________________
૪૧૫
સતરમો ગુણ. ' स्वसुतं मधुरै वाक्य, बभाषे शुभ सुंदरी, वत्सा स्य पापमित्रस्य, संबंध स्ते न सुंदरः ६९ सो भ्यधा देवमेवैतत् , मातः किं क्रियते परं, प्रतिपन्न मकाले हि, सतां हातुं न युज्यते. ७० शुभ सुंदर्यथा वोच, दहो ते वत्स सन्मतिः, अहो ते नतवात्सल्य, महो ते नीति नैपुणं. ७१
नाकांड एव मुंचंति, सदोष मपि सज्जनाः, प्रतिपन्नं गृहस्थायी, तत्रोदाहरणं जिनः. ७२ यस्तु मूढतया काले, प्राप्तेपि न परित्यजेत्,... स दोषं लभते तस्मात्, संक्षयं नात्र संशयः ७३
હવે શુભ સુંદરી પિતાના પુત્રને મધુર વાક્યથી કહેવા લાગી કે હે વત્સ, આ પાપ મિત્રની સાથે સંબંધ રાખવો તારે સુંદર નથી. ૬૯
તે બોલ્યો કે હે માતા, તારી વાત ખરી છે, પણ શું કરું, જે માટે કબૂલેલાને વગર પ્રતા સજજોએ છોડવું જોઈએ નહિ. ૭૦
- શુભ સુંદરી બેલી કે હે પુત્ર, તારી પવિત્ર બુદ્ધિને ધન્ય છે, નમેલા ઊપર વત્સલ રહેવાના તારા કામને ધન્ય છે, અને તારી નીતિ નિપુણતાને પણ ધન્ય છે. ૭૧
જે માટે કહેલું છે કે, સજજન પુરૂષ સદેષ વસ્તુને પણ વગર પ્રસ્તાવે છેડી દેતા નથી આ બાબતમાં પરણીને ઘરવાસમાં રહેતા તીર્થકરજ ઉદાહરણ છે. ૭૨
પણ જે પુરૂષ અવસર પ્રાપ્ત થતાં પણ મૂઢ બની સદેષને ત્યાગ નહિ કરે છે તેથી ક્ષય પામે છે એ વાતમાં સંશય નથી. ૭૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org