________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
अइतिक्खदंतदाढा, उग्गाढा हरिणपवण जइणगई, लल्लकमाण जीहा, ते पत्ता मुणि समीवंमि. १४१.
जलिर जलणं व तवसा दित्तं तं दठु निप्पहा जाया, साणा ओसहिभरभग्ग, उग्गगरला विसहरु व्व. १४२
काउं पयाहिणतियं, अणप्पमाहप्पओ मुणिवरस्स, चरणे पडियं महियल, मिलंतमउलि सुणयवंदं. १४३ तं दछ विलयचित्तो चिंतइ राया वरं इमे मुणया, नउण अहं जो अकुसल, कारी एयस्सवि मुणिस्स. १४४
अह निवइ वालमित्तो, सिठिसुओ नामओ अरिहमित्तो, जिणमुणिपवयण भत्तो, मुणि नमणत्थं तहिं पत्तो. १४५
તેઓ અતિ તીણ દાઢથી ભયંકર થઈ પવનથી અધિક ગતિએ જીભ કહીને તે મુનિ પાસે આવી પહોંચ્યા. ૧૪૧
પણ તે બળતી અગ્નિની માફક તપે કરીને દેદીપ્યમાન મુનિને જોઈને ઔષધિથી ઊતરી ગએલ વિષવાળા સર્પની માફક નિસ્તેજ થઈ ગયા. ૧૪૨
તેઓ તે મહા મહિમાશાળી મુનીશ્વરને ત્રણ પ્રદક્ષિણા આપી પૃથ્વી તળમાં માથું નમાવી પગે પડયા. ૧૪૩
- તે જોઈને વિલક્ષ ચિત્ત થઈ રાજા વિચારવા લાગ્યું કે, આ કૂતરા ઓને ધન્ય છે, પણ આવા મુનિને અકુશળ કરનાર હું અધન્ય છું. ૧૪૪
એવામાં રાજાને બાળ મિત્ર અહન્મિત્ર નામે શ્રેષ્ટિ પુત્ર જૈન મુનિ અને જિન પ્રવચનને ભક્ત હોવાથી મુનિને નમવા માટે ત્યાં આવી પહોંચે. ૧૪૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org