________________
૫૫૪
શ્રી ધર્મરત્ન પ્રકરણ
आह कुमार स्त्वंकृत, वेक्रियरुप इव लक्ष्य से भद्र, तो कह तुह भक्ख मिणं, ज मकवला हारिणो अमरा. १४२ अबुधो यद्वा तद्वा, करोति, युक्तं हि न पुन रेत त्ते, सदुहं पलवंताणं, सत्ताणं घायणं विवुह. १४३ यः खलु यथातथा वा , देहभृतो हंति विरस मारसतः, सो दुक्ख लक् रिंछोलि, कवलिओ भमइ भीमभवे. १४४ स प्राह सत्य मेतत्, कित्व मुना दर्शि मम पुरा दुःखं, तह जह सयसो हणिए, विमंमि नहु समइ मह कोहो. १४५ अतएव बहु कदर्थन पूर्व मिमं पूर्वशत्रु मितिदुःखं, मारिस्सामि अहं अह, निवतणओ भणइ भो भद्द. १४६ अपकारिणि यदि कोपः, कोपे कोपं ततो न किं कुरुषे,
सयलपुरि सत्थहणए, जणए नीसेसदुक्खाण. १४७ - કુમાર બોલ્યો કે હે ભદ્ર, આ તે તે ઉત્તર વૈક્રિયરૂપ કર્યું લાગે છે, તે પછી તને આ ભક્ષ્ય શેનું હાય, કેમકે દેવતાને કવલાહાર છે નહિ. ૧૪૨
વળી જે અબુધ હોય તે તે જે તે કરે, પણ તું તે વિબુધ છે, માટે તેને આવા દુઃખથી રડતા જીવોને ઘાત કરે યુક્ત નથી. ૧૪૩
કારણ કે જે રડતા પ્રાણિઓને જેમ તેમ કરીને મારી નાખે તે લાખે દુઃખની રૂંવાટીથી વીંટાઇને ભયંકર સંસારમાં ભમે છે. ૧૪૪ - ' તે બોલ્યો કે એ વાત સાચી છે, પણ એણે પૂર્વે મને એવું દુઃખ આપ્યું છે કે જો એને સે વાર મારૂં તે પણ મારો કે શમે નહિ. ૧૪૫
એથીજ આ પૂર્વના શત્રુને બહુ કદર્થનાપૂર્વક અતિ દુઃખ આપીને હું મારીશ. ત્યારે રાજકુમાર બોલ્યો કે હે ભદ્ર, ૧૪૬
- જો તને અપકારિ ઊપર કેપ હોય તે કેપ ઉપર કેપ કેમ કરે નથી, કેમકે કેપ તે સકળ પુરૂષાર્થને હણનાર અને સઘળાં દુઃખને પેદા કરનાર છે. ૧૪૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org