________________
૪૩૮
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
कथं तस्य वराकस्य, पापपंकः प्रहीयतां, वृद्धवाग्वारिभि येन, नात्मा माक्षालि कहिंचित. १९८ वृद्धोपजीविनां पुंसां, करस्था एव संपदः, . किं कदापि विषीदंति, फलैः कल्पद्रुभाजिनः १९९ वृद्धोपदेश बोहित्थैः, सत्काष्टै गुणयंत्रितैः, तीर्यते दुस्तरो प्येष, भविकै रागसागरः २०० . मिथ्यात्वादि नशेत्तुंग, शृंगभंगाय कल्पते, देहिनां वृद्धसेवोत्थ, विवेक कुलिशो ह्ययं. २०१ नृणां तिमिस्र मश्रांतं, क्षीयते क्षणमात्रतः, वृद्धानुसेवया नूनं, प्रभये व प्रभापतेः २०२ एकैच वृद्धसत्सेवा, स्वातिवृष्टि निपेतुषी, स्वांतशुक्तिपु जंतूनां, प्रमूते मौक्तिकं फलं. २०३
જેણે પિતાના આત્માને વૃધ્ધ વાણીરૂપ પાણીથી પખાળે નથી, તે રાંક જનને પાપ પંક શી રીતે ઊતરે? ૧૯૮
વૃધ્ધને અનુસરનારા જનને હથેલીમાં સંપદા મળે છે, કેમકે કલ્પવૃક્ષ પર ચડી બેઠેલા જનોને શું કોઈ વેળા ફળો મેળવવાનાં વાંખા પડે? ૧૯૯
વૃધ્ધપદેશ જહાજ સમાન છે, તેમાં સત્પણરૂપ કાષ્ટ છે, તે ગુણરૂપ દોરડાથી બાંધેલ છે. તેના વડે ભવ્યજને દુસ્તર રાગસાગરને તરી પાર ઊતરે છે. ૨૦૦
વૃધ્ધ સેવાથી પ્રાપ્ત થએલ વિવેકરૂપ વજુ પ્રાણિઓના મિથ્યાત્વાદિક પર્વને તોડવા સમર્થ થાય છે. ૨૦૧
સૂર્યની પ્રજાના માફક વૃધ્ધ સેવાથી માણસનું અજ્ઞાનરૂપી અંધકાર ક્ષણવારમાં નાશ પામે છે. ૨૦૨
એકલી વૃધ્ધ સેવારૂપ સ્વાતિની વૃષ્ટિ પડતી થકી પ્રાણિઓના મનરૂપી શીપમાં સદગુણરૂપી મોતીઓ પેદા કરે છે. ૨૦૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org