃતિ એક અવચૂરિ સહિત જૈ. આ. સ. તરફથી વિ. સં. ૧૯૬૮માં પ્રકાશિત કરાઈ છે. એમાં તો મૂળ કૃતિના કર્તા તરીકે કુલમંડનસૂરિનો ઉલ્લેખ છે. આ અવસૂરિની વિ. સં. ૧૫૩૭માં લખાયેલી હાથપોથી મળે છે. જૈ. સા. સં. ઈ. (પૃ. ૪૪૩)માં તો મૂળ કૃતિનાં કર્તા તરીકે કુલમંડનસૂરિનો ઉલ્લેખ નથી, પરંતુ એના ઉપર એક અવચૂરિ રચનાર તરીકે છે. ૩. આ સ્તવ જૈન સ્તોત્ર સમુચ્ચય (પ્ર. ૮૭-૯૧)માં છપાયો છે. ૪. આ ‘ઋષભદેવજી કેશરીમલજી શ્વેતાંબર સંસ્થા” તરફથી પ્રકાશિત પયરણસંદોહના અંતમાં છપાયેલો છે. ILDના બીજા હપ્તામાં (ARTS NO. 30 JUB)માં પૃ.૧૧૪-૧૧૬માં આ સ્તવ છપાયો છે. પ-૬. જુઓ જૈ૦ સા. સં. ઈ. પૃ. ૪૪૩). અહીં પષ્ણવણા-સંગહણીને બદલે પ્રજ્ઞાપના સૂત્રનો ઉલ્લેખ છે તો શું એ ભ્રાન્ત નથી ? ૭. જૈ. સા. સં. ઈ (પૃ. ૪૨૧)માં કહ્યું છે કે “કર્તા જૈનેતર લાગે છે. ૮. આને અંગેનો પં. લાલચન્દ્ર ભગવાનદાસ ગાંધીનો લેખ નામે “બાલશિક્ષા (પ્રાચીન ગુજરાતી સંસ્કૃત વ્યાકરણ)” પુરાતત્ત્વ (પુ. ૩, અં. ૧, પૃ. ૪૦-૫૩)માં છપાયો છે. એમાં ક્રસિંહને બદલે “કૂરસિંહ' છે. ૯. બાલશિક્ષા નામનું એક વ્યાકરણ ભક્તિલાભે રચ્યું છે. ૧૦. આ લેખસંગ્રહ (ભા. ૨, પૃ. ૫૧-૭૮)માં સ્વ. કે. હ. ધ્રુવના ઈ.સ. ૧૮૮૮માં “ગુજરાતી શાળાપત્ર''માં છપાયેલા “મુગ્ધાવબોધ ઔક્તિક” નામના લેખને સ્થાન અપાયું છે. આ ભાગમાં એમના બીજા પણ લેખો છે. આ ભાગ ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી” (હવે ગુજરાત વિદ્યાસભા) તરફથી ઈ.સ. ૧૯૪૧માં પ્રસિદ્ધ કરાયો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy