________________
૩૬૨
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
उवलद्ध विउलपीइ, दाणा तो ते गया सगेहेसु, देवी पसत्थ संपुन्न, दोहला वहइ तं गब्भं. १३
समए पसवइ पुत्तं, कंतिल्लं दिनमणि व पुन्वदिसा, वद्धावणयं राया, कारावइ गुरुविभूईए. १४ . भद्दकरो नंदिकरो त्ति, से कयं नाम भद्दनंदि त्ति, पणधाई संगदिओ, वढइ गिरिगय तरुव्य कमा. १५
सो समए सयलकला, कुसलो अणुकूल परियणो धणियं, पत्तो तारुन मणुन्न, पुन्नलायन्न नीरनिहिं. १६
पासायसए पंचउ, कारिय परिणाविओ इमो पिउणा, सिरिदेवी पमुहाओ, पंचसय नीरंद धूयाओ. १७
રાજાએ તેમને ઘણું પ્રીતિદાન આપી વિદાય કર્યા, બાદ રાણું ઉત્તમ દેહદો પૂરા કરતી થકી તે ગર્ભને વહેવા લાગી. ૧૩
તેણીએ અવસરે પૂર્વદિશા જેમ સૂર્યને પ્રગટાવે તેમ કાંતિમાન્ પુત્ર જ. ત્યારે રાજાએ મોટા ઠાઠથી તેની વધામણી કરાવી. ૧૪
તે ભદ્રકારી અને નંદિકારી હોવાથી તેનું ભદ્રનંદિ એવું નામ આપ્યું. તે કુમાર પર્વતની ખીણમાં ઊગેલા તરૂની માફક પાંચ ધાત્રીઓના હાથમાં રહી વધવા લાગ્યા. ૧૫
તે સમયસર સર્વ કળાઓમાં કુશળ થયે અને તેનું તમામ પરિજન તેને અનુકૂળ રહેવા લાગ્યું, એ રીતે તે પરિપૂર્ણ અને પવિત્ર લાવણ્યરૂપ જળના દરિયા સમાન વન વયને પામે. ૧૬
ત્યારે રાજાએ તેના માટે પાંચસો મેહેલ બંધાવી તેને શ્રીદેવી પ્રમુખ પાંચ રાજપુત્રીઓ પરણાવી. ૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org