________________
66
અનુમતિ લઈને લાખાના ઘરે પહોંચ્યો.
લાખ ટંકા આપીને મીઠી વાતો કરી. પછી લાખાએ કહ્યું, ‘‘ઉપર એક ચિત્રકાર ચિત્રશાળા ચીતરે છે તે ખૂબ સુંદર છે, જોઈ આવો.'' વત્સરાજ આગ્રહ કરીને લાખાને પણ સાથે ઉપર લઈ ગયો. ચિત્રો જોઈને ખૂબ પ્રશંસા કરી. છેલ્લું ચિત્ર જોઈને જાણે અચેતન થઈ ગયો હોય તેમ ભૂમિ પર ઢળી પડ્યો. લાખાએ રાજકુમારને હોશમાં લાવવા ઘણા ઉપચારો કર્યા. એમ કરતાં કરતાં ત્રણ પહોર પૂરાં થયાં ત્યારે વત્સરાજે આંખો ખોલી. લાખાએ આમ થવાનું કારણ પૂછ્યું ત્યારે વત્સરાજે પોતાનો હાથી તરીકેનો પૂર્વભવ યાદ આવ્યાની વાત કરી અને કહ્યું કે – “એ હાથિણીની કઈ ગતિ થઈ હશે? હું નથી જાણતો.’’ ત્યારે ખૂબ આનંદિત થઈને
-
લાખાએ કહ્યું “એ હાથિણી હું જ છું આપ મારા સ્વામી છો આપના માટે મન દ્રઢ કરીને મેં શીલ પાળ્યું, માટે આજે આપનો સંગમ થયો.’’ ત્યારબાદ વત્સરાજે લાખા સાથે લગ્ન કર્યા. લાખાને લઈને રાજસભામાં આવ્યો ત્યારે રાજાએ તેને રાજ્ય આપ્યું.
* કૃતિ દર્શન
લાખાને પટરાણી બનાવી રાજ્ય કરે છે. અનુક્રમે તેને હંસરાજ નામનો પુત્ર થયો. એક દિવસ રાજા-રાણી ગવાક્ષમાં બેઠા હતા ત્યારે લાખારાણીએ પૂછ્યું ‘‘સ્વામી! સ્ત્રી ચરિત્ર ઘણા શાસ્ત્રોમાં વાંચવા મળે છે, જોવા પણ મળે છે. પુરુષ ચરિત્ર ક્યાંય જોવા સાંભળવા નથી મળતું.’’ ત્યારે વત્સરાજ રાજાએ પોતે કેળવેલા પુરુષ ચરિત્રની વાત કહી. લાખા રાણી પણ તેમની ચતુરાઈ અને ગંભીરતા પર ખુશ થયાં.
એકવાર રાજા-રાણી શ્રુતસાગર નામના ગણધરની દેશના સાંભળી વૈરાગ્ય પામ્યા. પુત્ર હંસરાજને રાજ્ય સોંપી તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી. વત્સરાજ મુનિ તપ-જપ કરી, અંતે અણસણ કરી મુક્તિ પામ્યા. લાખા સાધ્વીજી પણ તપ-જપ કરી સ્વર્ગે ગયા. (સંપૂર્ણ બીજો ખંડ)
આ વાર્તા કહ્યા પછી મંગલકલશે પોતાનો વૃત્તાંત કહ્યો.
૧૩) મંગલકલશના માતા-પિતા ધનદત્ત અને ધનવતી(= સત્યભામા)એ સુરસુંદર રાજા સાથે યશોભદ્રસૂરિ પાસે દીક્ષા લીધી. (૭૧૧)
૧૪) મંગલકલશના પૂર્વભવ સોમચંદ્રને મિત્ર જિનદેવે પરદેશ જતાં ૧૨,૦૦૦ સોનૈયા આપ્યા. (૭૪૩)
૧૫) મંગલકલશે ૧૦૦૦ પુરુષો સાથે દીક્ષા ગ્રહણ કરી. (૭૭૪).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org