________________
ભાવ શ્રાવક
૩૭૯
टुंतो खउवसमी-बीए मीसोउ तइयए मिच्छो । मिच्छ मवढे पुग्गलपरट्ट छावठ्ठपर सम्मं ॥ ५७ ॥ ____ अंतमुहुत्तं मीसं--उक्कोस जहन्नओ य सव्वाणि । वणवारा उवसमिय--असंखवारा खओवसमं ॥ ५८ ॥ संमत्तमिउ लद्धे-पलियपुहुत्तेण साचओ हुज्जा । चरणोवसमखयाणं--सागरसंखंतराहुंति ॥ ५९॥ इय अपरिवडियसम्मे--सुरमणुए इगभवेवि सव्वाणि । इगसेढिवज्जियाई-सिवं च सत्तंढभवमझे ॥ ६० ॥ अहवा उवसमसेढीइ--होइ उवसामगं तु समत्तं । तीए पुण. पठवओ--अपमत्तजई अविरओ वा ॥ ६१ ॥ अण दसरे नपुंसित्थीवेय' च्छक्कं च पुरिसंवेयं च। दो दो एगंतरिए-सरिसे सरि
અશુદ્ધ. ત્યાં પહેલામાં વર્તત પશમ સમ્યકત્વ પામે, બીજામાં વર્તતો મિશ્ર ગણાય, અને ત્રીજામાં વર્તત મિથ્યાત્વી ગણાય. તે મિથ્યાત્વની સ્થિતિ અપાદ્ધ પુદુગળ પરાવર્ત છે, અને સમ્યકત્વની સ્થિતિ છાસઠ સાગરોપમ છે. (૫૭).
મિશ્રની ઉત્કૃષ્ટી સ્થિતિ અંતર્મુહૂર્ત છે. જઘન્યથી સર્વેની [ અંતર્મુહૂર્ત સ્થિતિ છે. ] ઉપશમ સમ્યકત્વ પાંચ વાર આવે, અને ક્ષયોપશમ અસંખ્યાતા વાર આવે. [ ૧૮ ] સમ્યકત્વ પામ્યા પછી પલ્યોપમ પૃથકત્વ [ બેથી નવ પલ્યોપમ ] માં દેશવિરતિ શ્રાવક થાય. ચારિત્ર ઉપશમ સમ્યકત્વ અને ક્ષાયિક સંખ્યાતા સાગરોપમ આંતરે છે. ( ૫૯ ) વળી અપરિપતિત ( ચાલુ કાયમ રહેનાર ) સમ્યકત્વ હોય તે, દેવ કે મનુષ્ય ભવમાં એક ભવમાં પણ એક ક્ષપક શ્રેણિ શિવાય બીજાં બધાં પામી શકાય, અને સાત આઠ ભવમાં મોક્ષ પમાય. [ ૬૦ ] અથવા ઉપશમ શ્રેણિમાં ઉપશમ સમ્યકત્વ થાય. તેને પ્રસ્થાપક અપ્રમત્ત યતિ અથવા અવિરત હોય છે. [ ૬૧ ] ચાર અનંતાનુબંધિ દર્શનત્રિક, નપુંસક વેદ, સ્ત્રી વેદ, હાસ્યાદિ ષટક, અને પુરૂષ વેદ, એટલી પ્રકૃતિઓ એકાંતરિત બે બે સરખે સરખી ઉપશમાવે. [ ૬૨ ]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org