________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
=
=
( 2 ) भाविय जिणवयणाणं, ममत्तरहियाण नत्थि हु विसेसो, अप्पाणंमि परंमि य, तो वजे पीड मुभओ वि. १६१ नय अन्नं पावकलंक, पंकपक्खालणक्खमं राय, जिणवरपणीयपवयण, वयणाणुठाणवारि विणा. १६२ अह हिययगयाभिप्पाय, कहणओ रंजिओ भिसं राया, हरिसंसुपुन्ननयणो, नमिउं विन्नवइ मुणिपवरं. १६३ भयवं कि पच्छित्तं, इमस्स पावस्स घायणसमत्थं, मुणि आह नियाणं विवज्जणेण पडिवक्ख आसेवा. १६४ इत्थ नियाणं मिच्छत्त, संगयं पावहेउ अन्नाणं, तं चन्नहा ठियाणं, भावाणं अन्नहा गहणं. १६५
જે માટે કહેવું છે કે, જિન વચનને જાણનાર અને મમત્વ રહિત જનને પોતામાં અને પરમાં કશે વિશેષ રહેલ નથી, માટે બનેની પીડા વર્જવી જોઈયે. ૧૬૧
હે રાજન, પા૫ કલંકરૂપ પંકને જોવા માટે જિનેશ્વર પ્રણીત પ્રવચનના વાક્ય અને અનુષ્ઠાનરૂપ પાણી વગર બીજું કંઈ સમર્થ નથી. ૧૬૨
ત્યારે હદયગત અભિપ્રાય કહી દીધાથી રાજા ભારે ખુશી થયે થક નેત્રમાં હર્ષના આંસુ લાવી મુનિને નમીને વિનવવા લાગે. ૧૬૩
હે ભગવન! આ પાપને ટાળી શકે એવું શું પ્રાયશ્ચિત છે? મુનિ બોલ્યા કે નિદાન કર્મથી દૂર રહી એના પ્રતિપક્ષની આ સેવના કરવી (એજ એનું પ્રાયશ્ચિત્ત છે.) ૧૬૪
ઈહાં નિદાન આ છે કે આ પાપ તે મિથ્યાત્વથી મળેલા અજ્ઞાનના લીધે કરેલ છે, કારણ કે અન્યથા રહેલા ભાવને અન્યથારૂપે ગ્રહણ કરવું તે મિથ્યાત્વ છે. ૧૬૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org