________________
752
રૂપવિજયજી કૃત
દૂહા
એકદા સમયને અવસરે, ચંપાપુરી ઉદ્યાન; આચારિજ સમોસર્યા, જયસિંહ નામાભિધાન.
૧ [૧૯૫] પરિકરનું પ્રથવીતલે, પાવન કરવા કાજિ; વનપાલકે જઈ વિનવે, “વધામણી મહારાજ!'.
૨ [પ૯૬] આવાગમણ તે સાંભલી, મંગલકલશ નરે; પૂત્ર-કલત્ર-પરિવારમું, વંદન કરવા આવેશ.
૩ [૫૯૭]. આવ્યા જિહાં મુનિરાય છે, પંચ અભિગમ સાય; પંચાગ પ્રણામ કરિ, બેઠા યથોસ્થિત ઠાય.
૪ [૫૯૮] ભવીક યોગ જીવ જાણીને, પ્રષદ સભા સમક્ષ; જયસિંહ ગુરુ દઈ દેસના, મધુર “ધની પરતક્ષ.
૫ [૫૯] ઢાલઃ- ૩૦, ચતુર સનેહિ મોહના- એ દેશી.
સદ્ગુરુ ભાખે “ભવી! સાંભલો, શ્રવણ દેઈ એક ચિત્ત રે; હૃદયનો મેલ નિવારિને, નિર્મલ મન પવિત્ત રે.
૧ [૬૦] જયો-જયો ધર્મ સુહંક, ધર્મના શ્રેષ્ઠ પ્રભાવ રે; ભીમ અગાધ ભવ સાગરુ, તારણ-તરણની નાવ રે. ૨ જયો [૬૦૧] મોહના ફંદમાં પ્રાણીયા, જે પડ્યા અજ્ઞાનીમાહે રે; રડવડે તેને સરણો નહી, ધર્મ વિના કોય સહાય રે. ૩ જયો [૬૦૨] અથિર છે આયુ માનવતણો, અંજલી-જલ પરિ તેમ રે; યોવનપણો તે અથિર છે, નદી-પૂર પરે જાઈ તેમ રે. ૪ જયો [૬૩] ગરવ મ કરસ્યો ગરથતણો, રાખ્યો નવિ રહે થીરો રે; સંગ્રહ ધર્મનો જો કરો, થિર રહે જગમાંહે ધીરો રે. ૫ જયો. [૬૦૪]
૧. ધ્વનિ. ૨. અજ્ઞાનમાં. ૩. ગર્વ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org