SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ ગણદર્પણ (લ. વિ. સં. ૧૨૨૫) - આ વ્યાકરણના કર્તા તરીકે પરમાત' કુમારપાલ ભૂપાલનો ઉલ્લેખ એની એક હાથપોથીમાં કરાયો છે. એમનો જન્મ વિ. સં. ૧૧૪૯માં થયો હતો. એમણે વિ. સં. ૧૧૯૯થી ૧૨૩૦ સુધી ગુજરાત ઉપર રાજ્ય કર્યું હતું. એમણે વિ. સં. ૧૨૧૬માં જૈન ધર્મ સ્વીકાર્યો હતો. વિ. સં. ૧૨૩૦માં એમનું અવસાન થયું હતું. એમણે “નશ્રાવિતાવડુત''થી શરૂ થતું સાધારણજિનસ્તવન રચ્યું છે. ગણદર્પણ એ ચચ્ચાર પાદવાળા ત્રણ અધ્યાય પૂરતી તો પદ્યાત્મક કૃતિ છે. એ પાણિનીય ગણપાઠના સ્પષ્ટીકરણરૂપ છે. એ ૯૦૦ શ્લોક જેટલા પરિમાણવાળી કૃતિ પ્રતિહાર ભોજદેવ અને દંડનાયક વોરિ માટે યોજાઈ હતી. પ્રા. ભોગીલાલ જયચંદભાઈ સાંડેસરાએ આ ગણદર્પણને અંગે એક લેખ લખ્યો છે. એનું નામ નીચે મુજબ છે : "The 'Ganadarpana' a work on Sanskrit grammar ascribed to King Kumarapala (1143-1174 A. D.) of Gujarat" નૂતન વ્યાકરણ (લ. વિ. સં. ૧૪૪૦)-આના કર્તા “કૃષ્ણર્ષિ' ગચ્છના મહેન્દ્રસૂરિના શિષ્ય જયસિંહસૂરિ છે. એમણે કુમારપાલચરિત્ર રચ્યું છે તેમજ ભાસર્વજ્ઞકૃત ન્યાયસાર ઉપર ન્યાયતાત્પર્યદીપિકા નામની વૃત્તિ રચી છે. વળી એમણે "સારંગ પંડિતને વાદમાં હરાવ્યો હતો. આ બાબતનો તેમજ ઉપર્યુક્ત વ્યાકરણના પ્રણેતા તરીકેનો ઉલ્લેખ આ જયસિંહસૂરિના શિષ્ય નયચન્દ્રસૂરિએ હમ્મીરમહાકાવ્ય (સ. ૧૪, શ્લો. ૨૩-૨૪)માં કર્યો છે. પ્રસ્તુત વ્યાકરણ સિ. હે.ના આધારે યોજાયું છે કે એ સ્વતંત્ર કૃતિ છે તે જાણવું બાકી રહે છે એટલું જ નહિ પણ આનું નામ પણ જાણવામાં નથી. પ્રયોગમુખવ્યાકરણ– આ અજ્ઞાતકર્તુક કૃતિની ૩૪ પત્રની એક હાથપોથી જેસલમેરના ભંડારમાં છે. ઔક્તિક “મુગ્ધાવબોધ ઔક્તિક (વિ. સં. ૧૪૫૦)- આના કર્તા દેવસુંદરસૂરિના શિષ્ય કુલમંડનસૂરિ છે. એમનો જન્મ વિ. સં. ૧૪૦૯માં થયો હતો. વિ. સં. ૧૪૧૭માં દીક્ષા લઈ વિ. સં. ૧૪૪૨માં સૂરિ બનનારા ૧. આ હાથપોથી શકસંવત્ ૧૩૮૩માં લખાયેલી છે. એમાં પહેલાં બે પત્ર નથી. એ હાથપોથી જોધપુરના જ્ઞાનભંડારમાં છે. [શ્રી. વિનયસાગરના સૌજન્યથી કેશરિયાજી ભંડારની પ્રતની ઝેરોક્ષ અમને મળી છે.] ૨. આ સ્તવન જૈન સ્તોત્ર સંગ્રહ (ભા. ૧, પૃ. ૧૯-૨૨)માં પ્રસિદ્ધ કરાયું છે. ૩. આ લેખ “મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય”ના સામયિકના ઈ. સ. ૧૯૫૩ના માર્ચના અંકમાં છપાયો છે. એને આધારે મેં ગણદર્પણ વિષે આ સંક્ષિપ્ત નોંધ લીધી છે. ૪. આ વિ. સં. ૧૪૪૦ની આસપાસમાં રચાયું છે. ૫. આ સારંગ તે ‘શાકંભર'ના રાજા હમ્મીરરાજનો પંડિત હશે કે જેણે શાર્ગધરપદ્ધતિ રચી છે અને જેની એક હાથપોથી વિ. સં. ૧૪૧૯માં લખાયેલી મળે છે. જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૪૪૦). ૬. સ્વ. હરિલાલ હર્ષદ ધ્રુવે “મુગ્ધાવબોધમૌક્તિક”ના નામથી આ કૃતિ સંપાદિત કરી છે અને એ સને ૧૮૮૯માં સ્વીડનમાં ભરાયેલી “ઑરિયેન્ટલ કૉન્ફરન્સ' દ્વારા પ્રકાશિત થયેલી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy