________________
મંગલકલશ રાસ રે
757
૪ [૬૩૮]
૫ [૬૩]
૬ [૬૪૦]
માહરા વચનથી હો ઇમ મ્યું દુહવાય છે? માહરા લાલ, તાહરે માહરે હો પ્રીત સગાઈ છે માહરા લાલ; આજ પછી મુખથી તો હું નહીં બોલું માહરા લાલ, હૃદય પરંતર હો હવે નહીં ખોલુ માહરા લાલ. ઈમ કહિ સખિલે હો નિજ નિજ થાનકે માહરા લાલ, પોહતી દુમની હો વચન-કબાનકે માહરા લાલ; હવે સોમચંદ્ર કુલપુત્ર હો વિત્ત વાવરતો માહરા લાલ, ધર્મનો ઉદ્યમ હો ઈમ જવ કરતો માહરા લાલ. સાહમિવત્સલ હો કે સંઘ જમાડે માહર લાલ, ધર્મ દાન કરણી હો કરતો કોડે માહરા લાલ; સાહુ પડિલાભે હો મન ઉચ્છાહે માહરા લાલ, મિત્રના દ્રવ્યથી હો પૂન્ય વિવસાયે માહરા લાલ. સોમચંદ્ર કોટુંબિક હો સાહુ સંગતિ માહરા લાલ, શ્રીદેવી નારિ હો મોદના કરતી માહરા લાલ; શ્રાવકધર્મે હો બહુ પડિબોલ્યો માહરા લાલ, એકંત ચિત્તથી હો ધમેં મોહ્યો માહરા લાલ. બાર વ્રત કર્યા હો સ્ત્રી-ભરતારે માહરા લાલ, યતન કરીને હો પાલે આચારે માહરા લાલ; અંત સમાધિ હો કાલ કરીને માહરા લાલ, સૌધર્મ દેવલોકે હો પહૂતા વહીને માહરા લાલ. પ્રીતમ-નારિ હો દેવપણે ઉપના રે માહર લાલ, પંચ પલ્યોપમ હો આ સંપૂના માહરા લાલ; દેવ-થિતી પૂરી હો થઈ જવ જયારે માહરા લાલ, તીહાથી ચવીને હો ઉજેણી નયરે માહરા લાલ.
૭ [૬૪૧].
૮ [૬૪૨]
૯ [૬૩]
૧. વચન રૂપી બાણ. ૨. અનુમોદના. ૩. સ્થિતિ, આયુષ્ય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org