________________
760
રૂપવિજયજી કૃતા
અંગ અગ્યાર ઉપાંગ બારહ, છ છેદ ગ્રંથ દસ પન્ના જી; ચ્યાર મૂલસૂત્ર નંદી અનુયોગે, પસ્તાલિસ આગમ સંપૂન્ના જી. ૪ [૬૫૮]. સર્વ સિદ્ધાંતના પારગામી જાણી, ગચ્છભાર વડવા સમથો જી; સૂરિપદની વાંચના દેઈ, શિષ્ય પરિવારનો સથો જી. ૫ [૬૫૯] ત્રિલોક્યસુંદરી સાધવીમાંહે, સહુ મુખ્ય કીધ વડેરા જી; પ્રથવીતશે વિચરંતા જનને, પડિબોહે અધિકેરા જી. ૬ [૬૬૦] અપડિબંધે અંત સમે તિહાં, અણસણ સંલેખણ સાર જી; સમાધિ મરણે કોલ કરીને, બ્રહ્મકલ્પ અવતાર જી. ૭ [૬૬૧] જઘન્ય આયુ સપ્ત સાગરનો, ઉત્કૃષ્ટો દસ જાણોજી; સૂર લચ્છી ભોગવીને ચવસે, માનવ જન્મ પ્રમાણોજી. ૮ [૬૬૨] તીહાંથી દેવપણો પામીને, આ ભવથી ત્રિજા ભવમાં જી; અભય પરમપદ મુક્તિ ભાજન, લહેચ્ચે દોય જણ સુખમાં જી. ૯ [૬૬૩]. એહવા મુનિના ચરણયુગલ પ્રતે, હું વંદુ નિસ દીસો જી; જે કોઈ ધર્મ આદરસ્ય પ્રાણી, મંગલકલસ પ્રત્યે હોસ્પે છે. ૧૦ [૬૬૪] જો હુંતો એહને ધર્મ સખાઈ, તો પામ્યો બહુ લચ્છિ જી; તેહ જ પૂન્યતણે સૂપસાએ, હોસ્પે સિવગતિ અચ્છિ જી. ૧૧ [૬૬૫] જે ભવ્ય પ્રાણી ધર્મ આરાધે, પરમ મહોદય લહસ્ય જી; ગુરુના વચન ન લોપસ્યો કોઈ, શીલ-ખંડન મ કરસ્યો છે. ૧૨ [૬૬૬] એહ ચરિત્ર રચ્યો સુવીશાલા, ચીત્રસેનચરીત્રે જી; અહવા શાંતિચરીત્રથી ઉધરી, નિર્મલ મન પવીત્રે જી. ૧૩ [૬૬૭] અઠાર સહસ્સ સલાંગરથ, સંવત બાણ સિદ્ધિ (૧૮૫૮) તસ વર્ષે જી; શ્રાવણ કૃષ્ણ પક્ષ તિથિ સપ્તમી, રવિવારે ઉત્કર્ષે છે. ૧૪ [૬૬૮]
૧. સાર્થ=સમૂહ. ૨. સમાન, ની જેમ. ૩. અથવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org