________________
754
રૂપવિજયજી કૃતા
દૂહાનિશુણી ગુરુની દેસના, મંગલકલ નરિંદ; સભાસમક્ષે વીનવે, ફૂલ્યો જેમ મકરંદ.
૧ [૧૩] કર અંજલિ સંપૂટ કરી, વિનવીયા ગુરુરાય; ભાખો પ્રભુ પૂરવભવે, સ્યા કિધ ઉપાય?.
૨ [૬૧૪] સ્યા કર્મે વિવાહ અવસરે, દીર્ઘ વિટંબના મોહિ; પામ્યો? તે દાખો મુની, તારક સહગુરુ સોહિ.
૩ [૬૧૫] મુઝ ઘરણી નિકલંક એહ, કિમ પામી તેહ કલંક?; વૃતાંત કહો મુઝ તેહનો, સંસય ભંજણ સંક.”
૪ [૬૧૬] આચારિજ તવ ઉપદિસે, પરષદા નિશુણે શ્રોત; રાય-રાણી શુભ ચિત્તસું, વાણી તારણ જગ પોત.
૫ [૬૧]. ઢાલ - ૩૧, રસિયા રાચો દાનતણે રસે- એ દેશી. જંબુદ્વીપમાં ભરતક્ષેત્ર અછે, ક્ષિતીપ્રતીષ્ટપુર નયર ચતુરનર; ધન્ય-ધાન્ય રીધ્ધિવંત છે, સુંદરું અલકા સમવડ સેહર ચતુરનર. ૧ [૬૧૮]. સિંહગુરુ ભાખે પૂરવભવ કથા. આંકણી. તેણે નયરે કોટુંબિક જાતિ મે, સોમચંદ્ર નામે કુલપુત્ર ચતુરનર; શ્રીદેવી ભાર્યા નામે તેહનિ, પરસ્પર પ્રીતિવંત ચતુરનર. ૨ સિંહગુરુ [૬૧] સીતલતા પ્રકૃતિ સોમચંદ્રની, સરલતા ગુણનો ધામ ચતુરનર; સમસ્ત જનને ઇચ્છવા યોગ્ય છઈ, ભાર્યા સમચિત્ત પ્રણામ ચતુરનર. ૩ સિંહ. [૬૨]. તેહ જ નયરે બુધ્ધી પવીત્ર છે, શ્રાવક જિનદેવ જાણ ચતુરનર; નિર્મલ મન છે કૃપણાઈ દ્રવ્યની, રાખે કમાવ્યાનું ઝાણ ચતુરનર. ૪ સિંહ [૬૨૧] ૧. ધન-ધાન્ય. ૨. શહેર. ૩. ધ્યાન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org