SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧ આ ચિન્તામણિ વ્યાકરણ વિવિધ પ્રકારની પાઇય ભાષાને લગતું છે. એમાં ૧૨૨૪ સૂત્રો છે. એ ચચ્ચાર પાદવાળા ત્રણ અધ્યાયમાં રજૂ કરાયાં છે. આ વ્યાકરણનો ઉલ્લેખ ઉપર્યુક્ત પાંડવપુરાણની પ્રશસ્તિમાં છે. આ વ્યાકરણ ઉપર સ્વોપજ્ઞ વૃત્તિ છે. આ વ્યાકરણને અંગે ડૉ. એ. એન. ઉપાધે એ એક લેખ લખ્યો છે અને એ દ્વારા એમાં અપાયેલી બાબતોનું નિરૂપણ કર્યું છે. ચિન્તામણિની ટીકા-આ ટીકા ચિન્તામણિમાંના વિષમ ઉદાહરણોની સિદ્ધિને માટે રચાઈ છે. એના કર્તા સમતભદ્ર છે એમ કન્નડપ્રાન્તીય તાડપત્રીય ગ્રન્થસૂચી (પૃ. ૨૮૯)માં ઉલ્લેખ છે. વિશેષમાં આ પૃષ્ઠ ઉપર આ ટીકાની “કન્નડ’ લિપિમાં લખાયેલી ૫૦ પત્રની હાથપોથીની નોંધ છે. એમાં પત્રદીઠ દોઢ સો દોઢ સો અક્ષરવાળી સાત સાત પંક્તિ છે. આ હાથપોથીમાંની કૃતિ અપૂર્ણ છે. એવી રીતે પૃ. ૧૦૭માં નોંધાયેલી હાથપોથીમાં પણ અપૂર્ણ કૃતિ છે. એ પૃષ્ઠ ઉપર નીચે મુજબનું પ્રારંભિક પદ્ય અપાયું છે – "जिनचिन्तामणिमीशं नत्वा चिन्तामणेः स्फुटां टीकाम् । विषमोदाहृतिसिद्ध्यै कुर्वे शक्त्या समन्तभद्रोऽहम् ॥" અહીં જે ચિન્તામણિનો ઉલ્લેખ છે તે શું દિ. શુભચન્દ્રસૂરિકૃત વ્યાકરણ હશે? મત્રવ્યાકરણ–આ વ્યાકરણનો ગ્રંથ છે, એના કર્તા સમતભદ્ર છે અને એની છપ્પન છપ્પન અક્ષરની પાંચ પાંચ પંક્તિવાળાં સોળ પત્રની એક હાથપોથી “કન્નડ' લિપિમાં લખાયાનો ઉલ્લેખ ક. તા. ગ્રં. (પૃ.૨૨૩)માં કરાયો છે. શું આ સમંતભદ્ર ચિન્તામણિની ટીકા રચી છે? P ૪૭ શબ્દ-ભૂષણ (લ. વિ. સં. ૧૭૭૦)- આના કર્તા દાનવિજય છે. એઓ ‘તપા' ગચ્છના વિજયરાજસૂરિના શિષ્ય થાય છે. એમણે પોતાના શિષ્ય દર્શનવિજય માટે પક્ઝોસવણાકપ્પ ઉપર દાનદીપિકા નામની વૃત્તિ વિ. સં. ૧૭૫૦માં રચી છે. એમની આ શબ્દ-ભૂષણ નામની કૃતિ એ પદ્યમાં રચાયેલું વ્યાકરણ છે. એ ૩૦૦ શ્લોક જેવડું છે અને એ વિ. સં. ૧૭૭૦ની આસપાસમાં, ગુર્જરધરામાં પ્રખ્યાત શેખ ફત્તેના પુત્ર બડેમિયાંને માટે રચાયું છે. શું એ સિ. હે.નું રૂપાંતર છે ? 9. gal ABORI (Vol. XIII, pp. 46-52) ૨. આ પુસ્તક “ભારતીય જ્ઞાનપીઠ, કાશી” તરફથી ઈ. સ. ૧૯૪૮માં પ્રસિદ્ધ કરાયેલું છે. એમાં મૂડીબદ્રીના કેટલાક ભંડારની, કારકલના જૈન મઠની, અલિયૂરના આદિનાથ-ગ્રન્થભંડારની તેમજ કન્નડ પ્રાન્તમાંના કેટલાક અન્ય સામાન્ય ભંડારોની કન્નડ લિપિમાં લખાયેલી અને સંસ્કૃત, પાઇય અને કન્નડ ભાષામાં રચાયેલા ગ્રન્થોની ૩૫૬૮ તાડપત્રીય અને થોડીક કાગળ ઉપરની હાથપોથીઓની વિષયદીઠ સૂચી અપાઈ છે. એની હિન્દી પ્રસ્તાવનાનાં પૃ. ૧૫-૧૭માં જૈનોના સંસ્કૃત સાહિત્યની આછી રૂપરેખા આલેખાઈ છે અને પૃ. ૨૪-૨૮માં સંસ્કૃત, પાઇય અને કન્નડમાં રચાયેલા પરંતુ ઇ. સ. ૧૯૪૮ સુધી તો અપ્રકાશિત જણાતા એવા ગ્રન્થોનાં તેમજ એના પ્રણેતાનાં નામ વગેરે અપાયાં છે. એમાંથી આ ખંડ માટે ઉપર્યુક્ત ટીકા તેમજ બીજી કેટલીક કૃતિઓની મેં નોંધ લીધી છે, કેમકે એના ગ્રન્થકારોનાં નામ જોતાં તેઓ જૈન હોય એમ લાગે છે. આ ક. તા. ગ્ર. મખ્યતયા દિ. ગ્રન્થોને અંગે છે. ૩. જુઓ જૈ. ગ્રં. (પૃ. ૨૯૮). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy