________________
મંગલકલશ રાસ :
751
સીમાધિપતી કહે “તુ મૃગ ફાલ, અમો મૃગરાજ્ય લેઈઈ એક તાલ પૂન્ય; રાજ્ય અમારુ તુ કિમ પાડ?, હાથો પેઠો જવ તે “કૂહાડી પૂન્ય. પ [૫૮૪] કુટંબ રાજ્ય હો એ અમ જેહ, મુકો વેગ કે થાઉ સજ્જત” પૂન્ય; મંગલ વચન્ન સુણી સજ્જ થયા આપ, હસ્તિ-સ્કંધે આરુઢ કરી થાપ પૂન્ય૦. ૬ [૫૮૫] દલયુગલ ચડ્યા સાહમા-સાહમ, ઝૂઝ કરે નર રણ મેદાન પૂન્ય; પૂન્ય પ્રભાવે વયરીનો સૈન્ય, દહવટ્ટ ભાગ્યું દેખતાં નેન પૂન્ય. ૭ [૫૮૬] સીમાડી રાજ્ય સહિત કરી બંધ, જકડ પકડ લિઉ સૈન્ય પ્રબંધ પૂન્ય; “અહો! કુમર! તુમ રાજ્ય અખંડ, પાલો અવિચલ તેજ પ્રચંડ પૂન્ય. ૮ [૫૮૭] છોડ્યા બંધ સીમાડી સન્માન, ગેહ પધરાવ્યા જીવતે દાન પૂન્ય; ચડતે નુર જીત ડંકા વજડાવ, પૂરમે પ્રવેશ કર્યો નરરાવ પૂન્ય.. ૯ [૫૮૮] શુખ વિલસતા પૂન્યપંડૂર, દિન દિન વાધે ચંદ સમ સૂર પૂન્ય; ત્રીલોક્યસુંદરી કુખે ઉપન્ન, જયસેખર હુઉ પૂત્ર-તન્ન પૂન્ય. ૧૦ [૫૮૯]. મંગલકૂમર અંગ દેસનો ભૂપ, વરતે ચિહુ દિસે આણ અનુપ પૂન્ય; ગ્રામ નગર પૂર પાટણ ઠામ, ચૈત્ય કરાવે જિનેશ્વરના નામ પૂન્ય. ૧૧ [૫૯] ફટિક રાયણના અમુલિક બિંબ, દ્રવ્ય ખરેચી ભરાવે અવિલંબ પૂન્ય; જિનપ્રસાદ સોહે અભિરામ, સોવનતણા ઇંડા ચીત્રામાં પૂન્ય. ૧૨ [૫૯૧] ખરચે વિત્ત પૂન્ય સારોધ્ધાર, જિનપૂજા રથયાત્રા ઉદાર પૂન્ય; ઇત્યાદિક ધર્મ કર્યેવ્ય જેહ, આરાધઈ પતિ ગુણમણિ-ગેહ પૂન્ય. ૧૩ [૫૯૨] કાલ અતિક્રમે શુખ અનંત, ધર્મ આરાધે એ પૂન્યવંત પૂન્ય; જયશેખર નિજ બાલક સાથ, કરે વિનોદ અવનીનાથ પૂન્ય. ૧૪ [૫૯૩] ઢાલ પભણી ઉગણત્રી સમી સાર, મંગલમાલ વરી સ્ત્રી-ભર પૂન્ય; સ્પ કહે ભવિ કરજ્યો ધર્મ, જિમ પામો અવિચલ સુખ સર્મ પૂન્ય..૧૫ [૫૯૪]
૧. ફાલુ= જંગલી પશુ. ૨. ટિવ સરખાવો- કહેવત- “કૂહાડીમાં લાકડાનો હાથો પેસી ગયો.” ૩. થપાટ. ૪. દસે દિશાએ. ૫. ઉજ્જવળ. ૬. શૂરવીર. ૭. ખર્ચીને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org