________________
746
જ રૂપવિજયજી કૃતા
થાલ કચોકના નામ, વાંચવા કારણ આવિયાં' હો લાલ; પુત્ર આદરની વાત, સાંભળી હર્ષીત પામીયા હો લાલ. ૫ [૫૪૪] થાલ પ્રમુખ સવી દેખિ, સિંહનો મન સંતોષિઉ હો લાલ; વલી વહુનું સપ તે જાણિ, ધનદત્ત સેષ્ટિ ઉલ્લસિલે હો લાલ. ૬ [૪૫] નગરીનો સિંહરથ રાય, ધનદત્ત નિજ ઘર તેડીયો હો લાલ; કુમર પાસે આવંત, બેહુ મિલીયા, બાંહ ભિડીને હો લાલ. ૭ [૫૪૬]. ઉભટ વેશ સફાર પેહરી, ત્રિલોક્યસુંદરી હો લાલ; આજ્ઞા સિંહની લેય, મંગલકલશ ઘરણી વરી હો લાલ. ૮ [૫૪૭] શ્રેષ્ટીના ગેહમાં જાય, સાસુ-સુસરને પાયે પડી હો લાલ; આસીસ દીઈ “વડ ભાગ્ય, ધન કૂખ ને તુઝ માવડી હો લાલ. ૯ [૫૪૮] ઉજ્જલવંશ સુકલીણ, કોડ દીવાલી પ્રતપો સદા હો લાલ; કુમાર-કુમરી તેડિ રાયે, વૃત્તાંત પૂછે તદા હો લાલ. ધૂર થકી માંડી વાત, સર્વ કહી રાય આગલે હો લાલ; ભૂપ ઘણો વિસ્મય ચિત્ત, પામી આસીર્વચ દિઈ ભલો હો લાલ. ૧૧ [૫૫] રાયની આજ્ઞા લેહ, ધનદત્ત-કુમર પતિ વર્યો હો લાલ; સંસારના ભોગ્ય વિલાસ, પૂન્ય પસાથે શુખ કરે તો લાલ. ૧૨ [૫૫૧] ધન તે દિન સૂવિહાણ, જે દિન સજ્જન મેલાવડો હો લાલ; દૂધમાંહિ મિશ્રી ભેલિ, અનુભવે આત્મશું પડવડો હો લાલ. ૧૩ [પપ૨] ઢાલ ભણી રમણીક, સત્યાવીસમી સૂરતરુ હો લાલ; ૫ કહે ધર્મ પસાય, મંગલમાલા જય વર હો લાલ. ૧૪ [૫૫૩].
૧. મનોહર વેશ. ૨. સુંદર, સુશોભિત. ૩. સુકુલીન. ૪. ખાંડ. ૫. સ્પષ્ટ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org